શરદી અને ઉધરસનો આ રોગ સામાન્ય રોગ છે, પરંતુ આ રોગની ગંભીર અસરથી બીજા વાયરસ થાય છે અને જેના પરિણામે ઘણા બધા રોગો આવી શકે છે. માટે શરદી અને ઉધરસ તેમજ કફનો ઈલાજ વહેલી તકે કરવો જોઈએ. માટે આ રોગના ઈલાજ માટે ઘણી બધી ઔષધિઓ હોય છે જેના દ્વારા દવા કરતા પણ વહેલી તકે શરદી અને ઉધરસને મટાડે છે.
અમે આ લેખમાં આવી જ આપણી આજુબાજુ જોવા મળતી ઔષધી અને આપણા રસોડામાં રહેલી જડીબુટ્ટીઓ વિશે ચર્ચા કરી કરીશું. આ ઔષધીઓનો ઉપયોગ આપણા વડીલો કફ, શરદી જેવા રોગોમાં કરતા આવ્યા છે. શરદી, ઉધરસ, કફ સાથે જોડાયેલા રોગ છે માટે તેનો ઈલાજ એક સાથે કરી શકાય છે. આજે અમે તમને જણાવીશું આ માટેના ઘરેલુ ઉપચારો.
શરદી, કફ અને ઉધરસ માટે હિંગ પણ ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. હિંગનો એક ઘટ્ટ ઘોળ બનાવીને તેને વારંવાર સુંઘવાથી છાતી અને નાકમાં જામેલો કફ સરળતાથી નીકળી જાય છે. હિંગને નાકમાં ઘોળ કરીને નાક અને છાતીની આજુબાજુ તેમજ પગના તળિયા પર માલીશ કરો.તેનાથી નાક સરળતાથી ખુલી જાય છે અને કફ જમા થતો નથી અને શરદીમાં છાતીમાં દુખાવાથી આરામ મળે છે.
સૂંઠ, મરી અને લીંડી પીપરનું ચૂર્ણ દરરોજ 3 ગ્રામ જેટલું જુના ગોળ સાથે મધમાં અકે દિવસમાં 3 વખત લેવાથી ખુબ જ ફાયદો થાય છે અને શરદી ઉધરસ મટે છે. કપાળ પર ગરમ હળદરનો પાવડર પાણીમાં નાખીને ઉકાળીને ગરમ કરીને કપાળ પર લેપ કરવાથી કફ, શરદી અને ઉધરસમાં ફાયદો રહે છે.
ખાંસી કે ઉધરસના ઈલાજ તરીકે આકડાના ફૂલ 1 થી 2 લઈને તેની સાથે કાળા મરી અને ચપટી સંચળ સાથે વાટીને ગરમ પાણી કે ગોળ સાથે સવારે અને સાંજે લેવાથી શરદીના કફને લીધે થયેલી ખાંસી મટે છે. બહેડાની છાલના 3 ગ્રામ ચૂર્ણમાં 1 ગ્રામ મીઠું અને તથા હળદર મેળવીને ગરમ પાણીમાં દિવસમાં 3 વખત લેવું. સાથે ઠંડો કે ગળ્યો ખોરાક બંધ કરવો.
ડુંગળીનું સેવન રસ કાઢીને પણ કરી શકાય છે. ડુંગળીનો રસ કાઢીને સેવન કરવાથી શરદી, ઉધરસ અને કફનો ઈલાજ થઈ શકે છે. ડુંગળીમાં રહેલી કુદરતી ગરમી કફને દુર કરે છે, અને શરીરમાં ગરમી પ્રદાન કરે છે જેથી શરદીના વાયરસનો નાશ થાય છે. અનાનસ જ્યુસ ટીબી જેવી ગંભીર બીમારીઓના ઈલાજ તરીકે પણ ઉપયોગી છે. આ જ્યુસની ક્ષમતા વધારવા માટે તેમાં મધ, મીઠું અને કાળા મરી પણ નાખી શકાય છે. જેના લીધે કફ પણ નાશ પામે છે.
1 કપ ગરમ થતા દુધમાં હળદર 1 ગ્રામ તથા મરી 1 ગ્રામ તથા ગોળ 10 ગ્રામ નાખી, ઉકાળીને સવારે સાંજે પીવાથી ઉધરસ મટે છે. તુલસીના પાનનો અરસ ૨ ચમચી તથા મેથીના પાનનો રસ ચમચી અને જુનો ગોળ કે મધ 10 ગ્રામ મેળવીને સવારે અને સાંજે લેવાથી ખુબ ઝડપથી ખાંસી ઉધરસ મટે છે. ફુલાવેલ ટંકણખાર 1 ગ્રામ જેટલો લઈને તે 1 ચમચી મધમાં સવારે અને સાંજે લેવાથી મોટી ઉધરસ અને કફ માં રાહત થાય છે.
શરદી અને ઉધરસનો દેશી ઈલાજ તરીકે ડુંગળીની વરાળનો ઉપયોગ કરી શકાય છે. બે ગ્લાસ પાણીમાં ડુંગળીને કાપીને તેના ટુકડા કરીને ઉકાળવા દીધા બાદ તેની વરાળ નાક અને મોઢામાંથી લેવાથી નાક ખુલે છે અને ફેફસાં અને નાકથી શ્વાસ નળી અને ફેફસા સુધીનો કફ ઓગળીને બહાર નીકળે છે અને તેમાં રહેલા વાયરસનો નાશ થાય છે જેથી શરદી અને ઉધરસ તેમજ કફ મટે છે.
અજમો અને ગોળ ખાવામાં આવે તો એસીડીટી મટે છે. અજમો અને હળદર તેમજ તુલસીના પાંદડા મિક્સ કરીને લેવાથી કફ તેમજ શરદી અને ઉધરસ નાશ પામે છે. આ તત્વો શરીરમાં રોગ પ્રતિકારક વધારે છે. અજમાનો ઉકાળો લેવાથી કફ મટે છે. કોફી અને ગાજરનો ઉકાળો કરી ગોળ તથા ચપટી સંચળ ભૂકી ઉમેરીને દિવસમાં 3 થી 4 વખત લેવાથી મોટી ઉધરસ કે ઊંટાટીયું મટે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.