ખાંડ એક એવી વસ્તુ છે કે જેના વગર મીઠાશ નથી આવતી. જો કે ખાંડનો ઉપયોગ આપણે કેક, મીઠાઈ, આઈસ્ક્રીમ, ચોકલેટ, ખીર જેવી વસ્તુઓમાં મેળવીને તેનું સેવન કરવામાં આવે છે. પરંતુ તમે ક્યારેય પણ વિચાર્યું છે કે વધારે માત્રામાં ખાંડ ખાવાથી તમારા શરીરમાં અનેક બિમારીઓ ઘર કરી શકે છે. પણ જો તમને ખાંડ ખાવાની ટેવ છે તો એકવાર જરૂર જાણી લો તેનાથી થતા નુકશાન વિશે.
ખાંડનો વધુ ઉપયોગ કરવાથી તમારા ગુપ્તાંગમાં ખંજવાળની સમસ્યા ઉભી થઈ શકે છે. એટલુ જ નહીં આ ગુપ્તાંગો દ્વારા વધુ તરલ સ્ત્રાવ અને સંકમ્રણ માટે પણ જવાબદાર હોઈ શકે છે. ત્વચા પર પણ ખાંડનુ સેવન ખરાબ અસર નાખી શકે છે. વધુ પડતી ખાંડ ત્વચામાં ખંજવાળ, લાલિમા કે અન્ય પરેશાનીઓ ઉભી કરી શકે છે. એક શોધ મુજબ ખાંડનો પ્રયોગ એક્ઝિમાની શક્યતાને વધારી દે છે.
વધારે ખાંડ ખાવાથી શરીર માં શુગર નું સ્તર વધી શકે છે અને તમને મધુમેહ નો રોગ થઇ શકે છે. તેથી તમે વધારે ખાંડ ના ખાઓ. ખાંડનું વધુ પડતુ સેવન કરવાથી હ્રદયની નળીઓ બ્લોક થઇ જાય છે. આ સાથે ખાંડ નળીઓને અંદરથી સંકુચિત કરી નાખે છે. તેનાથી હૃદય રોગ કે હાર્ટ એટેક થવાની શક્યતાઓ ખૂબ ઘણી વધી જાય છે.
ખાંડનું વધુ પડતુ સેવન કરવાથી હાડકા નબળા પડી જાય છે. આ ઉપરાંત ઓસ્ટિયોપોરાસિસ જેવી સમસ્યાઓ માટે પણ ખાંડનુ વધુ સેવન જવાબદાર છે. ખાંડ ત્વચામાં રહેલા પાણીને શોષી લે છે અને તેને સૂકી કરી નાખે છે. જો તમે વધારે ખાંડ ખાઓ છો તો તમારે પાણી પણ વધારે પીવું જોઈએ. વધુ પ્રમાણમાં ખાંડ ખાવાથી કરચલીઓ ખૂબ જ ઝડપી પડવા લાગે છે. આ સાથે ત્વચા લાલ થઇ જાય છે અને ક્યારેક-ક્યારેક સોજા પણ આઇ જાય છે.
ખાંડમાં ફાઈબર હોય છે અને ફાઈબર ને પેટ માટે સારું માનવામાં આવે છે. વધારે ફાઈબર થવાના કારણે ઘણી વખત મિશ્રી ખાવાથી પેટ ખરાબ થઇ જાય છે. તેથી તમે વધારે ખાંડનું સેવન ના કરો. ખાંડ વાળા આહાર લેવાથી વજન વધે છે. ખુબ લાંબા સમય સુધી ખાંડનો વધુ પ્રમાણમાં સેવન કરવાથી શરીર ઇન્સ્યુલીન હાર્મોન નો પ્રતિરોધ કરવા લાગે છે જેનાથી વજન વધવા લાગે છે. એક વખત જયારે શરીર આ પ્રતિરોધ કરવાનું શરુ કરી દે છે તો આ પ્રક્રિયા અટકાવવામાં ખુબ મુશ્કેલી થાય છે.
ખાંડનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી સર્કોપેનીયા નામનું ઝેર ઉત્પન થઇ જાય છે જેનાથી માંસપેશીઓ નબળી થઇ જાય છે. આવું એટલા માટે થાય છે કેમ કે વધુ પ્રમાણમાં ખાંડ શરીરમાં પ્રોટીન નુકશાન થવાથી રોકી શકે છે. ખાંડનું ઓછા પ્રમાણમાં સેવન કરીને તમે માંસપેશીઓને મજબુત અને તાજી બનાવી શકો છો. ખાંડના સેવનને છોડી દેવાનો આ સૌથી મોટો ફાયદો છે.
વધુ પ્રમાણમાં ખાંડના સેવનથી મોટપાની તકલીફ વધે છે જેના લીધે હાઈબ્લડપ્રેશર ની તકલીફ ઓછી થઇ શકે છે. વધુ પ્રમાણમાં ખાંડનું સેવન કરવાથી તમારા સંજ્ઞાનાત્મક કાર્યોમાં ખરાબ થાય છે અને મેમરી અને પ્રતિક્રિયાત્મક શક્તિ માટે જરૂરી પ્રોટીન પણ ઓછા પ્રમાણમાં મળે છે. વધુ ખાંડ વાળા આહાર લેવાથી લીવરની ચરબી ની બીમારી થવાની શક્યતા હોય છે. ખાંડ ને લીધે ઇન્સ્યુલીન વધે છે જે ચરબી ને લીવર સેલ માં ફેરવે છે અને તેના કારણે સોજો અને ઘાવ ની તકલીફ પણ થઇ શકે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.