બજાર માંથી લાવેલ મધ અસલી છે કે નકલી તેને ઘરેજ ઓળખો આ આસાન પધ્ધતિ થી, જાણી લ્યો અહી ક્લિક કરી

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મધ ખાવાના અનેક ફાયદાઓ છે. તેમાં ગ્લુકોઝ, શર્કરા, વિટામીન, ખનીજ  જેવા અનેક પોષ્ટિક તત્વો રહેલા હોય છે. જો તમે પણ મધ ખાવ છો તો તમારે ઘરેલું નુસ્ખા દ્વારા મધની ઓળખ કરવી જોઈએ કે મધ અસલી છે કે નકલી..

થોડું મધ અને તેમાં  થોડું પાણી અને બેથી ત્રણ ટીપા વિનેગાર નાખી મધને બરાબર હલાવવું, જો મધ ચોખ્ખું હશે તો તેમાં ફીણ નહિ વળે અને ભેળસેળ વાળું હશે તો તેમાં ફીણ વળશે.

મધમાં હાઇડ્રોકલોરિક એસિડ નાખીને પણ મધની પરખ કરવામાં આવે છે. મધમાં હાઇડ્રોકોરીક એસિડ અને થોડીક ખાંડ નાખો અને મધને થોડા સમય રહેવા દીધા બાદ તે ગુલાબી રંગ ધારણ કરશે તો તે મધ નકલી છે અને તેમાં વેજીટેબલ ઘી ભેળવવામાં આવ્યું હશે.

ગરમ પાણી દ્વારા મધને ઓળખવું એ  સૌથી શ્રેષ્ઠ અને સરળ પદ્ધતિ છે. તે માટે કાચનો ગ્લાસ લઈને અથવા કટોરીમાં પાણી ગરમ કરીને ભરી લેવું . એમાં એક ચમચી મધ નાખવું . જો તે પાણીમાં પૂરી રીતે મિક્સ થઈ જાય છે તો સમજી જવું કે મધ ભેળસેળ વાળું છે. અને જ્યારે તે મોટા તાર બનાવે છે. અને વાસણના તળીએ બેસી જાય છે. તો તે મધ અસલી છે એવું મનાય છે .

મધમાં ભેળસેળ કરવા માટે અને બનાવટી મધ બનાવવા માટે તેમાં ખાંડ અને ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી તે પાણીમાં ભળી જાય છે.

જો તમારા ઘરમાં આયોડીન મૌજુદ હોય તો તેના દ્વારા તમે મધની શુદ્ધતાની તપાસ કરી શકો છો. પેહલા તો મધ લઈને તેને પાણીમાં મિક્સ કરો. ત્યારપછી તેમાં થોડુક પાંચ થી છ ટીપા જેટલું આયોડીન ભેળવો. એ ભેળવ્યા પછી પાંચ મિનીટ સુધી રહેવા દો. જો આ મિશ્રણ જાંબલી રંગમાં બદલી જશે તો તે મધ માં ખાંડ અને લોટ ભેળવ્યો હશે અથવા તો બટેટાના રસનો ઉપયોગ કરાયો હશે. અને મિશ્રણ રંગ નહીં બદલે તો તે મધ અસલી હશે .આ રીતથી મધ ઓળખી શકાય છે.

મધની શુદ્ધતાની પરખ બ્લોટિંગ થવા ટીશ્યુ પેપરથી કરી શકાય છે. આ માટે બ્લોટિંગ પેપર અથવા ટીસ્યુ પેપર પર મધના એક એક ટીપા નાખો. જો મધમાં પાણીની ભેળસેળ હશે તો પેપર સૂચી જશે અને શુદ્ધ મધ પેપર પર જમા થશે.

જો મધ શુદ્ધ હોય તો તે મધ કુતરા ક્યારેય ખાતા નથી. જો મધ ભેળસેળ વાળું હશે અને તે કુતરાની સામે રાખો તો તે મધ કુતરા ખાવા લાગે છે. આમ કુતરા મધ ખાય જાય તો સમજવું કે તે મધ ભેળસેળ વાળું છે. આ મધને રોટલી કે રોટલામાં ચોપડીને પણ કુતરાને ખવરાવી શકાય છે, જો તે શુદ્ધ હશે તો તે રોટલી કુતરા ક્યારેય નહી ખાય.

