આજે આપણે વાત કરીશું એવા લાડવા જે તમને શરીરમાં કમજોરી હોય લોહીની ઉણપ હોય કમર માથાનો દુખાવો હોય થાક લાગેલો હોય તેને દૂર કરે છે. આ એક લાડવો ખાવાથી જે આખા દિવસમાં જે એનર્જી અને ન્યુટ્રિશિયન જોઈતા હોય તે તેને પૂરા પાડે છે.
લાડવા બનાવવા માટેની સામગ્રી:
250 ગ્રામ અખરોટ ,150 ગ્રામ સફેદ તલ ,75 ગ્રામ કાળા તલ , 150 ગ્રામ મગફળીના દાણા ફોતરા વગર ના 100ગ્રામ ઘી.
લડવા બનાવવાની રીત:
સૌ પહેલા અખરોટને એક મિક્સર જારમાં નાખીને અધકચરા પીસી લો અખરોટમાં વધુ પ્રમાણમાં મેગ્નેશિયમ સલ્ફર અને આયર્ન હોય છે જે લોહી વધારવામાં અને શરીરને એનર્જી પૂરી પાડે છે.અખરોટનો પાવડર બનાવવાનો નથી અધકચરા પીસી લેવાથી લાડવા માં ક્રિંચી ટેસ્ટ આવે છે.
હવે 150 ગ્રામ સફેદ તલ અને ૭૫ ગ્રામ કાળા તલને એક પેનમાં રોસ્ટ કરો કે જેથી તેમાં રહેલું મોઈશ્ચર જતું રહે એકથી દોઢ મિનિટ શેકાઈ ગયા પછી ઠંડુ થવા દો ઠંડું થઇ ગયા પછી અખરોટ ની જેમ અધકચરા પીસી લો. હવે 150 ગ્રામ ફોતરા વગરની મગફળીના દાણા લો છે. બજારમાંથી શેકેલા સરળતાથી મળી જશે. તેને પણ મિક્સર જારમાં અધકચરા પીસી લો મગફળીની ન્યુટ્રીશન વેલ્યુ એટલી સારી હોય છે કે જે કાજુ બદામ માં જે ગુણ હોય છે તે મગફળીમાં હોય છે અને કાજુ બદામ કરતા સસ્તા હોય છે.હવે આ ત્રણ વસ્તુ અખરોટ,તલ અને મગફળીના દાણાને એક બાઉલમાં મિક્સ કરી લો.હવે તેમાં 100 ગ્રામ ઘી ઉમેરીને સારી રીતે હાથની મદદથી મિક્સ કરી લો.
હવે ગેસ ચાલુ કરીને,મીડીયમ ગેસ પર ૭૫૦ ગ્રામ ગોળ લઈને તેને એક કડાઈમાં પીગળવા માટે મૂકી દો. હવે ગોળ ઓગળી ગયા પછી ગેસ બંધ કરો અને કડાઈમાં ત્રણ વસ્તુનું મિશ્રણ એડ કરીને બરાબર મિક્સ કરી લો. હવે થોડું ઠંડુ થઈ ગયા પછી હાથમાં થોડું ઘી લગાવીને ગોળ લાડવા તૈયાર કરી લો તો તૈયાર છે લાડવા.અહીંયા મિશ્રણ એકદમ ઠંડુ થવા દેવાનું નથી નહિતર લાડવા બનશે નહીં લાડવા બનાવતી વખતે જો મિશ્રણ ઠંડું થઈ જાય તો થોડું ગરમ કરી લ્યો.
લાડવા બની ગયા પછી તમે તેને કોઈ કન્ટેનરમાં ભરી ને ૧૦થી ૧૫ દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને દરરોજ તમારા આહારમાં લઈ શકો છો તો તમે પણ બનાવો એનર્જીથી ભરપૂર લાડવા ની રેસીપી.
અખરોટ,તલ અને મગફળી ને અલગ અલગ એટલા માટે પિસ્વામાં આવે છે કારણ કે અમુક વસ્તુ જલ્દીથી પીસાઈ જાય અને અમુક વસ્તુ થોડો સમય લેતી હોય છે.એવામાં જો બધું મિક્સ કરીને પીવામાં આવે તો જે વસ્તુ જલ્દીથી પીસાઈ જાય તેનો પાવડર બની જાય છે.
લાડવા ખાવાના ફાયદા :
વરસાદની મોસમ શરૂ થતાની સાથે જ જે લોકોને સાંધાના દુખાવા,કમર દર્દ,માથાનો દુખાવો થતો હોય તે લોકોએ તલ ખાવાનું ચાલુ કરી દેવું જોઈએ.
મગફળીમાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ હોય છે અને સાથે શક્તિ વધારનારી અને પૌષ્ટિક વર્ધક પણ હોય છે.ગોળ ઇમ્યુનિટી વધારે છે અને થાકને પણ દૂર કરે છે. શરીરમાં લોહી વધારવામાં હાડકાને મજબૂત બનાવવામાં પણ ઉપયોગી છે.