દરેક લોકો ઠંડુ ખાવાના અને પીવાના ખૂબ શોખીન હોય છે. આ ઋતુમાં કેટલાક એવા ફળ હોય છે જે શરીને ખૂબ ઠંડક પહોચાડે છે આ ફળોમાંથી એક છે શેતૂર. શેતૂરનું ફળ ખાવમાં જેટલું સ્વાદિષ્ટ હોય છે એટલું જ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે.
તેમા પોટેશિયમ, વિટામીન એ અને ફોસ્ફરસ ખૂબ પ્રમાણ હોય છે. આ ફળનો રંગ બ્લેક હોય છે. કાળા રંગ સિવાય તે લાલ અને લીલા રંગમાં પણ જોવા મળે છે. પરંતુ લીલા રંગનું શેતૂર ખાવામાં તીખુ કે ખાટું હોય છે.
શેતુરની છાલ અને લીમડાની છાલને યોગ્ય પ્રમાણમાં પીસીને તેનો લેપ બનાવી આ લેપને ખીલ પર લગાવવાથી ખીલની સમસ્યા દૂર થાય છે. શેતૂર ખાવાના કારણે શરીરના ખરાબ લોહી દૂર થાય છે અને શુદ્ધ લોહી બનાવે છે, ઉપરાંત તે પાચનશક્તિ પણ વધારે છે. તેની અંદર વિટામીન-A, કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ વધુ પ્રમાણમાં જોવા મળે છે. જેના કારણે તે જુકામ અને ગળાના રોગોમાં ફાયદાકારક છે.
સેતુરનું સરબત પીવાથી અને ખાવાથી શરીરની બળતરા દુર થઇ જાય છે. સેતુરનું સરબત પીવાથી ગળાની ખુશ્કી અને દુ:ખાવો ઠીક થઇ જાય છે. ગાયને લગભગ ૧ મી.લિ. સેતુરના પાંદડા સવાર સાંજ ખવરાવીને તે ગાયનું દૂધ પીવાથી શરીર શક્તિશાળી બને છે.
પિત્ત અને લોહી વિકાર દુર કરવા માટે ગરમીના સમયમાં બપોરે સેતુર ખાવા જોઈએ. સેતુરના પાંદડા વાટીને લેપ કરવાથી પણ ઘણો ફાયદો થાય છે.
શેતૂર ખાવાથી લોહીથી જોડાયેલી દરેક સમસ્યાઓમાથી આરામ મળે છે. શેતૂર, દ્રાક્ષ, અને ગુલાબની પાંખડીઓથી બનેલા રસમાં ખાંડ મિક્સ કરીને પીવાથી લોહી સાફ થાય છે. જે લોકોને કિડનીની નબળાઈ હોય, થાક લાગતો હોય અને લોહીની ઉણપ હોય કે પછી અચાનક વાળ સફેદ થઈ જતાં હોય તેના માટે સેતુરને દવા તરીકે લઈ શકાઇ છે. તેનો બીજો ફાયદો પેશાબના રોગ અને કબજિયાત દુર કરવામાં થાય છે. તે ઉપરાંત આંખોની દ્રષ્ટિ પણ વધારે છે.
ગરમીના દિવસમાં લૂથી બચવા માટે શેતૂરનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે. હર્બલ નિષ્ણાંત ગરમીમાં શેતૂરના રસમાં ખાંડ મીક્સ કરીને પીવાની સલાહ આપતા હોય છે. શેતૂરની તાસીર ઠંડી હોય છે. જેથી ગરમીમાં લૂ લાગવાથી બચાવે છે. જે લોકોને રાતે માંકડ નો પ્રોબ્લેમ હોય તેને ખાટલા ઉપર સેતુરના પાંદડા પાથરી દેવાથી માંકડ ભાગી જાય છે.
