શું તમે જાણો છો આ બંને ગુજરાતીઓને? તેમણે કર્યું એવું કામ કે તમે જાણી ને ચોંકી જશો, અહી ક્લિક કરી જાણી લ્યો તેમના વિશે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજે મોટાભાગના લોકો ગુગલ મેપનો ઉપયોગ કરી રહ્યા છે, તે પછી કોઈ સ્થળ પર પહોંચવા માટે હોય કે સારી રેસ્ટોરન્ટના રીવ્યુ ચેક કરવા હોય. પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે આ બધી માહિતી ગુગલ મેપ પર આવે છે કેવી રીતે? તો આજે તમને જણાવીશું કે, કેવી રીતે આ સમગ્ર માહિતી ગુગલ પર અપડેટ થાય છે.

ગુજરાતના બે વ્યક્તિ કે જેવો ગુગલ માટે વોલેન્ટીયર તરીકે કામ કરી રહ્યા છે. નરેશ દરજી અને પ્રિયંકા ઉપાધ્યાય ગુગલ લોકલ ગાઈડ તરીકે સેવા આપી રહ્યા છે. નરેશભાઈ ગુજરાત લોકલ ગાઈડ કોમ્યુનિટિ ચલાવે છે જેમા 200થી વધારે મેમ્બર જોડાયેલા છે. આ બંન્ને ગુગલ લોકલ ગાઈડ સમિટ 2018માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ગુગલ દ્વારા તેમને કેલીફોર્નિયા આમંત્રિત કરવામાં આવ્યા હતા.

ગુગલે 2015માં લોકલ ગાઈડ પ્રોગ્રામની શરૂઆત કરી હતી:

2015માં ગુગલ દ્વારા લોકલ ગાઈડ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. જેમા સ્થાનિક લોકો તેમની આસપાસના વિસ્તારને મેપ પર અપડેટ કરી લોકલ ગાઈડ બની શકે છે. તમે તમારી આજુબાજુમાં આવેલા સ્થળોને મેપ પર મૂકી શકો છો જેથી કરીને અન્ય લોકો સરળતાથી તેના વિશે માહિતી મેળવી શકે છે. સાથે જ ગુગલ દ્વારા તમને પોઈન્ટ પણ આપવામાં આવે છે. જેમા 1થી 10 લેવલ હોય છે. લેવલ 5 પાર કર્યા પછી તમે ગુગલ લોકલ ગાઈડની એન્યુલ સમિટ માટે અરજી કરી શકો છો. જો તમે સિલેક્ટ થયા તો તેઓ તમને ગુગલ હેડ ક્વાર્ટર ખાતે આમંત્રિત કરે છે. જેનો સંપૂર્ણ ખર્ચ ગુગલ ઉઠાવે છે. તેમજ વર્ષ દરમિયાન ગુગલ દ્વારા નાની મોટી પર્ક તેમજ ડીસ્કાઉન્ટ કુપનો પણ મળતી રહે છે.

ટોપ 50 લોકલ ગાઈડમાં બે ગુજરાતીઓ સામેલ થયા:

ત્યારે નરેશ દરજી તેમજ પ્રિયંકા ઉપાધ્યાયને ગુગલ તરફથી તેમની કામગીરી માટે એવોર્ડ પણ આપવામાં આવ્યા છે. આ વર્ષે પણ ગુગલ લોકલ ગાઈડ દ્વારા આખા વિશ્વમાંથી શ્રેષ્ઠ 50 લોકલ ગાઈડ ને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમા બે ગુજરાતીઓ પણ સામેલ થતા આ એક ગર્વની વાત છે. નરેશ દરજીને શ્રેષ્ઠ કોમ્યુનિટિ બિલ્ડરનો એવોર્ડ મળ્યો તેમજ પ્રિયંકાને લોકલ બિઝનેસ ચેમ્પિયનનો એવોર્ડ મળ્યો છે.

જેનો સંપૂર્ણ ખર્ચ ગુગલ ઉઠાવે છે. તેમજ વર્ષ દરમિયાન ગુગલ દ્વારા નાની મોટી પર્ક તેમજ ડીસ્કાઉન્ટ કુપનો પણ મળતી રહે છે. ત્યારે નરેશ દરજી તેમજ પ્રિયંકા ઉપાધ્યાયને ગુગલ તરફથી તેમની કામગીરી માટે એવોર્ડ પણ આપવામાં આવ્યા છે. આ વર્ષે પણ ગુગલ લોકલ ગાઈડ દ્વારા આખા વિશ્વમાંથી શ્રેષ્ઠ ૫૦ લોકલ ગાઈડ ને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમા બે ગુજરાતીઓ પણ સામેલ થતા આ એક ગર્વની વાત છે. નરેશ દરજીને શ્રેષ્ઠ કોમ્યુનિટિ બિલ્ડરનો એવોર્ડ મળ્યો તેમજ પ્રિયંકાને લોકલ બિઝનેસ ચેમ્પિયનનો એવોર્ડ મળ્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top