શરદી-તાવ અને કફનું સંક્રમણ હાલ સમગ્ર વિશ્વમાં વ્યાપી ગયુ છે, આવામાં શરીરની રોગ પ્રતિકારક શકિતને વધારવી એ મહત્વપૂર્ણ બાબત બની ગઈ છે. આવા કપરા સમયમાં દેશી આયુર્વેદિક ઉકાળા પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.
આયુર્વેદિક ઉકાળા સેવનથી રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે અને કોરોના વાયરસ સામે લડવામાં અસરકારક સાબિત થાય છે. આ ઉકાળો બનાવવા માટે તમારે કોઈ ખાસ વસ્તુઓની જરૂર રહેશે નહીં. આ ઔષધીઓને તમે સરળતાથી બજારમાંથી ખરીદી શકો છો. તો જાણો કઈ રીતે તમે આ ઉકાળો યોગ્ય રીતે બનાવી શકો છો અને તેનો લાભ કોરોનામાં લઈ શકો છો.
નોંધ: આ ઉકાળો દરેકે પોતાની તાસીર પ્રમાણે પીવો, ગરમ તાસીર વાળ ખાસ ધ્યાન આપે, 25 મિલી (18 વર્ષથી ઉપરના લોકો માટે ), 15 મિલી (10 થી 18 વર્ષ માટે), 05 મિલી (0 થી 10 વર્ષ ના બાળકો માટે ) આ માત્રાથી વધુ ઉકાળો પીવો ફાયદાને બદલે નુકશાન પણ કરી શકે છે જેની દરેકે તકેદારી રાખવી.
તો ચાલો હવે આપણે જાણીએ શરદી-તાવ અને કફનું સંક્રમણથી દૂર રહેવાનો અને રીકવર થવા માટેનો ઉકાળો કેવી રીતે બનાવાય. સામગ્રી : 1 ચમચી અશ્વગંધા, 8-10 તુલસીના પાન. 2-4 ગ્રામ તજ, 1 ઈંચ આદુ, 1 ઈંચ હળદર, ગિલોયની થોડી ડંડીઓ, કાળા મરી, 1 લિટર પાણી.
ઉકાળો બનાવવાની રીત : સૌ પહેલાં ખાવણીમાં અશ્વગંધા, ગળો, તુલસી, કાળા મરી, તજ, આદુ, હળદરને સારી રીતે ખાંડી લો. હવે 1 લિટર પાણીમાં આ બધી વસ્તુઓ મિક્સ કરો. તેને ધીમા ગેસે સારી રીતે ઉકાળો. જ્યારે પાણી 100 થી 200 ગ્રામ થાય ત્યારે તેને ગાળી લો. હવે ગાળ્યા બાદ તેનું થોડા થોડા સમયે સેવન કરો.
આ ઉકાળો તમને દરેક પ્રકારના ઇન્ફેકશન સામે રાહત આપશે. આ ઉકાળો પીવાથી દરેક પ્રકારના રોગ દરમિયાન ઈમ્યુનીટી વધવાની સાથે તે કફ અને ગળાને સાફ કરે છે. આ સિવાય ગળું સાફ થવા સાથે રોગ શ્વાસ નળી અને ફેફસામાં રહેલા કફને પણ દુર કરે છે.
હવે અમે તમને જણાવીશું ગળો અને સૂકી દ્રાક્ષનો ઉકાળો કેવી રીતે બનાવાય
સામગ્રી: સૂંઠ અથવા આદુ 1 ગ્રામ, લીલી હળદર અથવા સૂકી 1 ગ્રામ, તજ પાવડર 1 ગ્રામ, લીમડાની ગળો અથવા ગળો સત્વચુર્ણ 1 ગ્રામ, કાળા મરી 3 નંગ, તુલસી પાન અથવા ફુદીનો પાન 10 નંગ અથવા તુલસી અર્ક 10 ટીપા, કાળી દ્રાક્ષ 10 નંગ, લીંબુ રસ અડધુ નંગ, દેશી ગોળ 5 ગ્રામ વગેરે લો.
ગળો અને સુકી દ્રાક્ષનો ઉકાળો બનાવવાની રીત: સૌથી પહેલા 1 ગ્રામ જેટલી હળદરની ગાંઠ, આદુ કે સુંઠ 1 ગ્રામ, મરી 3 નંગ વગેરેને પીસી લો. આ પછી 1 ગ્લાસ પાણી તપેલીમાં લઈને ગરમ કરો. પાણી ગરમ થતા બધી તેમાં નાખી દો. આ પછી તેમાં ગળો કે ગળોનું ચૂર્ણ, તુલસીના પાન 10 નંગ કે 10 ટીપા અર્ક નાખો, તેમજ 1 તજ પાવડર નાખો. આ પછી કાળી દ્રાક્ષ 10 નંગને તેને ઉકળવા દો.
જ્યારે આ ઉકાળાનું પાણી અડધું થઇ જાય ત્યાં સુધી હલાવતા રહો. જયારે તે પાણીમાંથી અડધુ પાણી વધે ત્યારે તેને ઉતારી લો. આ પછી તેને ગાળી લો. જ્યારે આ ઉકાળો થોડો હુંફાળો રહે ત્યારે તેનું સેવન કરવામાં આવે તો દરેક પ્રકારના વાઇરસ સામે લડવાની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
શરદી-તાવ, કફ અને ગાળાના ઇન્ફેકશનમાં રોગમાં આ ઉકાળો ખુબ જ ઉપયોગી થયો છે. આપણે ત્યાં આયુર્વેદમાં આ ઔષધિઓનું ખુબ જ મહત્વ રહેલું છે. લોકો વર્ષોથી આ ઉકાળાનું સેવન કરતા આવ્યા છે. ઉકાળામાં ઉપયોગમાં લેવામાં આવતી બધા જ પ્રકારની ઔષધિઓ ઇમ્યુનિટી બુસ્ટર તરીકેનું કાર્ય કરે છે. ભારત સરકાર અને મેડીકલ દ્વારા પણ આ ઉકાળો પીવાથી રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન થાય છે તેવું કહેવામાં આવે છે.