શેતૂર આંખો માટે પણ ખૂબ ફાયદાકારક ગણાય છે. તેનો રસ પીવાથી આંખોની રોશનીમાં વધારો થાય છે. જે લોકોને ફોડલી થતી હોય તેને સેતુરના પાંદડા વાટી અને ગરમ કરીને ફોડ્કા ઉપર બાંધવાથી પાકેલા ફોડકા ફૂટી જાય છે અને ઘા પણ ભરાઈ જાય છે. અને તેનો લેપ કરી લગાવવાથી ધાધર અને ખરજવામાં પણ લાભ થાય છે.
શેતૂરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામીન અને પોટેશિયમ હોય છે. શેતૂર ખાવાથી ન્યુટ્રિએન્ટ મળે છે. તે પેટમાં રહેલા જીવાણુંઓને પણ દૂર રાખવાનું કામ કરે છે. ઘણા લોકોને પેશાબનો રંગ પીળો આવતો હોય છે તો તેવા લોકો એ સેતુરના રસમાં ખાંડ ભેળવીને પીવાથી રંગ ચોખ્ખો થઇ જાય છે.
શેતૂર જુકામ અને ગળાના રોગોમાં ખૂબ ફાયદાકારક નીવડે છે. સેતુરની છાલની રાબ બનાવીને ૫૦ થી લઈને ૧૦૦ મી.લિ. ના પ્રમાણમાં સવારે અને સાંજે સેવન કરવાથી પેટની અંદર રહેલ જીવાત દુર થઇ જાય છે. અને પેટ સાફ થઇ જાય છે. સેતુરનું સરબત બનાવીને પીવાથી હ્રદયના ઝડપી ધબકારા સામાન્ય થઇ જાય છે.
૧ ચમચી સેતુરના રસને ૧ કપ પાણીમાં ભેળવીને કોગળા કરવાથી મોઢાના ચાંદા અને છાલા સારા થઇ જાય છે. સેતુરના ૬ કુણા પાંદડાને ચાવીને પાણી સાથે સેવન કરવાથી અપચોના રોગમાં લાભ થાય છે. સેતુરને પકાવીને સરબત બનાવી પછી તેમાં નાની પીપરનું ચૂર્ણ ભેળવીને પીવાથી લાભ થાય છે.
જેમના શરીરમાં અમ્લ, આમવાત, સાંધાના દુ:ખાવા હોય તે લોકો માટે સેતુર ખાસ કરીને લાભદાયક હોય છે. પિત્ત તાવમાં સેતુરનો રસ કે તેનું સરબત પીવાથી તરસ, ગરમી અને ગભરાટ દુર થઇ જાય છે. સેતુર રોજ ખાવાથી દૂધ પિવરાવનારી માતાઓનું દૂધ વધે છે. પ્રોટીન અને ગ્લુકોઝ સેતુરમાં સારા પ્રમાણમાં મળે છે.
શેતૂરનો રસ માથામાં લગાવવાથી વાળ ઘાટા થાય છે. અને સેતુર યુવાની જાળવી રાખે છે. સેતુરનો ઔષધિઓમાં રંગ અને સુંગધ નાખવા માટે સેતુરના રસમાંથી બનાવેલ સરબત ઉપયોગમાં લેવામાં આવે છે. છાલા અને ગલ ગ્રંથીશોધમાં સેતુરનું સરબત ૧ ચમચી ૧ કપ પાણીમાં ભેળવીને કોગળા કરવાથી લાભ થાય છે.
સેતુરથી પેશાબના રોગ અને કબજિયાત દુર થઇ જાય છે. આતરડાના ઘા અને લીવર રોગ પણ સારા થઈ જાય છે સાથે જ રોજ સેવન કરવાથી માથાને મજબુતી મળે છે. ગરમીમાં ખૂબ તરસ લાગે છે. એવામાં શેતૂર ખાવાથી તરસ ઓછી લાગે છે. પહાડોમાં ટ્રેકિંગ દરમિયાન શેતૂર ખાવાથી થાક પણ ઓછો લાગે છે.