માખી લગભગ બધાં જ ઘરમાં હોય છે એવામાં અસલી મધની ઓળખ માખી દ્વારા પણ થઇ શકે છે. માખી દ્વારા તપાસ કરી શકાય છે કે માધ શુદ્ધ  છે કે નહીં, જે મધ શુદ્ધ હોય તે મધમા માખી ફસાતી નથી અને ફડફડ ઉડી જાય છે, જયારે ભેળસેળ વાળા મધમાં માખી ફસાઈ જાય છે.

જો પાણી દ્વારા ચોક્કસ પરિણામ નથી મળી રહ્યું  તો આગથી પણ તપાસ કરી શકો છો. તે માટે આ માટે મીણબતી સળગાવો અને પછી એક સળી પર રૂ ચોટાડીને તેમાં મધ લગાવી દો. પછી તે મધ લગાવેલા રૂ ના ટુકડાને આગ પર રાખવો. જો રૂ સળગવા લાગશે તો મધ શુદ્ધ છે આવું મને છે. અને જો રૂ સળગવામાં સમય લગાડે છે તો તે  મધમાં ભેળસેળ છે. મધની સૌથી સારી પરખ ઠંડીમાં કરી શકાય છે. શુદ્ધ મધ ઠંડીમાં જામી જાય છે. જ્યારે ઉનાળામાં ઓગળી જાય છે.

મધનું એક ટીપું અંગુઠા અને આંગળી વચ્ચે રાખો અને તેનાથી તાર બનાવવાની કોશીશ કરો. જો મધ શુદ્ધ હશે તો તેમાં મોટા તાર બનશે અને શુદ્ધ મધ અંગુઠા પર જમા જ રહેશે. જ્યારે ભેળસેળવાળું બનાવટી મધના તાર નહિ બને અને તે મધ અંગૂઠા પરથી ફેલાઈ જશે.

મધ ને ફ્રીજમાં મુકવાથી તે જામી જાય છે, જયારે ભેળસેળ વાળું મધ ફ્રીજમાં મુકવાથી પણ જામતું નથી, મધની ઓળખ કરવા માટે કાચના વાસણમાં ભરીને મધને ફ્રીજમાં મુકવું, જો તે જામશે નહિ તો તે મધ ભેળસેળ વાળું મણશે. ચોખા મધના વાસણમાં રૂપિયાની કોઇપણ કડકડતી નોટ ડુબાડી બહાર કાઢવામાં આવે ત્યારે તે નોટ એવીને એવી જ રહે તો તે મધ ચોખ્ખું માનવામાં આવે છે. અને જો મધમાં ખાંડ કે ગોળ સહીત બીજી કોઈ વસ્તુ મધ માં ભેળવી હશે તો નોટ ભીની થઈ જશે અને બગડી જશે.

ખાવામાં ઉપયોગમાં લેવામાં આવતી બ્રેડ પણ મધના અસલી અને નકલી પરખ કરી શકે છે. શુદ્ધ મધ બ્રેડ પર નાખવાથી તે કડક થઇ જશે અને ભેળસેળ વાળું મધ બ્રેડ પર લગાવવાથી બ્રેડ નરમ અને ભીની થઇ જાય છે . કાચના ટુકડા પર તમારા પાસે જે મધ હોય તેનું એક ટીપું તેના પર પાડો, જો તે મધ શુદ્ધ હશે તો તે આખા કાચ પર ક્યારેય નહિ ફેલાય અને જ્યારે ભેળસેળ વાળું મધ હશે તો તે આખા કાચના ટુકડામાં  ફેલાઈ જાય છે.

સફેદ કપડા દ્વારા શુદ્ધ મધની ઓળખ કરવા માટે સૌપ્રથમ સફેદ કપડું લઈને તેમાં મધના થોડાક ટીપા પાડવા, આ પછી કપડાને શુદ્ધ પાણીથી ધોઈ લેવું . જો તે શુદ્ધ મધ હશે તો કપડા પર ડાઘ નહી પડે. જ્યારે ભેળસેળ વાળું મધ હશે તો કપડા પર ડાઘ પડી જશે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top