શિયાળા ની શરુઆત થઇ ગય છે. ખાસ કરીને લોકોના પગની એડી ફાટી જાય છે. દરેક ને સુંદર દેખાવું હોય છે. આપણે આપણા રોજિંદા જીવનમાં સુંદર અને આકર્ષક દેખાવવા માટે ચહેરાને બહુજ મહત્વ આપીએ છીએ. પરંતુ આપણે સુંદરતા માટે આપણા ચહેરા ની સાથે સાથે પગની અને આખા શરીરની ખાસ કાળજી રાખવી જોઈએ. ફાટેલી એડીઓના કારણ કેટલીક વખત બીજા લોકોની સામે શરમ અનુભવવી પડે છે. ઘણા બધાને સુકી એડી, ફાટેલી એડી કે પછી એડીમાં ખંજવાળ આવવાની સમસ્યા થતી હશે. તમે એના માટે બજારમાં મળતી વિવિધ ક્રીમ પણ લાવ્યા હશો. પણ એનાથી કોઈ ખાસ ફરક નહિ પડ્યો હોય. આજે આપણે જાણીએ કે ઘરે કેવી રીતે વાઢીયા ની સંભાળ રાખી શકીએ.
એડી ફાટવાનું અથવા વાઢીયા થવાનું મુખ્ય કારણ અનિયમિત ખાણીપીણી,વિટામીન ઇ ની ખામી,કેલ્શ્યિમ ની ઉણપ,આર્યન ની ખામી,પગ પર વધારે દબાણ,કપડાં ધોવાના સાબુ ની આડ અસર વગેરે મુખ્ય કારણ છે.
મીણ :
મીણ ના ઉપયોગ થી પગ ની એડીઓ ની ડેડ સ્કિન ને રિમુવ કરી શકાય છે અને ફાટેલી એડીઓ ને ઠીક કરી શકાય છે. સાથે જ તે ચામડી ને કોમળ બનાવવા વાળી પ્રાકૃતિક દવા અને સ્કિન માં થતાં નેચરલ ઓયલ સ્ત્રાવ ને વધારવામાં મદદ કરે છે. મીણ ને વાટકીમાં લઇ ને પીગાળી લો. પછી તેમાં સમાન માત્રા માં સરસવ નુ તેલ અને નારીયલ નુ તેલમિક્ષ કરી પછી તે મિશ્રણ ને તમારી ફાટેલી એડીઓ માં લગાવો અને મોજા પહેરી ને સુઈ જાઓ . સવારે ઉઠીને એડીઓ ને ધોઈ નાખો. એક કે બે અઠવાડિયા સુધી આઉપાય કરવાથી એડી માં ફાયદો થશે.
વિક્સ :
શિયાળામાં દરેક ને પગ ની સાંભળ રાખવી જરૂરી છે. જો તમારા પગ ફાટી ગયા હોય અથવા તો એડી માં વાઢીયા પડયા હોય તો તે જગ્યા પર વિક્સ લગાવવાના કારણે હાથ-પગ ફાટવાની સમસ્યા દૂર થઈ જાય છે.
લીંબુ :
એડીને ફાટી ગઈ હોય અથવા તો વાઢીયા પડયા હોય તો સાજા કરવા માટે સૌથી સારો ઉપાય લીંબુ છે. ગરમ પાણીમાં લીંબુનો રસ નાખો અને તેમાં ૧૦ થી ૧૫ મિનિટ સુધી પગને તેમાં રાખો. પછી પ્યૂમિક સ્ટોન (ઠીકરું પગ સાફ કરવાનો પત્થર) થી પગને બરાબર સાફ કરીને પાણીથી પગને સાફ કરી લો અને પગમાં નારિયેળ તેલ અથવા વેસેલિન લગાવીને મોજા પહેરીને સૂઈ જાવ. રાત્રે આ ઉપચાર કર્યા બાદ સવારમાં ચોખ્ખા પાણી થી ધોઈ લો.તમને તરત જ ફરક જરૂર દેખાશે.
નાળીયેર તેલ :
પગ સાફ કરવા માટે પાણીને થોડું જ ગરમ કરો જેમાં તમારા પગને થોડી વાર માટે ડુબાડીને રાખો આવું કરવાથી તમારા પગની સ્કીન નરમ થઇ જશે. જો તમારા પગની એડી શિયાળા નાં સમયમાં કે અન્ય સમયે ફાટી જતી હોય તો દરરોજ રાત્રે સુતી વખતે પગને થોડા ગરમ પાણીમાં બરોબર ધોઈને નાળીયેર તેલથી થોડી વાર મસાજ કરો અને પછી પગ ધોયા વગર જ મોજા પહેરીને સુઈ જવું. આવું કરવાથી તમારા પગ ક્યારેય ફાટશે નહિ. અને ફાટેલા હશે તો સાજા થવામાં મદદ કરશે.
કોલગેટ :
કોલગેટ એ તમારા પગી એડીને કોમળ અને મુલાયમ રાખવા માટે મદદ કરશે. કોલગેટ માં એવા તત્વો હોય છે જે તમારી ત્વચાને કોમળ બનાવે છે. અને કોલગેટ માં વિટામીન એ રહેલું હોવાથી વાઢીયા માં રુજ આવશે. અને દુખાવો થતો હોય તો તેમાં તરત જ રાહત મળશે.
વિટામીન ઈ ઈવીઓન ૬૦૦ :
કોલગેટ માં વિટામીન ઈ ઈવીઓન ૬૦૦ મેળવો. આ કેપ્સુલ મેડીકલ સ્ટોર માં સરતાથી મળી રહેશે. આ કેપ્સુલ પીળા રંગ ની હોય છે. કેપ્સુલ ને ખોલી ને તેમાંથી દવા કાઢી ને મિક્સ કરો. આ લેપ ને રાત્રે પગ ના વાઢીયા પર લગાવો. ત્યારબાદ સવારના સ્વચ્છ પાણીથી સાફ કરી લો. આ લેપ લગાવવાથી પગ ખુબ જ કોમળ થઇ જશે.
બેકિંગ સોડા :
બેકિંગ સોડા ફક્ત ખાવામાં માટે જ કામ નથી કરતા. તેમાં ઘણા એવા પણ ગુણ મળી આવે છે, જે ફાટેલ એડીઓ માટે ફાયદાકારક હોય છે. ૨ ચમચી પાણી અને એક ચમચી બેકિંગ સોડાને સારી રીતે ભેળવી દો. પછી એની પેસ્ટ બનાવો. બેકિંગ સોડા અને પાણીથી બનાવેલી આ પેસ્ટને તમારી પગ ની એડી પર લગાવી દો. સુકાવા માટે ૫ થી ૧૦ મિનીટ માટે રાખો. સુકાય જાય પછી પગ ઠંડા પાણીથી ધોઈ લો અને કોઈ સુંવાળા કપડાથી પગને સાફ કરી લો. તેનાથી પગ મુલાયમ થઇ જશે.