જયારે કોઈ વ્યક્તિ દૂષિત ખોરાક અથવા પાણીનો ઉપયોગ કરે છે ત્યારે કોલેરા થાય છે જે એક આંતરડાંને લાગતો ચેપી રોગ છે. સામાન્ય રીતે આ રોગમાં આંતરડામાં રહેલા પુષ્કળ પ્રમાણમાં દુષિત બેક્ટેરિયા ના કારણે દુઃખાવો થવો, પ્રવાહી ઝાડા થાય છે તેના કારણે ઝડપથી તીવ્ર નિર્જલીકરણ થય શકે છે અને જો તરત જ સારવાર આપવામાં ન આવે તો મૃત્યુ પણ થઈ શકે છે.
કોઈ પણ પ્રકારની ગંદકી, સડેલો ખોરાક, કોહવાઈ ગયેલાં શાકભાજી અને ફળો, વાસી ખોરાક, વાસી મિષ્ટાન્ન, અસ્વચ્છ પાણી, અસ્વચ્છ દૂધ વગેરે આ દર્દના કારણ મનાય છે. કોલેરાના લક્ષણો ખરાબ વસ્તુ પર બેઠેલી માખી દ્વારા આ રોગ ફેલાય છે. ગટરની અંદરથી બાફ નીકળે છે તેથી પણ આ દર્દ થાય છે.
ઝાડાઊલટી આ દર્દ નાં મુખ્ય ચિહ્નો છે. ઝાડો પહેલાં પાતળો થાય છે, પણ પાછળથી સફેદ રંગનો, ચોખાના ધોવણ જેવો થાય છે. ઊલટી પાણી જેવી કે જે ખાધું હોય તેની થાય છે. હાથપગમાં ગોટલા ચડી જાય છે, સ્નાયુઓ ખેંચાય છે અને લાકડા જેવા સખત બની જાય છે. પાણીની ખૂબ તરસ લાગે છે. અંગ બરફ જેવું શીતલ તથા શ્વાસની હવા પણ ઠંડી લાગે છે.
પેશાબની કમી થાય છે અથવા કેટલીક વખત તદ્દન બંધ હોય છે. હોઠ, નખ અને ચામડી કાળાં પડી જાય છે. શરીર આખું ઠંડું પડી જાય છે, છતાંયે દર્દીને સખત દાહ-બળતરા અને અકળામણ થાય છે. ચહેરો એટલો બધો લેવાઈ જાય છે કે જોતાંવેંત જ બીક લાગે. દરદી એટલો અશક્ત થઈ ગયેલ હોય છે કે તે મુશ્કેલીથી ઝીણે અવાજે બોલી શકે છે.
કૉલેરા થાય કે તરત જ દરદીને ગરમ પાણીમાં થોડું મીઠું નાખીને તે પાણી દર પાંચ, દસ કે પંદર મિનિટે પીવા આપવું. આથી ઊલટી સહેલાઈથી થઈ શરીરમાંનું ઝેર નીકળી જાય છે, આનાથી પવનની છૂટ રહે છે. લોહી સહેજ ગરમ રહે છે, નાડી એકદમ ક્ષીણ થતી નથી. અંદરના ઝેરથી દરદીને જે ગભરામણ થતી હોય છે તે બંધ પડે છે.
તજ, એલચી, લવીંગ, સૂંઠ, મરી, પીપર, ફુદીનો, તુલસીનાં પાન અને લીલી ચાનો ઉકાળો કરીને પાવો અથવા મગનું ઓસામણ પીવું, ઠંડાં પીણાંઓ, આઈસ્ક્રીમ વગેરેનો જરાય ઉપયોગ ન કરવો. લીલાં શાકપાનનો સદંતર ત્યાગ કરવો.
કોઇપણ પ્રકારનાં ફળ–મેવા ન ખાવાં. હિંગ, કપૂર અને આંબાની ગોટલી સરખે ભાગે લઈ ફુદીનાના રસમાં ઘૂંટી ચણા જેવડી ગોળીઓ બનાવી લેવાથી કોલેરા મટે છે. કાંદાના રસમાં ચપટી હિંગ મેળવીને અડધા કલાકે લેવાથી કોલેરા મટે છે.પાણીમાં લવિંગ નાંખી ઉકાળીને તે પાણી પીવાથી કૉલેરામાં થતી તરસ મટે છે.
ફુદીનાનો રસ પીવાથી કોલેરા મટે છે. જાયફળનું એક તોલો ચૂર્ણ ગોળમાં મેળવી નાની નાની ગોળીઓ કરી તેમાંથી એક એક ગોળી અર્ધા કલાકે લેવાથી અને ઉપર થોડું ગરમ પાણી પીવાથી કોલેરા મટે છે. કોલેરાના દર્દીનું પેટ ચડી જાય ત્યારે ઓળીયો, હીંગ અને દેશી સાબુનો પેટ ઉપર લેપ કરવો અથવા સૂંઠ, હરડે, સંચળ અને ઈંગની ફાકી આપવી.
કોલેરામાં દરેક માણસોએ લસણ, ડુંગળી, લાલ મરચાં, લીંબુ, વધારણી, જીરું, અજમો, સુંઠ, લવીંગ વગેરે વસ્તુઓ સંકોચ વગર વાપરવી. જાયફળનું એક તોલો ચૂર્ણ ગોળમાં મેળવી નાની નાની ગોળીઓ કરી, તેમાંથી એક એક ગોળી અર્ધા કલાકે લેવાથી અને ઉપર થોડું ગરમ પાણી પીવાથી કોલેરા મટે છે.
કાંદાનો રસ ૧ તોલો દર અડધા કલાકે પાવો. કારેલાના રસમાં તલનું તેલ નાંખી પિવડાવવું. કપૂરનો અર્ક, લવિંગનો અર્ક, વરીયાળીનો અર્ક, ફૂદિનાનો અર્ક બેથી ત્રણ ટીપાં આપવાથી કોલેરામાં રાહત થાય છે. પાંચ લાલ મરચા પાણીમાં ઉકાળવા. તેમાં સાત પતાસા નાખી ઉકાળવા. દર્દીને આ પાણી પીવાથી રાહત મળે છે.
હિંગ કપૂર અને આંબાની ગોટલી સરખે ભાગે લઈ ફુદીનાના રસમાં ઘુંટી ચણા જેવડી ગોળીઓ બનાવી લેવાથી કોલેરા મટે છે. પાણીમાં લવીંગ નાખી ઉકાળી ને તે પાણી પીવાથી કોલેરામાં થતી તરસ મટે છે. જાયફળનો ઉકાળો પીવાથી કોલેરામાં થતી તરસ મટે છે. કોલેરા થયો હોય તો ઘાસલેટ ને ગરમ કરી પેટ તથા પીઠ ઉપર ઘસવાથી ફાયદો થાય છે.
કાંદામાં કપૂર નાખી તેનું સેવન કરવાથી કોલેરા મટે છે.કાળા ધતુરાના રસનાં દસ ટીપાં દહીંમા ભેળવીને ખાવાથી કૉલેરાના જંતુઓ નાબૂદ થાય છે. અધેડાના મૂળને પાણીમાં વાટીને પાવાથી કોલેરા મટે છે. આંબલી સારી તાજી અઢી તોલા, ભીલામાં ૧ તોલો અને મીઠું એક તોલો ત્રણેને વીસ તોલા પાણીમાં ખૂબ વાટી ગાળી લઈ, આ પાણી ચમચી વારંવાર પીધા રાખવું.
સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.