વગર ખર્ચે માત્ર 10 જ મિનિટમાં પગના તળિયા અને શરીરીની તમામ બળતરાનો 100% અસરકારક ઈલાજ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઉનાળો શરૂ થાય એટલે તરત જ ઘણાં લોકોને શરીરના અલગ અલગ અંગો પર બળતરાની સમસ્યા થતી હોય છે પણ લોકો તેના પર વધુ ધ્યાન આપતા નથી. તાપમાન ૪૦ ડિગ્રીથી વધી જાય છે ત્યારે શરીરનું તાપમાન ૩૬.૫ થી ૩૭.૫ વચ્ચે રાખવું જરૂરી છે. ગરમીમાં શરીરનું તાપમાન ઘટાડવું ખૂબ જરૂર છે. શરીરનું તાપમાન વધી જાય તો આંખમાં બળતરા, પાચનક્રિયામાં મુશ્કેલી, એસીડીટી, ગેસ અને હૃદયના ધબકારા વધી જવા જેવી તકલીફો ઉભી થાય છે. આજે અમે તમને શરીરની બળતરા ઘટાડવાના ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ.

કોકમને ચટણીની જેમ પીસી, પાણી સાથે મેળવી, ગાળી, સાકર નાખી તેનું શરબત બનાવીને પીવાથી પિત્તની બળતરા મટે છે. પાલખના પાનના રસના કોગળા કરવાથી ગળાની બળતરા મટે છે. ઘાણા રાત્રે પાણીમાં પલાળી રાખી સવારે ગાળી, તેમાં 10 ગ્રામ સાકર મેળવી પીવાથી પિત્તજ્વરનો દાહ મટે છે.

1-1 તોલો ઘાણા અને જીરું અધકચરાં ખાંડી 20 થી 30 તોલા પાણીમાં રાત્રે પલાળી રાખી સવારે મસળી ગાળી સાકર નાખી ચાર છ દિવસ પીવાથી કોઠાની બળતરા શાંત થાય છે. હાથ-પગની બળતરા પણ દૂર થાય છે. ચોખાની ધાણી (મમરા) અને ખડી સાકરનો ઉકાળો કરી વારંવાર પીવાથી દાહ-બળતરા મટે છે.

લૂણીની ભાજીનો રસ એક કપ જેટલો પીવાથી શરીરની બળતરા શાંત થાય છે. એલચીને આમળાંના રસ કે તેના ચૂર્ણ સાથે લેવાથી શરીરની બળતરા મટે છે. આંખે ત્રિફલાનું પાણી છાંટવાથી આંખોની બળતરા શાંત થાય છે. આમળાનો રસ શરીરે ચોળવાથી અને તેના પાણીથી નાહવાથી શરીરની બળતરા મટે છે.

ગાયની છાશમાં કપડું ભીંજવી તે કપડાંનો રોગીને સ્પર્શ કરાવતા રહેવાથી રોગીની બળતરા મટે છે. શેકેલા જીરુનું ચૂર્ણ 1-1 ચમચી દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી શરીરની બધા જ પ્રકારની બળતરા શાંત થાય છે. દૂધી છીણી માથામાં ભરવાથી માથાની બળતરા થતી હોય તો તે મટે છે.

શરીરમાં બળતરા થતી હોય તો વડના દૂધમાં સાકર મેળવી લેવાથી પિત્તપ્રકોપ શાંત થાય છે. અને આંખ, હાથ-પગનાં તળિયાં, પેશાબ તથ પેટ વગેરેની બળતરા મટે છે. પેટ, આંખ, પગનાં તળિયાં, હાથ, મોં, મૂત્રમાર્ગ કે મળમાર્ગે બળતરા થતી હોય તો પગના તળિયે ગાયનું ઘી ઘસવાથી આરામ થાય છે.

