આજકાલ ઘણા લોકોની ખાણી-પીણી એટલી બગડી ગઇ છે કે જેના કારણે આપણે કોઇને કોઇ બીમારીથી પરેશાન રહીએ છીએ. જેમાથી એક સમસ્યા છે નસ બ્લોકેજની. જે યુવાઓમાં પણ ખૂબ જોવા મળી રહી હતી. જોકે, તેનું એક કારણ ઘણી હદ સુધી વધતું પ્રદુષણ પણ છે.
પહેલા આ સમસ્યા 60-70ની ઉંમરમાં જોવા મળી હતી. પરંતુ હાલ આ સમસ્યા નાન બાળકોથી લઇને દરેક વર્ગના લોકોમાં જોવા મળે છે. જેના માટે તમે અનેક દવાઓનું સેવન કરો છો. પરંતુ કોઇ ફરક પડતો નથી. જેના માટે અમે કેટલાક ઘરેલું ઉપાય લઇને આવ્યા છીએ. જેની મદદથી તમે બ્લોક નસોને ખોલી શકો છો. જે વસ્તુઓ તમને ઘરે સહેલાઇથી મળી શકશે.
ડીપ વેઇન થરોમ્બોસિસ એક એવી સ્થિતિ છે. જેમા શરીરની નસોમાં લોહી ગંઠાઇ જાય છે. અનેક આનુવંશિક સ્થિતિમાં ડી.વિ.ટી. થવું ખતરો બની જાય છે. આપણે દરેક લોકો જાણીએ છીએ કે શરીરની નસોથી લોહી દરેક અંગ સુધી પહોંચે છે અને તે બાદ આ લોહી હૃદય સુધી પહોંચે છે. પરંતુ જો આ કામમાં વિધ્ન આવે તો નસ બ્લોક થવાની શરૂ થઇ જાય છે. જે વધારે સાથળ અને પગમાં થાય છે. આ શરીરના અન્ય ભાગમાં પણ થઇ શકે છે. જેને બરાબર થવામા થોડોક સમય લાગે છે. પરંતુ તે ઘરેલું ઉપચારથી બરાબર થઇ જાય છે.
તમારા શરીર ના કોઈ ભાગ ની નસો એકાએક બ્લોક થઈ જાય તો એ એક ભયજનક બીમારી છે જેના કારણે શરીર મા રક્ત નો પ્રવાહ યોગ્ય રીતે અવરજવર કરી શકતો નથી. કોઈપણ વ્યક્તિ સામાન્ય રીતે આ સમસ્યા થી પીડાઈ શકે છે. નસોમા કોઈ પ્રકાર નો અવરોધ આવવો અને તે જગ્યાએ જ્યાં ચેતા અવરોધિત થાય છે ત્યાં ખૂબ પીડા થાય છે તથા તે ભાગ ભૂરાશ પડતો થઈ જાય છે.
રક્ત મા સાંદ્રતા નું પ્રમાણ પ્રાપ્ત થવું એ પણ નસ અવરોધ નું એક વિશેષ કારણ માનવામા આવે છે. લોહી ઘાટું થવાને કારણે તે સારી રીતે વહી શકતુ નથી અને નસો મા અવરોધ ઉભો થવા માંડે છે. આ ઉપરાંત ઘણી વાર કોઈ ગંભીર ઇજા ના કારણે પણ નસો બ્લોક થાય છે. આ સિવાય જો શરીર મા નબળુ રક્ત પરિભ્રમણ થઈ રહ્યું હોય તો તે પણ નસો મા અવરોધ માટે નું એક જવાબદાર કારણ બની શકે છે.
જે લોકો વધુ પડતું તળેલું અને બહાર નું ભોજન ખાવા નો આગ્રહ રાખતા હોય તો તેઓ પણ આ સમસ્યા નો શિકાર બની શકે છે. આ સિવાય જો તમે લાંબા સમય થી એક જગ્યાએ બેસીને કોઇપણ પ્રકાર ની શારીરિક પ્રવૃત્તિઓ ના કરો તો પણ નસ સરળતા થી અવરોધ નો શિકાર બને છે. જે લોકો વધુ પડતું વજન ધરાવતાં હોય તે લોકોમા પણ નર્વ બ્લોક થવાનું જોખમ વધારે છે. અમુક લોકોમા યોગ્ય પોષક તત્વો ના અભાવ ના કારણે પણ નસ અવરોધિત થઈ જાય છે.
નળીઓ બ્લોક હોવાનું પહેલુ લક્ષણ છે છાતીમાં દુઃખાવો. લોહીનું પરિભ્રમણ ઓછુ થાય એટલે આ દુઃખાવો અનુભવાય છે. તમને છાતી પર ભાર મહેસૂસ થશે. આ દુઃખાવો છાતીના વચ્ચોવચ કે ડાબી બાજુ થઈ શકે છે.
