આ દુનિયામાં ખાંડ ના મુકાબલે લોકો ગોળ અને ગોળ થી બનેલ વસ્તુઓ ખાવાનું હંમેશાથી પસંદ કરતા આવ્યા છે. તેની ખાસિયત આ છે કે આ ખાવામાં મીઠું તો હોય જ છે પરંતુ ડાયાબીટીસ જેવા રોગો ના જોખમ ને ઓછુ કરી દે છે. જે લોકો ને મીઠું ખાવાનું મનાઈ હોય છે, તે ગોળ નું સેવન કરી શકે છે.
ગોળની તાસીર ગરમ હોય છે તેથી શરદીઓમાં લોકો તેની ચા અને ખીરને વધારે મહત્વ આપે છે. તે પેટ ને સાફ રાખે છે અને ઘણા રોગો ને મૂળ થી દુર કરવામાં મદદગાર સાબિત થાય છે. ગોળ પછી ગરમ પાણી પીવાથી તેના ફાયદા બેગણા થઇ જાય છે.
આયુર્વેદ ગ્રન્થ માં ગોળ ને રોગનાશક માનવામાં આવે છે. આ શરીર માં બની રહેલ એસીડ ને ઓછુ કરે છે અને છાતીમાં બળતરામાં રાહત અપાવે છે. તેના નિયમિતરૂપ થી સેવન કરવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે અને સાથે જ પાચન તંત્ર મજબુત બની રહે છે. સારી તબિયત માટે ગોળ અને ગરમ પાણી ના મિશ્રણ ને અમૃત સમાન માનવામાં આવે છે.
ગોળ ના સેવન પછી જો ગરમ પાણી પીવામાં આવે તો આ શરીર માટે અમૃત સાબિત થાય છે. ગોળ માં ભરપુર માત્રા માં મિનરલ્સ અને એન્ટી ઓક્સીડેન્ટ મળે છે જે બીમારીઓને ખતમ કરીને શરીર ને રોગ નિરોધક બનાવે છે.
ખરાબ ખાન-પાનના કારણે લોહીમાં ગંદકી થઇ જતી હોય છે. જેનાથી શરીરને ઘણી બધી સમસ્યાઓનો સમાનો કરવો પડે છે. તો તેવામાં રોજ સવારે 1 ટુકડો ગોળનો ખાધા બાદ ગરમ પાણી પીવું જોઈએ. તેનાથી તમારું લોહી ઘણું શુદ્ધ અને સાફ થઇ જાય છે.
ઘણી વખત બજાર ના તેજ મસાલા યુક્ત આહારો નું સેવન કરવાથી તેની અસર પાચન પ્રણાલી પર પડે છે. જેનાથી પેટ માં ગેસ અથવા કબજિયાત ની સમસ્યા ઊભી થાય છે. રાત્રે ઊંઘવાથી પહેલા ગોળ ખાઈ લો અને પછી ગરમ પાણી પી લો. તેનાથી તમારું પેટ સાફ થઇ જશે અને પાચન ક્રિયા તદુરસ્ત રહેશે.
રાત્રે ઊંઘવાથી પહેલા ગરમ પાણી ના એક ગ્લાસ માં ગોળ નો ટુકડો મીઠા ના રૂપ માં મેળવીને પણ પી શકાય છે. એવું કરવાના થોડાક જ દિવસોમાં ગેસ અને પેટથી જોડાયેલ સમસ્યાઓ થી છુટકારો મેળવી શકાય છે.
ઘણા લોકોને સાંધા અને ઘૂંટણના દુઃખાવાનો સામનો કરવો પડતો હોય છે. તો આ પરેશાનીથી બચવા માટે પણ ગોળ ખાઈને ત્યાર બાદ ગરમ પાણીનું સેવન અવશ્ય કરવું જોઈએ. તેનાથી આ બંને સમસ્યાઓમાં રાહત મળે છે.
ગોળ અને ગરમ પાણીનું સેવન ખાલી પેટ કરવાથી ત્વચા અને માંસપેશીઓ મજબુત અને તાકતવર બને છે. તે લોહીને પણ શુદ્ધ કરે છે. જો ખાલી પેટ રોજ ગોળ અને ગરમ પાણીનું સેવન કરવામાં આવે તો શરીર પણ સારું રેહશે. ગોળ અને ગરમ પાણી શરીરમાં જામેલી ચરબીને ગળવાનું કામ પણ કરે છે.
દરરોજ રાત્રે ઊંઘવાથી પહેલા ગોળ ની સાથે ગરમ પાણી પીવાથી ત્વચા ને અનેક ફાયદા છે. તેનાથી ફક્ત ત્વચા પર નિખારની સાથેસાથે ત્વચા સંબંધી રોગ પણ મૂળથી દુર થઇ જશે. ગોળ ચામડી માં હાજર ટોક્સીનને બહાર કાઢી નાખે છે જેનાથી ત્વચા માં ચમક આવે છે અને ચામડીના રોગો દુર થઇ જાય છે.
ખૂબ વધુ થાક અને નબળાઈ અનુભવાવા પર ગોળનું સેવન કરવાથી એનર્જી લેવલ વધી જાય છે. ગોળ જલ્દી પચી જાય છે એટલે શુગરનું લેવલ પણ નથી વધતુ. જો રાત્રે જમ્યા બાદ સુતા પહેલા થોડો ગોળ ખાઈ લેવાથી ગેસ અને એસિડિટીની તકલીફ દૂર થઈ જશે.