લવિંગ ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો, પુરુષો માટે તો ઉત્તમ છે લવિંગ, અહી ક્લિક કરી જાણો સાચો ઉપયોગ કરવાની રીત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આપણા રસોડા માં ઘણા મરી મસાલા હોય છે ખાવામાં લવિંગ નાખવાથી ખાવાનો સ્વાદ વધી જાય છે. જેના ઉપયોગ થી આપણી સમસ્યાઓ દુર કરી શકીએ છીએ. આયુર્વેદ માં લવિંગનું બહુ જ મહત્વ રહેલું છે. લવિંગમાં યૂજેનોલ હોય છે જે સાઈનસ અને દાંતના દુખાવા જેવા સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓએન ઠીક કરવામાં મદદ કર છે. લવિંગની તાસીર ગરમ હોય છે. તેથી શિયાળામાં તે ખૂબ લાભકારી છે.

પેટનો દુખાવો :

જો પેટમાં દુખવાની અથવા તો પાચન શક્તિ કમજોર હોવાની સમસ્યા છે તો રાત્રે સૂતા પહેલા નવસેકા પાણી સાથે બે લવિંગ ગળી લેવા અથવા તો જમ્યા પછી એક લવિંગ ચાવી લેવું. થોડા દિવસ આવુ કરવાથી પેટના દુખાવામાં ઘણી રાહત થશે અને પાચનશક્તિ માં પણ વધારો થશે.

ખીલ ની સમસ્યા :

લવિંગના પ્રયોગથી ખીલ, બ્લેકહેડ્સ કે વ્હાઈટહેડ્સથી પણ છુટકારો મેળવી શકાય છે. આ માટે પેલા બે લવિંગ ને બાળી લો. અને પછી લવિંગ ની રાખને ગાય ના દૂધ સાથે મિક્સ કરી ને પેસ્ટ બનાવો. આ પેસ્ટ જ્યાં ખીલ હોય ત્યાં લગાવો. બે વખત લગાવવાથી ખીલ ગાયબ થઇ જશે. આ સિવાય જે પણ ફેસપૈકનો ઉપયોગ કરો છો તેમાં થોડુ લવિંગનુ તેલ મિક્સ કરી લો અને તેને અઠવાડિયામાં બે વાર ચહેરા પર લગાવો. થોડા જ દિવસમાં ચેહરા પરથી ખીલ ગાયબ થઈ જશે અને ચમકદાર થઈ જશે.

માથાનો દુખાવો :

માથાનો દુખાવામાં પણ લવિંગ કરગર સાબિત થયુ છે. આ માટે જ્યારે પણ માથાનો દુખાવો થાય તો પેન કિલરને બદલે એક બે લવિંગ નવસેકા પાણી સાથે લો. થોડી જ વારમાં આરામ મળશે. સૌથી સારી વાત એ છે કે લવિંગ લેવાથી બીજી પેન કિલરની જેમ કોઈ સાઈટ ઈફેક્ટ થતી નથી.

ગેસ ની સમસ્યા :

જે લોકો ગેસ ની સમસ્યા થી પીડાતા હોય તો લવિંગ લો. લવિંગ ખાવાથી ગેસ દુર થઇ જશે. જે લોકોને કબજિયાત ની તકલીફ સુધારવામાં પણ મદદ કરે છે. ગેસ અથવા કબજિયાત થવા પર એક ગ્લાસ પાણી ગરમ કરો અને આ પાણીમાં લવિંગ ના તેલનું એક ટીપું નાખો. આ પાણી પીવાથી ગેસ અને કબજિયાતથી રાહત મળશે. જો તમારે પાણી પીવામાં પ્રોબ્લેમ થતો હોય તો શાક બનાવતી વખતે બે લવિંગ ઉમેરો.

દાંત ના દર્દ માં :

દાંતના દુખાવામાં રાહત માટે લવિંગ તેલ ફાયદાકારક સાબિત થાય છે. દાંતના દુખાવો હોય તે જગ્યાએ લવિંગ નું તેલ મુકો. કપાસમાં થોડું લવિંગ તેલ લગાવો અને આ રૂ ના પૂમડા ને દુખતા દાંત પર લગાવો. આ દસ મિનિટ માટે મુકો. દિવસ માં બે વાર લગાવવાથી દાંત ના દુખાવામાં રાહત થશે. તેલ પેઢા પર લગાવવાથી કીડાઓ પણ મરી જાય છે.

મોઢા ની દુર્ગંધ ને દુર કરે :

મોઢા ની દુર્ગંધ ને દૂર કરવા માટે લવિંગ નું પાણી અસરકારક સાબિત થાય છે. એક ગ્લાસ પાણીમાં ચાર લવિંગ વાટી ને નાખો. આ પાણીને સારી રીતે ઉકાળો. જ્યારે આ પાણી ઠંડુ થાય છે, તેની સાથે કોગળા કરો. લવિંગના પાણીથી કોગળા કરવાથી મોઢા ની દુર્ગંધ દુર થઇ જશે. તમારે આ ઉપાય સતત એક અઠવાડિયા સુધી કરવાનો રહેશે.આના સિવાય તમે આખા લવિંગ પણ લઈ શકો છો.

ડાર્ક સર્કલ્સ દૂર થાય :

૧ ચમચી ચણાના લોટમાં થોડો લવિંગ નો પાવડર અને ગુલાબજળ ઉમેરી અને પેસ્ટ તૈયાર કરો. ત્યારબાદ આ પેસ્ટને આંખ નીચેના ડાર્ક સર્કલ પર લગાવો. આ પેસ્ટને અઠવાડિયામાં બે વાર લગાવો જેથી ડાર્ક સર્કલ્સ ની સમસ્યા દૂર થઇ જાય છે. આ ઉપરાંત આ પેસ્ટ લગાવવાથી સ્કિન પરના દાગ ધબ્બા પણ દૂર થાય છે. ફેસ પર થતી ફોલ્લીઓ પણ આ પેસ્ટ થી દૂર થઈ જાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top