શરદી ના લીધે બંધ નાક અને ગળામાં થતી બળતરા, દુખાવા અને સોજા દૂર કરવા માટે આ છે રામબાણ ઉપાય, અહી ક્લિક કરી જરૂર જાણી લ્યો તરત જ મળી જશે રાહત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શિયાળા નો પ્રારંભ થઈ ગયો છે અને વાતાવરણમાં ફેરફાર થવાને કારણે લોકો માં તાવ ,શરદી ,ગાળામાં દુખવું આ બધી સમસ્યાઓ થાય છે. કાકડા કે જે આપના શરીરને વાઇરસ અને બેક્ટેરિયા થી બચાવે છે પરંતુ જ્યારે કાકડા ને ચેપ લાગે છે ત્યારે આપની તકલીફમા ઘણો વધારો થઇ જાય છે. જ્યારે તમે કંઈ વસ્તુ ગળવા નો પ્રયત્ન કરો છો ત્યારે ગળા ના દર્દ મા વૃદ્ધિ થાય છે. પણ આ ચેપ એંટીબાયોટીક્સ અને કાળજી લેવાથી દૂર કરાય છે. ગળા મા દર્દ એ એક પ્રકારે શરદી અથવા તો ફલૂ જેવા વાઈરલ ચેપ ને કારણે થાય છે. જો તમે પણ આ સમસ્યાઓનો ઈલાજ કરવા માટે કડવી દવાઓ લઈને થાકી ગયા હોય તો તમે કેટલાંક પ્રાચીન નુસખા અજમાવીને આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો.

મીઠું અને ગરમ પાણી :

મીઠું અને ગરમ પાણીના મિશ્રણ સાથેકોગળા કરવાથી ગળા અને છાતીમાંથી થતા દુખાવાથી તુરંત રાહત થાય છે. એક કપ ગરમ પાણીમાં અડધી ચમચી મીઠું મિક્સ કરો. આ મિશ્રણથી કોગળા કરો અનેતમને તરત જ ફેરફાર દેખાશે. દુખાવામાં તરત રાહત મળશે. અને ગળા માં બળતરા થતી હોય તો રાહત થશે., પરંતુ તમારે તે દિવસમાં ઓછામાં ઓછું ચાર વખત કરવું જ પડશે.

હળદર :

હળદરનો ઉપયોગ દરેકના ઘરોમાં થાય છે, હકીકતમાં તેમાં કર્ક્યુમિન હોય છે, જે શરીરની અંદરની થીજેલી લાળને દૂર કરે છે. તેને કાળા મરી સાથે હળવા પાણીમાં મિક્સ કરો અને દિવસમાં બે વાર પીવો. ગળામાં જામેલા કફથી તરત જ રાહત મળશે. અને કાકડા માં થતા દુખાવાથી રાહત મળશે. તમે હળદર અને ખાંડ મિક્સ કરી ને પણ ખાઈ શકો છો. તેનાથી તરત જ ગળામાં બળતરા દુર થશે.

જેઠીમધના મુળ અથવા મૂલેઠી :

ભારતીય આયુર્વેદ શાસ્ત્રો માં અસંખ્ય રોગોના નિદાન માટે જેઠીમધની મૂળ અથવા મૂલેઠીનો ઉપયોગ કરવામાં આવેલો છે. જેઠીમધ ના મૂળ માં એસ્પિરિન જેવી જ છે તે તેના આ ગુણધર્મો માટે જાણીતું છે. તે ગળાના દર્દ અને ગળા મા થતા ઇન્ફેક્શનને ઘટાડવા માટે મદદરૂપ બની શકે છે. ગળાના દર્દમાંથી તુરંત રાહત મેળવવા માટે તમે ગરમ પાણીમાં અથવા તો ચા માં ઉમેરીને ઉકાળીને તેનું સેવન કરો. અથવા તેને પાણી મા ઉકાળીને તેના કોગળાં પણ કરી શકો છો. તેના કારણે તરત જ રાહત થશે.

નીલગીરીનું તેલ :

નીલગીરીના તેલ સાથે વરાળમાં ઊંડા શ્વાસ લેવાથી તમને બંધ નાકમાંથી રાહત મળશે અને તમારી છાતીમાં જામી ગયેલ કફ દુર કરવામાં પણ મદદ મળશે. નીલગીરી નાં તેલના થોડા ટીપાને ગરમ પાણીમાં ભેળવો અને તેનાથી બાફ લો. કેમ કે નીલગીરીના તેલમાં એનાલ્જેસીક ગુણ અને જીવાણું ને દુર કરવાના ગુણ હોય છે. ગરમ પાણીથી સ્નાન કરીને તમારા ફેફસામાં ઊંડાણથી ગરામ પાણીની વરાળ લેવામાં પણ ઉપયોગી છે.

આદું :

આદું એ શરદી અને ઉધરસ માટે ખુબ જ ઉપયોગી વસ્તુ છે. આદું બળતરા વિરોધી ગુણધર્મોથી સમૃદ્ધ છે અને તેમાં પોલિફેનોલ પણ જોવા મળે છે, જે છાતીમાં લાળને દૂર કરે છે. પહેલાના સમયથી બાળક અથવા મોટા લોકો આદુનો ઉપયોગ દવા તરીકે કરતા આવે છે. એક આદુનો મોટો ટુકડો લો અને તેને ચૂસી લો, તેનાથી તમને કફ અને ગળામાંથી રાહત મળશે.

લસણ :

લસણ એક આયુર્વેદિક અને એન્ટીબેક્ટેરિયલ ખાદ્ય પદાર્થ છે. લસણમાં સોજો દૂર કરનારા તત્વો રહેલાં છે.લસણ અને લવિંગ ને સાથે ચૂસવાથી તેમાંથી નીકળતો રસ ગળામાં ચેપ હોય તો તેને દૂર કરે છે લસણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે લસણ માં ભરપૂર માત્રમાં એંટીસેપ્ટિક્સ હોય છે તે ગળામાં રાહત આપે છે. ગરમ પાણીમાં લસણનો રસ મેળવી કોગળા કરવાથી શરદી મટે છે. લસણમાં અદભુત ગુણો સમાયેલા છે. જે તમારી ઉધરસ ને સારી કરી શકે છે. તો મિત્રો લસણ ને ઉકાળી, શેકી કે પછી ગરમ કરી ને મધ ની સાથે ખાવા થી સૂકી ઉધરસ માં જલ્દી આરામ મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top