શરદી-સળેખમ, કફ, વાયુ અને દુખાવા જેવા 100 થી વધુ રોગોમાં મોંઘી દવા કરતાં પણ વધુ અસરકારક છે આ એક ઔષધિ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

સૂંઠ એટલે સુકાયેલા આદુંનો પાઉડર. સૂંઠનો પાવડર એેક ચમત્કારિક ઔષધી જેવો છે. સ્વાદે તીખી પણ સ્વાથ્ય માટે મીઠી એવી સુંઠના અનેક ફાયદાઓ છે. સુંઠ કફ ને બાળનાર, હૃદયની કાર્યક્ષમતા વધારનાર, શરીરમાં થતા વિવિધ દુખાવાને દૂર કરનાર છે. તો ચાલો જાણીએ,સૂંઠનું સેવન કરવાના ફાયદાઓ.

સૂંઠ જમવામાં રુચિ ઉપજાવે છે. તે આમવાત નાશક છે. તે તીખી અને પચવામાં હલકી છે. તે ભુખ લગાડનાર, હૃદયને બળ આપનાર અને કફ તથા વાયુના રોગો મટાડનાર છે. સૂંઠથી પાચનક્રિયા બહુ સારી રીતે થાય છે. બધી જાતની પીડામાં સુંઠ ઉપયોગી છે. પાચન પ્રક્રિયા સૂંઠ ખાવાથી સારી અને આરોગ્યપ્રદ રીતે કાર્ય કરે છે.

એક ચમચી સૂંઠનું ચૂર્ણ સાથે બે ચમચી ગોળ અને ત્રણ ચમચી ગાયનું ઘી સવાર-સાંજ જમતા પહેલાં લેવામાં આવે તો કાનમાં અવાજ આવવો, મગજ ખાલી લાગવું, ચક્કર, શરીરનાં અંગો જકડાઈ જવાં, હાથ-પગનો કંપ, મંદાગ્નિ, અરુચિ અને ગર્ભાશયના દોષો દૂર થાય છે.

જો પેટમાં બળતરા થાય કે દુખાવો થાય તો સૂંઠના ફાયદાઓ સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. સૂંઠમાં બળતરા વિરોધી ગુણધર્મો છે જે પેટની બળતરા ઘટાડવામાં મદદ કરે છે. બળતરા વિરોધી હોવાને કારણે પેટના પાચકરસને સામાન્ય રાખવામાં મદદ કરે છે, જે પેટમાં રાહત આપે છે. કબજિયાત માટે સૂંઠ ખૂબ જ ઉપયોગી છે.

સૂંઠ ના ફાયદા ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન પણ જાણીતા છે. સગર્ભા સ્ત્રીઓને સવારે ઉઠતા જ ઉલ્ટી અથવા ઉબકા આવે છે. આ સમયગાળા દરમિયાન, પ્રાચીન કાળથી સૂંઠનું સેવન કરવામાં આવે છે. પાણી સાથે સૂંઠ મેળવીને પી શકાય છે. આ કરવાથી, ઊબકા-ઊલટી ઓછું થાય છે અને પેટ સ્વસ્થ રહે છે.

સૂંઠ નું સેવન કરવાથી માથાનો દુખાવો સાથે સાથે માઈગ્રેન ના કારણે થતાં દુખાવામાંથી રાહત મળે છે. સૂંઠ અને પાણીનો લેપ બનાવીને લગાવવાથી આરામ મળે છે તેને સૂંઘવાથી છીંક આવવા પર માથાના દુખાવા માંથી રાહત મળે છે. સૂંઠને પાણીમાં ઘસી માથા પર લગાવવાથી આધાશીશી દૂર થાય છે.

ગેસની સમસ્યા રહેતા લોકો માટે સૂંઠ રામબાણ સમાન છે. જો સૂંઠ, હિંગ અને મરી આ ત્રણેય મિક્સ કરવામાં આવે તો ગેસની સમસ્યામાં લાભ થાય છે. કમળો થયા પછી રહેતી અશક્તિ ને દૂર કરવામાં ગોળ અને સૂંઠ ને સરખા ભાગે ખાવાથી ફાયદો થાય છે. જેમને ભૂખ ન લાગતી હોય તેવી વ્યક્તિઓએ પ્રાતઃકાળે નરણેકોઠે ૧૫ ગ્રામ સૂંઠ, ૧૦ ગ્રામ અજમો ચૂર્ણ બે ચમચી જેટલા ગોળમાં લેવું જોઈએ.

