ઠંડા પીણા એટલે પછી એ કોક હોય, પેપ્સી હોય કે થમ્સ અપ હોય, આ બધાંના સ્વાદમાં થોડોઘણો ફરક જરૂર છે, પણ એની રેસિપીમાં ઇન્ગ્રેડિયન્ટ લગભગ સરખાં જ હોય છે. જે લોકો સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા હોય છે એમને આ બાબતની જાણ હોય છે કે બજારમાંથી લાવેલા ઠંડા પીણા સ્વાસ્થ્ય માટે કેટલાં હાનિકારક હોય છે. આ વાતની ખાતરી તમે તમારા ડૉક્ટર પાસેથી પણ કરી શકો છો.
કેમિકલ અને ખાંડનું મિશ્રણ જે આ પીણાઓમાં વપરાય છે એ જ તમારા સ્વાસ્થ્યને બગાડવા માટે પર્યાપ્ત સામગ્રી છે. આ પીણાની લત લાગે એટલે પછી અન્ય નશાની જેમ જલદી છૂટતી નથી. જો તમારે સ્વસ્થ રહેવું હોય તો બને ત્યાં સુધી આવા પીણાઓથી દૂર રહેજો અને એને બદલે વરિયાળીનું શરબત અને ઠંડાઇ જેવાં દેશી પીણાં વાપરવાની આદત કેળવો.
એક સર્વે મુજબ સોડાવાળા ઠંડા પદાર્થો કે નોન-કાર્બોનેટેડ ફ્રુટ ડ્રિન્ક્સનું વધુ પડતું સેવન કરતાં પુરુષોને હાર્ટ એટેકનો ખતરો – સોડાવાળા ઠંડાપીણાંથી સ્ત્રીઓ કરતાં પુરુષોને જોખમની શક્યતા વધારે હાવર્ડ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલુ સંશોધન ઠંડા-પીણાંના શોખીન પુરુષોને ચેતવણીરુપ છે.
સંશોધનમાં જાણવા મળ્યું છે કે સોડાવાળા ઠંડા પીણાં સહિત સુગરનું પ્રમાણ વધુ હોય એવા નોન-કાર્બોનેટેડ ફ્રુટ ડ્રિંક્સ પિનારા પુરુષોને હાર્ટ એટેકનો ખતરો વધી શકે છે. ચિંતાજનક તારણ એ છે કે દરરોજ આ જોખમમાં ૨૦ ટકા જેટલો વધારો થાય છે.
જોકે સ્ત્રીઓમાં મોનોપોઝના લીધે એક પ્રોટેક્શન થઈ જાય છે તેથી તેમનામાં હાર્ટએટેકનો ખતરો પુરુષો કરતાં ઓછો હોય છે, પણ હા એનો મતલબ એ નથી કે મહિલાઓ કોલ્ડડ્રિંકનું વધુ સેવન કરી શકે છે. દિવસમાં બે વાર વધુ પડતી ખાંડવાળા પીણાંનું સેવન કરનારા લોકોમાં હાર્ટ એટેકનું રિસ્ક ૪૨ ટકા છે, તેમજ દિવસમાં ત્રણ કે તેથી વધુ વખત આવા પીણાં લેનારા માટે આ રિસ્કમાં ૬૯ ટકાનો વધારો થાય છે.
સંશોધકોએ એ પણ જણાવ્યું છે કે આવા ડ્રિકસમાં રહેલા ઉત્તેજક દ્રવ્યો હાર્ટને લગતી બીમારી વધારવામાં ભાગ ભજવે છે. સોફ્રટિંડ્રકમાં સુગરનું પ્રમાણ વધુ હોય છે તેના કારણે ડાયાબિટીસનું તેમજ ઓબેસિટીનું પ્રમાણ વધે છે અને આના કારણે હાર્ટ એટેકનું રસ્કિ વધે તે દેખીતી જ વાત છે. વધુ પડતી સુગરવાળા ડ્રિંક તો અવોઈડ કરવા જ પણ આની સાથે ખોરાકમાં પણ વધુ પડતા સોલ્ટ, સુગર અને બટરનો ઉપયોગ ટાળવો જોઈએ.
સીમ્સ હોસ્પિટલના કાર્ડિયાલોજિસ્ટ ડૉ. ઉર્મિલ જી. શાહ જણાવે છે કે સોફ્ટડ્રિંકસમાં પ્યોર કેલરી અને રો ફોર્મમાં સુગર હોય છે તેના કારણે શરીરને નુકશાન થાય છે. ઓબેસિટીની સાથે હાયપર ટેન્શન પણ વધે છે અને ડ્રાય ગ્લેસરાઈઝનું પ્રમાણ વધે છે અને સારું કોલેસ્ટ્રોલ ઘટે છે, જેને મેટાપોલિક સિંડ્રોમ કહે છે.
જયારે આપણે ખાંડવાળા તથા એસિડિક પદાર્થો અને પીણા વધુ પ્રમાણમાં ખાઇએ કે પીએ ત્યારે આપણાં દાંત પર છારી બાઝે છે. ઠંડા પીણામાં આ બંને તત્ત્વો મબલક પ્રમાણમાં હોય છે. એ તમારા ઇનેમલને ખરાબ કરે છે. કાર્બોહાઇડ્રેટ એ ખાંડનું બીજું નામ છે. દરેક પદાર્થમાં મોટા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ હોય છે અને એ સાથે ઠંડાં પીણાં પીવાથી પરિસ્થિતિ વધુ વણસે છે. એ તમારા બ્લડસુગરને વધારવા માટે માત્ર વીસ મિનિટનો સમય લે છે. ડાયાબિટીસ એવો રોગ છે કે જેમાં તમારે જીવનભર દવા લેતા રહેવું પડે. એક જમાનામાં એને રાજરોગ પણ કહેતા હતા.
કસરત કર્યા બાદ ક્યારેય આવા પીણાં ન પીવાની સલાહ ડૉક્ટરો આપે છે. હકીકત તો એ છે કે ખાંડથી ભરપૂર આવા કોઇપણ જાતના પીણાં પીવાથી શરીરની ચયાપચયની ક્રિયા ધીમી પડવાથી શરીર ચરબીને ઝડપથી ઓગાળી શકતી નથી અને પરિણામે તમારું વજન વધે છે.
આવા પીણાના કાયમ સેવન બાદ પ્રજોત્પતિમાં સમસ્યા ઊભી થવાની શક્યતા રહેલી છે. આવા પીણામાં રેહલાં રસાયણો પ્રજોત્પતિ માટે જરૂરી અવયવોને નુકસાન પહોંચાડી શકે છે. બધા જ પ્રકારના તૈયાર પીણાઓમાં ખાંડ અને રસાયણનો છૂટથી ઉપયોગ કરાયો હોવાથી એ તમારા શરીરને માટે હાનિકારક છે અને માટે તમારે એનો વપરાશ બંધ કરવો જોઇએ