ભૂરા કેળાનું ઘીમાં શાક કરીને ખાવાથી અથવા તેનો રસ કાઢી, તેમાં ખાંડ મેળવી સવાર-સાંજ અર્ધો અર્ધો કપ પીવી વધારે માસિક આવતું હોય, શરીરમાં બળતરા રહેતી હોય અને લોહી ઘટી ગયું હોય તો તેમાં ઉત્તમ ફાયદો કરે છે. ઘાણા અને સાકર લેવાથી પેટમાં થતી બળતરા મટે છે. સફરજનના ઝાડની 4 ગ્રામ છાલ અને પાન પીવાના 200 ગ્રામ ઊકળતા પાણીમાં નાખી 10-15 મિનિટ સુધી ઢાંકી રાખી ગાળી લઇ, તેમાં એક કટકો લીંબુનો રસ અને 10-15 ગ્રામ ખાંડ મેળવી પીવાથી બળતરા દૂર થાય છે.

હથેળી, પગના તળિયે બળતરા થતી હોયો તો બોરડીનાં પાન ચાર તોલાં, એલચી નંગ ચાર અને બે તોલા સાકરને પાણીમાં વાટી, લસોટી થોડીવાર રહેવા દેવું. ચારેક કલાક બાદ ગાળીને ધીમે ધીમે પીવું. આ મિશ્રણ ધીમે તાપે ઉકાળી, ઠંડુ પાડી પીવાથી પણ સારી અસર કરે છે. પ્રયોગ થોડા દિવસ સુધી નિયમિત કરવો.

1 ચમચી સાકર અને 1 ચમચી શતાવરી ગાયના ઘીમાં મેળવી સવાર-સાંજ ચાટવાથી બળતરામાં આરામ થાય છે. સાથે 1-1 ગ્લાસ ગાયનું દૂધ પીવું, તળેવી, ખાટી અને ખારી વસ્તુઓ ખાવી નહિ. શતાવરી ન મળે તો એકલાં ઘી-સાકર ચાટવાં અને 1 ગ્લાસ નાળિયેર-તરોપાનું પાણી પીવું. એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ નિચોવી થોડી ખાંડ મેળવી પીવાથી પિત્તની બળતરા મટે છે.

પાણીમાં ગોળનો ઘોળ બનાવી ગાળીને દિવસમાં ચાર-પાંચ વખત અડધી અડધી વાટકી પીવાથી બળતરા મટે છે. શરીરના કોઇ પણ ભાગમાં થતી ભયંકર બળતરામાં દૂધમાં તલ વાટીને લેપ કરવાથી તરત જ લાભ થાય છે. તાંદળજાનો રસ થોડી સાકર મેળવી પીવાથી હાથપગનાં તળિયાની બળતરા, પેશાબની બળતરા અને વારંવાર થતો ઉનવા મટે છે.

ખજુર પાણીમાં પલાળી રાખી બરાબર પલળી જાય ત્યારે મસળી લઇ અથવા ઠળિયા કાઢી ગ્રાઇન્ડરમાં જ્યુસ જેવું બનાવી પીવું. ખજુર-પાણીનું કોઇ નિશ્ચિત પ્રમાણ નથી. જરૂર મુજબ સેવન કરવાથી બળતરા મટે છે. એક પાકા લીંબુને ગરમ કરી, રસ કાઢી તેમાં સિંધવ અને ખાંડ મેળવી પિત્તજન્ય ઊલટી મટે છે.

પિત્તળના પાત્રમાં 200 ગ્રામ કોથમીરનો રસ અને 200 ગ્રામ તલનું તેલ પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી ઉકાળી તેલ નિતારી લેવું. આ તેલના માલીશથી હથેળી અને પગના તળિયાની બળતરામાં રાહત થાય છે. એનાથી માથાના અને સાધાના દુ:ખાવામાં પણ લાભ થાય છે. ગાયનું ઘી હાથે-પગે ઘસવાથી થતી બળતરા મટે છે.

ઘાણા-જીરાનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસિડીટીને લીધે ભોજન કર્યા બાદ છાતીમાં બળતરા થતી હોય તો મટે છે. કાળી દ્રાક્ષ રાત્રે પાણીમાં પલાળી રાખી સવારે મસળી, ગાળી, જીરુની ભૂકી અને સાકર નાખી પીવાથી પિત્તનો દાહ મટે છે. દ્રાક્ષ અને ખડી સાકર એકત્ર કરી સવારે ખાવાથી શરીરમાં થતો દાહ મટે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top