જે વ્યક્તિ ને બહુ ઠંડી ચડતી હોય અને શરીર માં વારંવાર ધ્રુજારી આવતી હોય, ઠંડો પવન સહન ના થતો હોય, હાથપગમાં કળતર રહેતું હોય તો તેવી વ્યક્તિઓએ સુંઠ, ઘી અને ગોળ સરખાભાગે મેળવી તેની નાની નાની ગોળીઓ બનાવીને દિવસમાં ત્રણથી ચાર વાર સેવન કરવું. તેનાથી રાહત મળે છે.

સૂંઠ રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા માટે ફાયદાકારક છે. સૂંઠમાં બે મજબૂત એન્ટીઓકિસડન્ટો છે જેમ કે કર્ક્યુમિન અને કેપ્સાઇસીન જે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં મદદ કરે છે. એન્ટીઓકિસડન્ટ મુક્ત રેડિકલ્સને શરીરમાં પ્રવેશવાની મંજૂરી આપતા નથી. ફ્રી રેડિકલ એ રોગપ્રતિકારક તત્વો છે જે રોગ પેદા કરવાનું મુખ્ય કારણ છે. એન્ટીઓકિસડન્ટ મુક્ત રેડિકલને દૂર કરવામાં મદદ કરે છે અને શરીરને રોગોથી દૂર રાખે છે.

સૂંઠનો ઉપયોગ મોટાભાગના લોકો દ્વારા શરદીના ઘરેલુ ઉપાયમાં કરવામાં આવે છે. સૂંઠ ના ફાયદા શરદી અને સળેખમ થી રાહત આપવામાં મદદ કરે છે. શરદી હોય ત્યારે આદુ અથવા સૂંઠ ચા અથવા દૂધ માં મેળવીને પીવામાં આવે છે. આવું કરવાથી શરદીમાં ઝડપથી રાહત મળે છે.

સૂંઠને જો દૂધમાં ઉકાળીને, ઠંડું કરીને પીવામાં આવે તો એનાથી એડકી આવવાનું બંધ થઇ જાય છે. સાથે જ જો પાણીમાં ઉકાળીને ઠંડું કરીને પીવામાં આવે તો પાંસળીઓમાં દુખાવો રહેતો નથી. જો રોજ સવારે અડધી ચમચી સૂંઠને ગરમ પાણીની સાથે લેવામાં આવે તો એનાથી પાચનક્રિયા દુરુસ્ત થાય છે. જેનાથી સરળતાથી શરીરનું વજન ઓછું થવા લાગે છે.

સૂંઠ અને જાયફળને પીસીને તલના તેલમાં નાખીને સાંધા ઉપર લગાવવાથી આરામ મળે છે. તે સિવાય ઉકાળેલા પાણીની સાથે મધ અને આદુનો પાવડર ભેળવીને પીવાથી ગઠિયામાં લાભ થાય છે. રોજ સુંઠ અને અડદ ને ઉકાળી લો અને ઠંડું થાય પછી તેનું પાણી ગાળીને પીવું. રોજ આ ઉપાયને કરવાથી લકવા માં ઘણો સુધારો થાય છે.

એક ચમચી સૂંઠનું ચૂર્ણ, બે ચમચી ગોળ, ત્રણ ચમચી ગાયનું ઘી સવાર-સાંજ જમતા પહેલાં લેવામાં આવે તો કાનમાં અવાજ આવવો, મગજ ખાલી લાગવું, ચક્કર, શરીરનાં અંગો જકડાઈ જવાં, હાથ-પગનો કંપ, મંદાગ્નિ, અરુચિ અને ગર્ભાશયના દોષો દૂર થાય છે. સૂંઠના ભૂક્કામાં ખડીસાકર તથા વરિયાળી ભેળવી સેવન કરવાથી અપચાથી છૂટકારો મળશે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here