તમારા શરીરને પૂરતુ લોહી ન મળે ત્યારે તમને નબળાઈનો અહેસાસ થાય છે. તમને રોજબરોજના કામ કરવામાં પણ થાક અનુભવાય છે. ક્યારેક ચક્કર આવતા હોય એવું પણ લાગ્યા કરે.આ ઉપરાંત પરસેવો વળવો, ઉબકા આવવા, હૃદયના ધબકારા વધી જવા વગેરે પણ હૃદયની નળી બ્લોક હોવાના લક્ષણો હોઈ શકે છે. નળીમાં બ્લોકેજ ચરમસીમાએ પહોંચે ત્યારે હાર્ટ એટેક આવી શકે છે. આ સાથે ડાબા હાથમાં કે ખભામાં દુઃખાવા જેવા લક્ષણો પણ નળી બ્લોક હોવાનો સંકેત હોઈ શકે છે.
તમારા અવયવોને વ્યવસ્થિત લોહી ન મળતુ હોય તો તેવામાં શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. તમને થાક લાગે છે અને શ્વાસ ચડે છે.
તમે લાઈફસ્ટાઈલમાં સુધારા કરને નળી બ્લોક થતા બચાવી શકો છો. આમ કરવાથી હૃદય રોગની શક્યતા ઘટાડી શકાય છે. રોજ કમસેકમ 30 મિનિટ કસરત કરો, આખો દિવસ સક્રિય રહો.ખાવા પીવાની આદતોમાં જરૂરી ફેરફાર કરો. ભોજનમાં શક્ય તેટલા વધારે ફ્રેશ ફળ અને શાકભાજી ખાવ. વધુ ફેટ ધરાવતુ ભોજન અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું ટાળો. ધૂમ્રપાનની આદત હોય તો શક્ય તેટલી જલ્દી છોડી દો. કાયમ માટે આ આદત છોડવા જરૂર હોય તો કોઈની મદદ લો.જો વજન વધારે હોય તો વજન ઉતારવાના પ્રયત્નો કરો.બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવાની કોશિશ કરો.સ્ટ્રેસ ઘટાડવાની કોશિશ કરો.
અળસીમા અલ્ફા લિમોલેનિક એસિડ પુષ્કળ માત્રામા સમાવિષ્ટ હોય છે, જે બંધ ધમનિઓને ખોલવામા સહાયરૂપ સાબિત થાય છે. આ સિવાય તે ધમનિઓમા સમાવિષ્ટ એલ.ડી.એલ. કોલેસ્ટ્રોલ ને સરળતાથી બહાર કાઢી નાખે છે, જેના કારણે બ્લોક ધમનીઓ સરળતાથી કામ કરવા લાગે છે. જો તમે રાત્રે અળસીના બી પાણીમા પલાળી તેને પીસીને ત્યારબાદ પાણીમા ઉકાળીને આ ઉકાળાનુ ત્રણ-ચાર માસ સેવન કરવાથી બ્લોક ધમનિઓ ખુલ્લી જાય છે.
લસણ પણ આ સમસ્યાને દૂર કરવા માટે કારગર સાબિત થાય છે. જો તમે લસણની કળીઓને શેકીને કે પીસીની દૂધમા નાખીને તેનુ સેવન કરો તો આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો. અ સિવાય શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે હળદર એક ઔષધિની જેમ કામ કરે છે. તેમા પુષ્કળ માત્રામાં એન્ટી-ઇન્ફલેમેન્ટરી ગુણતત્વો સમાવિષ્ટ છે, જે લોહીના થરને જામવાથી રોકે છે. જો તમે એક ગ્લાસ હુંફાળા દૂધમા ૧ ચમચી હળદર પાવડર અને થોડુ મધ મિક્સ કરીને તેનુ સેવન કરો તો તેના સેવનથી બ્લોક ધમનિઓ સરળતાથી ખુલ્લી જાય છે.
તજ, કળામરી, તમાલપત્ર, મગજતરી, અખરોટ અને અળસી આ બધી જ સામગ્રીઓને એકસાથે મિક્સરમા પીસીને પાવડર તૈયાર કરી લો. ત્યારબાદ નિયમિત એક એક ચમચી ભૂખ્યા પેટે પાણી સાથે સેવન કરો અને એક કલાક સુધી કઇપણ ભોજન ના કરો. આ ચૂર્ણનુ સેવન કરવાથી શરીરની બધી જ નસ ખુલી જશે. તેના સેવનથી તમને હૃદય સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓમા રાહત મળે છે.