જમરૂખ એક ફળ જ નથી પરંતુ છે એક ચમત્કારી ઔષધિ, અહી ક્લિક કરી જાણો તેના અઢળક ફાયદા

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

શિયાળાની ઋતુમાં શાકભાજી સાથે ઋતુ સંબંધિત ફળો પણ જોવા મળે છે. જામફળ એક એવું ફળ છે જે લોકોને ખાવું ગમે છે.પરંતુ તેના બીજ ને કારણે તે લોકો ઓછુ ખાય છે. પરંતુ સત્ય એ છે કે આ સુપર ફળ તમારા સ્વાસ્થ્યને અસંખ્ય લાભ આપે છે. આમ તો વિટામીન C અને લાઈકોપિન અને એન્ટી ઓક્સિડન્ટ અને પોટેશિયમથી ભરપૂર ગણતા એવા જમરૂખના ઘણા ફાયદાઓ છે. આ ફળના સેવનથી શક્તિ મળે છે. તે પાચન ક્રિયાને મજબૂત બનાવે છે. તેનાથી તણાવ અને ચિંતા દૂર રહે છે. જામફળમાં ઘણા ઔષધીય ગુણધર્મો હોય છે.

વજન ઓછું કરે :

જામફળ ખાવામાં સ્વાદ માં ટેસ્ટી હોવાની સાથે સાથે વજન ઓછુ કરવામાં પણ મદદરૂપ છે. જો બધા પ્રયત્નો કરવા છતાં તમારું વજન ઓછું થતું નથી તો તમારા માટે આનાથી વધુ બીજો કોઈ વિકલ્પ નથી. જામફળના પાનની ચા ખાંડમાં જટિલ કાર્બ્સના રૂપાંતરને અટકાવે છે, જે ઝડપથી વજન ઘટાડવાનું કારણ બને છે. જલ્દી થી વજન ઘટાડવા માટે નિયમિત રીતે જામફળની ચા અથવા જ્યુસ પીવો.જો રોજનુ એક જમરૂખ ખાવાથી તમારુ મેટાબોલિઝમને વધારીને શરીરનુ વજન વધતા એકદમ રોકે છે. એક જામફળમાં 112 કેલોરી હોય છે.

કેન્સર સામે રક્ષણ :

જમરૂખમાં આવેલા લાઈકોપિન, વિટામીન C અને એન્ટી ઓક્સિડન્ટ કેન્સરના સેલ્સ બનતા રોકવામાં ઘણા મદદરૂપ થાય છે. જમરૂખ કેન્સર સામે ખતરો ઓછો કરે છે. આમ તો જમરૂખમા આવેલા લાઈકોપિન અને વિટામીન C અને એન્ટી ઓક્સિડન્ટ જેવા અનેક ગુણ એ કેન્સરના સેલ્સ બનતા રોકવામા ઘણા મદદરૂપ થાય છે અને આ સિવાય તેમા બ્રેસ્ટ કેન્સર સામે પણ તે ખુબ જ રક્ષણ આપે છે.

દાંત મજબૂત :

દાંત અને મસૂઢા માટે પણ જામફળ ખૂબ જ લાભકારી છે. મોઢાના ચાંદાને દૂર કરવામાં માટે પણ જામફળના પાન ચાવવાથી રાહત મળે છે. જામફળનો રસ ઘા ને જલ્દીથી ભરવાનુ કામ પણ કરે છે.

સ્ટ્રેસ ઓછુ કરે :

જમરૂખથી સ્ટ્રેસ પણ ઓછુ થાય છે. જમરૂખમા આવેલુ મેગ્નેશિયમએ શરીરની નસો અને મસલ્સને ખુબ જ આરામ આપે છે અને રોજ એક જમરૂખ ખાવાથી તમારો બધો સ્ટ્રેસ દૂર કરવામાં પણ ઘણી મદદ થાય છે.

સગર્ભા મહિલાઓ માટે :

સગર્ભા મહિલાઓ માટે પણ જમરૂખ એ ઘણુ જ કામનું છે અને આ ફળએ બાળકની નર્વસ સિસ્ટમને પણ ડેવલપ કરવામા ખુબ મદદ કરે છે અને નાના બાળકોને પણ ન્યૂરોલોજિકલ અને ડિસઓર્ડરથી પણ બચાવે છે.

આંખોનુ તેજ વધે :

જમરૂખમા પણ વિટામીન A હોવાને કારણે આખોની રોશની પણ વધારે છે અને તે આંખોના મસલ્સને પણ ખુબ સ્ટ્રોંગ બનાવે છે. અને બળતરા પણ ઓછુ થાય છે. જામફળમાં જોવા મળતા પોષક તત્વ મોતિયાબિંદ બનવાની શક્યતાને ઓછા કરે છે.

રોગપ્રતિરોધક ક્ષમતા વધે :

વિટામિન સી શરીરમાં રોગો સામે લડવાની ક્ષમતાને મજબૂત પણ બનાવે છે. સંતરા કરતા જામફળમાં ચાર ગણુ વધુ વિટામિન સી હોય છે. તેનાથી ઉધરસ તાવ જેવા નાના મોટા ઈંફેક્શનથી પણ બચાવ થાય છે. જો તમે થોડા ઓછા પાકેલા જમરૂખ ને વચ્ચેથી કાપી તેના પર મીઠું લગાવી આગમાં શેકીને ખાવ છો તો તેનાથી જૂની ખાંસી ઠીક થઈ જાય છે,

પેટ સંબંધી પરેશાની દુર થાય :

જામફળનુ સેવન સંચળ સાથે કરવાથી પાચન સંબંધી પરેશાની દૂર થાય છે. બાળકોના પેટમાં કીડા પડી ગયા છે તો તેમને જામફળ ખાવા માટે આપો. તેના લીધે કીડા મરી જશે.જો તમને કબજિયાતની સમસ્યા છે તો ખાલી પેટ એક પાકેલુ જામફળ ખાવ કબજિયાત થી મુક્તિ મળશે. પિત્તની સમસ્યામાં પણ જામફળ ખાવુ ખૂબ લાભકારી છે.

ડાયાબિટીસ કંટ્રોલ :

Doctor checking blood sugar level with glucometer. Treatment of diabetes concept.

જામફ્ળમાં રહેલા ફાઈબર ડાયાબિટીઝ ને કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ થાય છે જે બોડીમાં શર્કરાની માત્રાને સંતુલિત રીતે અવશોષિત કરવાનુ કામ કરે છે. તેમા લોહીમાં ખાંડની માત્રામાં જલ્દી ફેરફાર થતો નથી.

એંટી એજિંગ ગુણોથી ભરપૂર :

એંટિ એજિંગ ગુણોથી ભરપૂર જામફળ સ્કિનના ડેમેજ સેલ્સને સારા કરવા માટે હેલ્ધી રાખે છે. જેનાથી જલ્દી કરચલીઓ પડતી નથી. તેના પાનને વાટીને પેસ્ટ બનાવી પછી આંખો નીચે લગાવો. તેનાથી આંખોના સોજા અને કાળા કુંડાળા પણ ઠીક થઈ જશે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here