કેળા-દૂધ ની અંદર એક સરખા પોષક તત્વો નથી હોતા. ઘણા ફૂડ ના એક્ષ્પેટે કરેલા તેના રિસર્ચ મુજબ બનાના સાથે જો દૂધ નું સેવન કરવું યોગ્ય ના કહેવાય. તે બંને માં અલગ-અલગ પોષક તત્વો જોવા મળે છે. તેથી ડોક્ટર પણ બનાના શેક પીવાની ના પાડે છે. શાકાહારી લોકો માટે દૂધ એ પ્રોટીન નો સ્ત્રોત છે. તેમાં પ્રોટીન, વિટામિન્સ અને રાઈબ્લોફેવીન તેમજ વિટામીન B૧૨ અને મિનરલ્સ હોય છે પરંતુ તેમાં કાર્બોહાઈડ્રેટ, વિટામીન C અને ફાઈબર નથી હોતા.
સ્ફૂર્તિ બનાવી રાખવા માટે કેળા ઉત્તમ છે. તમે દરરોજ કે પછી વીક માં એકાદ વખત કેળા નું સેવન કરશો તો આખો દિવસ સ્ફૂર્તિ બની રહે છે. આ ફળ ને કામ કર્યા પહેલા અને પછી ખાવું ખુબ જ ઉત્તમ માનવા માં આવે છે. જે તત્વો દૂધ માં નથી મળતા એ કેળા માં હોય છે.
આ બંને વસ્તુઓ નું એક સાથે સેવન કરવા થી પાચન તંત્ર પર અસર પડે છે. ઘણી વાર તો તેના થી ઝાડા-ઉલટી ની સમસ્યા લાંબા સમય સુધી રહે છે. અને ત્યાર પછી શરીર ધીમે ધીમે પોષક તત્વો ને તેની મેળે જ એડજસ્ટ કરી લે છે. તે ઉપરાંત સ્વાસ્થય સબંધી ઘણી સમસ્યા ઓ થઇ શકે છે.
કેળા-દૂધ ના એક સાથે ના સેવન ના કારણે સાઈનસ ની બીમારી ને ઉત્તેજિત કરે છે. તેનાથી શરદી, કફ અને એલર્જી પણ થઇ શકે છે.
ફળ અને લીક્વીડ નું મિશ્રણ ક્યારેય ના કરવું જોઈએ. કેળા અને દૂધ શરીર માં ટોક્સીફીકેશન ને પ્રભાવિત કરે છે. તેના થી શરીર ની આંતરિક ક્રિયા પર પણ અસર પડે છે. આ બંને વસ્તુ ઓ એક સાથે ખાવા થી પેટ ભારે ભારે લાગે છે.
આ બંને વસ્તુ આમ તો ખૂબ ફાયદાકારક છે. પણ બંને ને સાથે ખાવું યોગ્ય ના ગણાઈ. આ બંને વસ્તુ ઓ માંથી પોષણ મેળવવું હોય તો બંને ને એક સાથે નહિ પણ અલગ અલગ ખાવું જોઈએ તે બંને ની વચ્ચે ઓછામાં ઓછો ૨૦ મિનીટ નો સમય રાખવો જરૂરી છે.
દૂધ અને કેળાથી થનારા ફાયદા:
દૂધ અને કેળા બંને જ ખાવા-પીવાની વસ્તુઓ છે. મોટાભાગના લોકો ફિટ રહેવા માટે દૂધ-કેળાનુ ડાયેટ લે છે. જેમ કે તેઓ દૂધ અને કેળાને મિક્સ કરીને પોતાની ડાયેટમાં બનાના મિલ્ક બનાવીને પીવે છે. આને પીવાથી વજન પણ ઓછુ થાય છે. શરીરમા ઓછી કેલોરી લીધા પછી પણ સ્વસ્થ રાખી શકાય છે. આ માટે ડાયેટમાં ખાવામાં દરેક વખતે બે ત્રણ કેળા અને એક કપ ફૈટ ફ્રી મિલ્ક લેવુ જોઈએ. એક દિવસમાં એક હજારથી ઓછી કેલોરી લેવા માટે તમે કેળા ખાવા સાથે ઘણુ બધુ પાણી જરૂર પીવો.
કેળામાં 100 કેલોરી અને દૂધમાં 80થી વધુ કેલોરી જોવા મળે છે. તેથી વજન ઓછુ કરવા માટે દિવસમાં આ ડાયેટને ત્રણ વાર લેવુ જોઈએ ત્યારે 900ની આસપાસ કેલોરી લેશો. કેળા અને દૂધ સાથે લેવાથી શરીરને ભરપૂર માત્રામાં પ્રોટીન વિટામિન ફાઈબર અને મિનરલ મળે છે. જે પોષણ આપણને આ ડાયેટથી મળે છે તેનાથી શરીરને ત્રણ ચાર દિવસની ઉર્જા મળી જાય છે.
કેળા દૂધ સેવન કરવાથી ત્વચાને ખૂબ ફાયદો થાય છે. તેને ચેહરા પર લગાવવાથી ખીલના ડાઘ મટી જાય છે. તેનો ઉપયોગ દાંત સફેદ કરવા માટે પણ કરી શકો છો. કેળામાં વિટામીન એ, બી, સી અને ઈ મિનરલ્સ, પોટેશિયમ, જિંક, આયરન વગેરે અનેક પોષક તત્વો હોય છે.
કેળા અને દૂધ લેતી વખતે આ વાતોનુ ધ્યાન રાખો:
કેળા અને દૂધ લેતી વખતે કેલોરી ઓછી હોવાને કારણે કમજોરી લાગી શકે છે. જો એવુ થાય તો એક ટાઈમ સામાન્ય ખોરાક લઈ શકો છો અને બે ટાઈમ કેળા દૂધ મહિલાઓને માસિક ધર્મ દરમિયાન આ ડાયેટ ન લેવુ જોઈએ કારણ કે આવા સમયમાં તેમની આયરનની જરૂર આ ડાયેટને ખાવાથી પુરી નહી થાય.