શહેરીકરણના આ યુગમાં પતિ અને પત્ની બન્ને કામ કરે છે. તેથી પત્નીઓને સવારે નાસ્તો કરવા માટે સમય નથી મળતો. આવી સ્થિતિમાં, મોટાભાગની પત્નીઓ સવારના નાસ્તો બનાવા માટે રાત્રે કણક ભેળવીને ફ્રિજમાં રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે આખી રાત રેફ્રિજરેટરમાં રાખેલા કણકની સવારે રોટી બનાવવી જોઈએ નહીં.
પહેલા ના જમાનામાં એવું હતું કે લોકો લીલી શાકભાજી અને ફળો નો ઉપયોગ દરરોજ તાજા કરતા હતા તે તાજી શાકભાજીઓ થી પોતાનું ખાવાનું પીવાનું તૈયાર કરતા હતા પરંતુ આજકાલ ના સમય માં તે બધું કરી શકવું લગભગ ના બરાબર છે કારણકે આજકાલ બધા લોકો ની પાસે ફ્રીજ છે જેમાં બચેલા ભોજન ને વધારે સમય સુધી બરાબર રાખવા માટે ફ્રીજ માં રાખી દેવામાં આવે છે.
ફ્રીજ માં રાખવાથી ખવાનું જલ્દી ખરાબ નથી થતું અને ખાવાનું વધારે સમય સુધી તાજુ રહી શકે છે તે પ્રકારે લોકો ફ્રીજ માં ફળ શાકભાજીઓ અને અન્ય ખાદ્ય પદાર્થ પણ રાખે છે. ભારતીય મહિલાઓ એક સમય માં બે ત્રણ સમય નો કણક લોટ ગૂંદીને રાખી દે છે પરંતુ બહુ બધી વસ્તુઓ એવી હોય છે જેને ફ્રીજ માં રાખવાથી બચવું જોઈએ તે બધી સામગ્રીઓ માંથી એક કણક કરેલો લોટ છે.
જ્યારે ફ્રિજ ની અંદર બાંધેલો લોટ મૂકવા માં આવે છે ત્યારે લોટ પર ભીનું કપડું મૂકવા માં આવે છે જેનાથી એમાં ઘણા પ્રકાર ના બેક્ટેરિયા અને હાનીકારક કેમિકલ ઉત્પન્ન થવા લાગે છે. ભીના લોટમાં ઝડપથી આથો આવવાની શરૂઆત થાય છે. તેથી, આ લોટમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા અને હાનિકારક રસાયણો ઉત્પન્ન થાય છે જે આરોગ્યને નુકસાન પહોંચાડે છે. જેના લીધે વાસી લોટ થી બનેલી રોટલી પેટ ના રોગ કરી નુકસાન પહોંચાડે છે.
વાસી લોટથી બનેલી રોટલી વાસી રોટલી જેવી જ હોઈ છે અને તેનાથી તે જ નુકસાન થાય છે જે વાસી રોટલી ખાવાથી થાય છે. ખાસ કરીને પેટમાં દુખાવો એ એક સામાન્ય સમસ્યા છે. ઘઉંનો લોટ એક જાડું અનાજ છે જે પેટમાં પચવામાં લાંબો સમય લે છે. તેથી કબજિયાતના દર્દીઓને રોટલી ખાવાની મનાઈ છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકોમાં પણ વાસી લોટની રોટલી ખાવાથી કબજિયાતની સમસ્યા થાય છે.
વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ લોટ બાંધ્યા પછી એક કલાકની અંદર રોટલી બનાવવામાં તેનો ઉપયોગ થઈ જવો જોઇએ. એટલા માટે કારણ કે બાંધેલા લોટ માં થોડા સમય પછી ઘણા બધા રાસાયણિક બદલાવો થવા માંડે છે જે શરીર માટે ખૂબ હાનિકારક છે.
શાસ્ત્રમાં વાસી લોટની રોટલી ન ખાવાનો પણ ઉલ્લેખ છે. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે વાસી લોટ એ પિંડ સમાન છે જે નકારાત્મક શક્તિઓનું ઘર બને છે. એવું પણ કહેવામાં આવે છે કે વાસી ખોરાક ભૂતનો ખોરાક છે. પછી આ પિંડ ને ખાવા ભૂતો ઘરમાં આવવાનું શરૂ કરે છે. આ પ્રકારની ટેવવાળા પરિવારોમાં, દરેક હંમેશા બીમાર રહે છે. તેથી, રેફ્રિજરેટરમાં રાખેલી લોટની રોટલી બનાવવાની ભૂલ ક્યારેય કરશો નહીં.
વૈજ્ઞાનિકોએ પણ જણાવ્યું કે વાસી લોટ ની રોટલી બનાવવી જોઈએ નહીં. નિષ્ણાતોના જણાવ્યા મુજબ લોટને ગુંથી લીધા બાદ તેનો ઉપયોગ શક્ય હોઈ તેટલી વહેલી તકે થવો જોઈએ. કારણ કે એક કલાક પછી, એવા રાસાયણિક પરિવર્તન થવા લાગે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવી સ્થિતિમાં, જ્યારે આવા લોટમાંથી રોટલી બનાવવામાં આવે ત્યારે બીમાર થવું સ્વાભાવિક છે.
આ સિવાય આવા લોટની રોટલી ખાવાથી પેટમાં પણ સમસ્યા થઈ શકે છે, પેટમાં દુખવું અથવા ગેસ જેવી સમસ્યા થવી એ સામાન્ય બાબત છે. બચેલા લોટનો ફરીથી ઉપયોગ કરવાથી પેટમાં કબજિયાતની સમસ્યા નો પણ ખતરો રહે છે આથી કોઈ દિવસ લોટને ફ્રીજમાં રાખવો નહીં તેમજ જ્યારે પણ રોટલી ખાવાનું મન થાય ત્યારે જ લોટ બાંધવો જોઇએ.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.