જૂની હઠીલી શીળસ અને અન્ય ચામડીના રોગનેજડમૂળથી દૂર કરશે આ આયુર્વેદિક ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

આ દર્દ ખૂબ જ પ્રચલિત છે. એને આયુર્વેદમાં શીતપિત્ત કહે છે. આપણે શીળસ અથવા ઘચરકા વિકાર પણ કહીએ છીએ. આ દર્દ ઘણું સામાન્ય છે, ઘડીક દેખાય છે અને ઘડીક અદશ્ય થઈ જાય છે. ત્યારે દર્દીને બેચેન બનાવી દે છે. આ દર્દની ઉત્પત્તિનું મુખ્ય કારણ શરીરને ઠંડી લાગવાથી, કફ થવાથી છે, અથવા ભારે અને કફને ઉશ્કેરનારો ખોરાક ખાવાથી શીળસ થાય છે.

શીળસ માં મચ્છરના ડંખ  જેવાં ચામઠા પડી જે છે, ચામઠાં કંઈક રતાશ પડતાં અને બળતરા થાય તેવા હોય છે. ઊલટી, પરિતાપ અને બળતરા થાય છે, શરીર ઉપર સોજો ચડયો હોય એવું દેખાય છે, શીળસના ચામઠાં ધડીકમાં દેખાય અને ધડીક માં અદ્રશ્ય થાય છે. આ બધા શીળસ ના લક્ષણો છે.

સૌથી પહેલાં તો તમે લીંબુ શરબત પીવાનું બંધ કરો. દહીં, ટમેટા, શિખંડ, લીંબુ, જમરૂખ, ખાટાં તમામ ફળ, કેરી નું અથાણું, લીંબુ નું અથાણું તથા હાંડવો, ઢોકળા, ખમણ, ઈડલી, ઢોંસા, ઉત્તપમ, દહીંવડા તથા તથા ખાટાં પીણા પીવાથી આ રોગ વધે છે અને વકરે છે.

એ જ રીતે આઇસક્રીમ, ઠંડા પીણાં અને ઠંડો પવન કે એકદમ ઠંડા પાણીથી સ્નાન કરવાથી પણ ઢીમચાં અને ખંજવાળ ઉપડી આવે છે. ઘણા લોકોને રાત્રિની ઠંડક અથવા એરકન્ડીશન્ડ ના કારણે પણ રાત્રે આ શીળસ, શીતપિત્ત અથવા તો અર્ટીકેરીયા ની તકલીફ ચાલુ થઈ જાય છે.

પા તોલો હળદર અને પા  તોલો ગોળ મેળવીને ખાઈ જવું. કાળાં મરીનો ભૂકો દિવસમાં બે ત્રણવાર ઘી સાથે ચાટવો. દર્દી ને આખા શરીરે છાણાંની રાખ ખૂબ ચોળી ગરમ ધાબળો ઓઢાડી ને સુવાડી દેવો તેનાથી દર્દનું જોર એકદમ નરમ પડી જાય છે. દુધીનો રસ કાઢી થોડા મધ કે સાકર સાથે લેવાથી શીળસ મટે છે. મગ, મગનું ઓસામણ, ભાત, કળથી, દાડમ, કારેલાં વગેરે હિતકારક છે. દર્દી ગરમ કરીને ઠારેલું પાણી પીવું.

બે તોલા જેટલું કરિયાતું રાતે પલાળી સવારે ગાળીને થોડી સાકર નાખી પીવું. અજમો અને ગોળ ખાવાથી શીળસ મટે છે. વધારે પડતી લીલોતરી કે ફળો કે ઠંડી વસ્તુઓ ન ખાવી. લગભગ બે આનીભાર જેટલું કરિયાતુંનું ચૂર્ણ મધ સાથે દિવસમાં બે ત્રણવાર ચાટવું. અથવા તો ઘી અને સિંધાલૂણ મેળવીને ચાટવું. અથવા તો ચારોળી દુધમાં વાટી શરીરે ચોપડવાથી પણ શીળસ મટે છે.

કોકમનું પાણી સાકર નાખીને પીવાથી ફાયદો થાય છે. અરણીનાં મૂળનું ચૂર્ણ અને શેકેલું જીરૂં સરખે ભાગે લઈ ચૂર્ણ કરવું. સરસવના તેલથી માલીશ કરી ગરમ પાણીએ નાહવું. શીળસ દરમિયાન આદુનો રસ અને ગોળ પીવો ઉત્તમ છે. શીળસ-શીળવાના દર્દીએ અરણીનું મુળ પાણીમાં ઘસીને એક ચમચી જેટલું એટલા જ ઘી સાથે પીવું.

૧૦૦ ગ્રામ કોકમને પાણીમાં ભીંજવી રાખી, ગાળી, તેમાં જીરું અને ખાંડ નાખી પીવાથી શીળસ મટે છે. મરીનું ચુર્ણ ઘી સાથે ચાટવાથી તેમ જ ઘીમાં મરી વાટીને લેપ કરવાથી શીળસ મટે છે. કોકમનું પાણી સાકર નાખીને પીવાથી ફાયદો થાય છે. ગળો, લીમડો, હળદર ને સરખે ભાગે લઈ તૈયાર કરેલો ઉકાળો પાવો.

ચામડી પર ખંજવાળ આવે કાં તો રાતા રંગના લિસોટા થાય અથવા ચામડી ઉપર ચામઠા થઈ જાય. ખાવાનો સોડા એક ગ્રામ, એક મરી, સાકર ત્રણ ગ્રામ, ગાયનું ઘી અડધી ચમચી. આ બધાને વાટીને પેસ્ટ જેવું બને ત્યારે ચાટી જવું. જો બહુ તીવ્ર ના હોય તો આ સરળ ઉપચાર થી શીળસ ની સમસ્યા મટી જાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here