લોહીની ઉણપ, હિમોકલોબીન અને કોલેસ્ટ્રોલ માટે દવા કરતાં પણ 100% અસરકારક છે આ ઘરેલુ ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

ગોળમાં સારી માત્રામાં આયર્ન અને વિટામિન સી હોય છે. આ સિવાય શિંગમાં આયર્ન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા ગુણધર્મો પણ છે. આ સાથે શીંગ પણ આપણા શરીર માટે ફાયદાકારક છે, એટલે જ શીંગ અને ગોળ ખાવાના ઘણા ફાયદા છે, તો ચાલો જાણીએ તે ફાયદાઓ.

આજે, મોટાભાગની સ્ત્રીઓને એનિમિયાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યામાં શીંગ અને ગોળ અસરકારક સાબિત થઈ શકે છે. કારણ કે તે ફાઈબર અને આયર્નથી ભરપૂર છે, જે શરીરમાં હિમોગ્લોબિનની માત્રા પૂર્ણ કરે છે. શીંગ અને ગોળનું સેવન કરવાથી શરીરમાં વારંવાર ભૂખ નથી લાગતી અને ઉર્જા રહે છે. અને વજન નિયંત્રણમાં રહેશે.

શીંગ અને ગોળમાં વધુ માત્રામાં રેસા જોવા મળે છે. જે પેટ સંબંધિત રોગોથી સરળતાથી મુક્તિ આપે છે. સગર્ભાવસ્થા માં શીંગ અને ગોળ ખાવાના ઘણા ફાયદા છે, સગર્ભાવસ્થામાં શીંગ અને ગોળ ખાવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું થાય છે, તે બાળકના વિકાસમાં સારી રીતે મદદ કરે છે. પીરિયડ્સમાં, મોટાભાગની સ્ત્રીઓને પીઠનો દુખાવો થવાની સમસ્યા હોય છે, તેથી તે સમયે શીંગ અને ગોળનું સેવન કરવાથી પીઠના દુખાવામાં રાહત મળે છે.

હાડકાંને મજબૂત બનાવવા માટે દરરોજ એક શીંગ અને ગોળનું સેવન કરવું જોઈએ. 40 વર્ષની વય પછી આપણા શરીરમાં હાડકાં નબળા થવા લાગે છે અને તે ક્ષીણ થવા લાગે છે અને આ કારણ છે કે શરીરમાં સાંધાને લગતી પીડા પણ શરૂ થાય છે અને આનાથી બચવા માટે રોજ ગોળ અને શીંગ ખાવા જોઈએ.

શીંગ અને ગોળ હૃદયને લાંબા સમય સુધી સ્વસ્થ રાખે છે. શીંગ અને ગોળમાં પોટેશિયમ ભરપુર માત્રા હોય છે જે હાર્ટ એટેકના જોખમને અટકાવે છે. સવારે ખાલી પેટ ઉપર શીંગ સાથે ગોળ ખાવાથી શરદી અને ખાંસી જેવા રોગો મટે છે. ગળાના દુખાવામાં રાહત પણ આપે છે. શીંગ અને  ગોળ  એકસાથે ખાવાથી શરીરમા રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તેની સાથે શરદી-ખાંસીમાં પણ રાહત મળે છે.

શીંગ અને ગોળ આર્યનનો મુખ્ય સ્ત્રોત છે. આવી સ્થિતિમાં દરરોજ એક મુઠ્ઠી શીંગ અને ગોળ ખાવાથી લોહીની તકલીફ થતી નથી. આખી રાત પલાળીને શીંગ ખાવાથી ઘણો ફાયદો થાય છે. શીંગ અને ગોળ હિમોગ્લોબિનને વધારવામાં સારી રીતે કામ કરે છે. આ ઉપરાંત તે પેટમાં હાજર કૃમિને દૂર કરીને ખોરાકને યોગ્ય રીતે પચાવવામાં મદદ કરે છે.

નિયમિત રીતે શીંગ અને ગોળ ચાવીને ખાવાથી દાંતમાં પણ ફાયદો થાય છે. પેઢાં મજબૂત થાય છે અને જો દાંતમાં સડો હોય તો આ ખાવાથી મળતું ફોસફરસ તેને સુધારવામાં ઉપયોગી નિવડે છે. શીંગ અને ગોળ આ મિશ્રણને નિયમિત ખાવાથી જેમને વારંવાર પેશાબ જવાની ફરિયાદ હોય તેમને માટે પણ તે ગુણકારી છે. કિડનીને પ્યૂરીફાય કરીને તેની કામગીરીને સરળ કરવામાં મદદરૂપ થાય છે.

શીંગ શરીરના ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢીને સારું કોલેસ્ટ્રોલ બનાવે છે. શીંગ ખાવા વાળા લોકોને પેટ સંબંધી સમસ્યા અને કેન્સરની સમસ્યા ઓછી થઇ જાય છે. શીંગ ખાવાથી ખૂબજ ફાયદો થાય છે તેથી શીંગ અને ગોળનું સેવન કરવું આપણા શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે. અને તેનાથી આપણા શરીરમાં આખો દિવસ એનર્જી બની રહે છે અને શરીર સ્ફૂર્તિલું લાગે છે.

સવારે ખાલી પેટે શીંગ અને ગોળ ખાવામા આવે તો શરીરને થયેલી ઈજામા જલ્દી થી રાહત મળે છે કારણ કે ગોળ અને શીંગ ઝીંકની માત્રા વધુ હોય છે. બાળકોના વિકાસ માટે, તેમના આહારમાં શીંગ અને ગોળ આપવા શ્રેષ્ઠ વિકલ્પ છે. તેના સેવનથી બાળકમાં વધુ સારા વિકાસ સાથે લંબાઈ વધારવામાં મદદ કરે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here