શરીર અને પેટની ચરબી ઘટાડવા અઠવાડિયામાં બે વાર જરૂર કરી લ્યો આનું સેવન

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

જો તમે આગામી બે ત્રણ અઠવાડિયામાં વધારાની ચરબી ઘટાડવાનો વિચારી રહ્યા છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે.વિવિધ વૈજ્ઞાનિક અભ્યાસો અનુસાર ક્રેશ ડાયટીંગ પેટની ચરબી ઘટાડે છે અને સ્નાયુ સમૂહ ઘટાડે છે એટલા માટે ક્રેશ અથવા ફેટ ડાયટ અથવા વજન ઘટાડવા માટે ડાયટીંગ એ સારો ઉપાય નથી.

આ માટે સંતુલન બનાવવું જરૂરી છે તંદુરસ્ત જીવનશૈલી ને ટેકો આપવા માટે યોગ્ય માત્રામાં યોગ્ય પ્રકારનો ખોરાક લેવો મહત્વપૂર્ણ છે. બે દેશી અથવા ભારતીય કઠોળ છે જે તમને કુદરતી રીતે વજન ઘટાડવામાં મદદ કરે છે આ બે કઠોળ એટલે કે લીલા મગની દાળ અને મસુર દાળ છે.

તે કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન નો સારો સ્ત્રોત છે.આ કઠોળ ખરેખર વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. વજન ઘટાડવા માટે લીલા મગ અને મસુર દાળ ખૂબ જ સારી કઠોળ છે આ દાળો મુખ્યત્વે ફાઇબર અને વિટામીનથી ભરપૂર છે. ખાસ કરીને તેમાં ઘણા આહાર ફાઇબર હોય છે.

તે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે જેથી તમને ઓછી ભૂખ લાગે છે. આ સાથે તે ઓછા કાર્બોહાઈડ્રેટ અને ઉચ્ચ પ્રોટીનને કારણે વજન અને ચરબી ઘટાડવા નું આયોજન કરતી વખતે ભોજનમાં જરૂર ન્યૂનતમ કેલેરી પૂરી પાડે છે. આ દાળ ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર હોવાને કારણે તેને દિવસ દરમિયાન ખાવી જોઈએ કારણ કે તેને પચવામાં અને સિસ્ટમમાં આગળ વધવામાં થોડો સમય લાગે છે.

વધારાની ચરબી ઘટાડવા માટે મગની દાળ:

મગની દાળ જેને સ્પિલ્ટ યેલો બિન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ભારતમાં સૌથી વધુ પ્રિય કઠોળ છે અને તેનો ઉપયોગ ઘણી વાનગીઓમાં થાય છે મગની દાળના સૌથી મહત્વપૂર્ણ ફાયદાઓ માં એક તમને વજન ઘટાડવામાં મદદ કરે છે.

મગની દાળમાં ભરપુર પ્રમાણ મા ફાઇબર અને પ્લોટ આધારિત પ્રોટીન હોય છે. જે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે.મગની દાળ ખૂબ જ હળવી અને પ્રોટીનથી ભરપૂર હોય છે આ સિવાય મગની દાળ પચવામાં સૌથી સરળ છે આ સામાન્ય રીતે પાચન સંબંધિત સમસ્યાઓથી પીડાતા લોકોને ખાવાની સલાહ આપવામાં આવે છે.

આ દાળ તમારા પાચન માટે ખુબ જ સારી છે.જે તમારી વજન ઘટાડવાની પ્રક્રિયા ને પણ અસર કરે છે માત્ર વજન જ નહીં મગની દાળ આપણા સ્વાસ્થ્ય માટે સારી છે તે શરીરના કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. જે હૃદયની કોઈ પણ સમસ્યા અને જોખમ ઘટાડે છે તે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

વધારાની ચરબી ઘટાડવા માટે મસૂર દાળ:

વધારાની ચરબી ઘટાડતાં આહાર માટે મસૂર દાળને ટોચના ઘટક તરીકે ગણવામાં આવે છે. તેમાં કાર્બોહાઈડ્રેટ્સ ભરપૂર માત્રામાં હોય છે.તેમાં હાજર ફાઈબર પાચનતંત્રની પ્રક્રિયાને ધીમી કરે છે જેનાથી વજન ઘટાડવા પર તેની અસર વધે છે.

ભોજન તરીકે એક કપ મસુર દાળ તમને તમામ જરૂરી વિટામિન્સ, પ્રોટીન અને અન્ય પોષક તત્વો પ્રદાન કરવા માટે પૂરતી છે.તમે ૧૦૦ ગ્રામ દાળ માં સરળતાથી 352 કેલેરી અને 24.7 ગ્રામ અથવા ૪૪ ટકા પ્રોટીન મેળવી શકો છો.
તમને વજન ઘટાડવામાં મદદ કરવા ઉપરાંત મસૂરમાં આ સ્વાસ્થ્ય લાભ પણ છે તે શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે જે હૃદયને સ્વસ્થ રાખે છે. મસુર દાળ હાડકાંને પણ પોષણ આપે છે અને તમને મજબૂત બનાવે છે.આ દાળ શરીરના બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

વજન ઘટાડવા માટે તમારે ખરેખર કોઈ ખાસ ઘટકો ની જરૂર નથી.તમને તમારા રસોડામાં આવા ઘણા ફૂડ જોવા મળશે જે તમને વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે. ઝડપી વજન ઘટાડવા માટે તમારા આહારમાં સ્વસ્થ કઠોળ નો સમાવેશ કરો.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here