દરેક વ્યક્તિ જાણે છે કે દૂધ પીવું આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. દરેક વ્યક્તિએ દરરોજ એક ગ્લાસ ગરમ દૂધ પીવું જોઈએ. જે લોકોને દૂધ ના ભાવતું હોય તેમને પણ અવશ્ય થોડુંક દૂધ તો પીવું જ જોઈએ. તે શરીરમાં પોષક તત્ત્વોની ઉણપને પૂર્ણ કરે છે.
દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન, આયોડીન, પોટેશિયમ, ફોસ્ફરસ અને વિટામિન બી 12 જેવા પોષક તત્વો ભરપુર હોય છે. જે અનેક રોગોથી બચાવે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે ગરમ દૂધ પીવાથી શરીરમાં પુષ્કળ પોષક તત્વો મળશે. જો તમને કબજિયાતની બીમારી હોય તો દૂધથી દૂર થાય છે.
ગરમ દૂધમાં ટ્રિપ્ટોફન હોય છે જે એક એમિનો એસિડ છે જે વધુ સારી રીતે સૂવામાં મદદ કરે છે. શરીરમાં જતાં ટ્રીપટોફાન સેરોટોનિનમાં ફેરવાય છે, સેરોટોનિન શરીરમાં મેલાટોનિનનું પ્રમાણ પણ વધારે છે અને મેલાટોનિન સારી નિંદ્રા માટે જવાબદાર હોર્મોન છે. સામાન્ય શરદી મટાડવા માટે ગરમ દૂધ અને મધ પીવો એ ઉત્તમ ઘરેલું ઉપાય છે.
આ ઉપરાંત ગરમ દૂધમા એન્ટી બેક્ટેરિયલ અસર હોવાનું કહેવામાં આવે છે, જે બીમારીઓથી રાહત આપવામાં મદદ કરે છે. જે સ્ત્રીઓને માસિક દરમિયાન સખત દુખાવો રહેતો હોય છે, તે માટે ગરમ દૂધ અને હળદર અસરકારક છે. દૂધમાં પોટેશિયમની હાજરી સુખદ ખેંચાણમાં મદદ કરે છે, જ્યારે ગરમ દૂધમાં હળદર ઉમેરવાથી શરીરમાંથી ઝેરી દ્રવ્યો બાર નીકળી જાય છે.
એક ગ્લાસ ગરમ દૂધ સૂતી વખતે પીવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. તેને જમ્યા પછી પણ નાસ્તા ખાવાની આદત હોય છે, તે એક ગ્લાસ ગરમ દૂધ પીવાથી છૂટી જાય છે. જે વજન ઘટાડવા માટે મદદરૂપ છે. રાત્રે સુતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધ પીવું જ જોઈએ.
રાત્રે સૂતા પહેલા સાદું એક કપ ગરમ દૂધ પીવું જોઇએ. જેનાથી બ્લડ સુગર લેવલ કાબુમાં આવે છે. ખાસ કરીને ડાયાબિટીસ ટાઇપ વન માં ફાયદાકારક નીવડે છે. જેમાં બ્લડ સુગરના પ્રમાણમાં ચડાવ-ઊતાર થતા હોય છે. ગરમ દૂધ પ્રોટીન અને વિટામીન્સનો ઉત્તમ સ્ત્રોત છે. તેથી રોજના આહારમાં ગરમ દૂધનો સમાવેશ જરૂર કરવો જોઈએ.
સવારના સમયે એક પ્યાલો ગરમ દૂધ પીવાથી માંસપેશીઓ મજબૂત બને છે. જો તમારા દાંત સંવેદનશીલ હોય તો ગરમ દૂધથી જરૂર ફાયદો થશે. ગરમ દૂધમાં કેલ્શિયમ, આયોડીન અને ફોસ્ફરસ જોવા મળે છે, જે દાંત અને પેઢાંમાં મજબૂતી પેદા કરે છે. ભોજન કરતી વખતે ગરમ દૂધ પીવાથી તે દાંતમાં કોટિંગનું કામ કરે છે.
ગરમ દૂધ પીવાથી દૂધમાં રહેલા પોષક તત્વો વધુ પોષણ આપે છે. હીટિંગ પ્રક્રિયા દૂધમાં સમાયેલા એન્ઝાઇમને સક્રિય કરે છે. જે હાડકા માટે ફાયદાકારક છે. ગરમ દૂધ પીવાથી હાડકા સંબંધિત બીમારીઓ જેવી કે ઓસ્ટ્રિયોપીનિયા, ઓસ્ટીયોપોરોસિસ અને ફ્રેક્ચરનું જોખમ ઓછું થઇ જાય છે.
જયારે એવું લાગે કે તમે ખુબ તણાવમાં છો ત્યારે, તરત જ ગરમ દૂધ પીવું. આનાથી આરામ મળશે. ગરમ દૂધ માંસપેશીઓ અને મજ્જાતંતુઓને તણાવ થી દુર રાખે છે. થાક લાગે ત્યારે ગરમ દૂધ પીવાથી શરીરમાં ઉર્જા આવે છે. ગરમ દૂધ સ્કુલ જતા બાળકોએ જરૂર પીવું જોઈએ, જેથી તેના દિવસની શરૂઆત સારી થાય છે.
ગરમ દૂધમાં ગેસ દબાવવા માટેના ગુણધર્મો છે, જે ખોરાકને પચાવવા માટે ફાયદાકારક છે. તે ઘી અથવા તેલને સરળતાથી પાચન કરી દે છે. જો ગરમ દૂધમાં આદુ મિક્સ કરી પીવીમાં આવે તો તે વધુ અસરકારક છે. ચહેરા પર દૂધને લાગાડવાથી ત્વચા સ્વચ્છ અને ચુસ્ત બને છે. તેનાથી ત્વચા હાઇડ્રેટ્સ અને સ્મૂથ બની જાય છે.