વ્હાઇટ વિનેગર,જે ઘણી ખાણી-પીણીની વસ્તુઓમાં નાખવામાં આવે છે. પરંતુ આ દિવસોમાં સફરજનનું વિનેગર એકદમ લોકપ્રિય થયું છે. તમે પણ તેના વિશે સાંભળ્યું જ હશે. પરંતુ શું તમે જાણો છો કે સફરજનનું વિનેગર તમારી ત્વચાથી લઈને સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે?
જો આ સફરજનના વિનેગર નો ઉપયોગ યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં કરવામાં આવે તો તે અનેક રોગોને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે. જો તમને પણ ડાયાબિટીઝની સમસ્યા છે અથવા વજન ઓછું કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો,તો સફરજનનું વિનેગર તમારા માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. અહીં અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો.
સફરજનના વિનેગરના ફાયદા: સફરજનના વિનેગરનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ટાઇપ 2 ડાયાબિટીઝની સારવારમાં મદદરૂપ થઈ શકે છે. મનુષ્ય વિશેના ઘણાં અભ્યાસો દ્વારા બહાર આવ્યું છે કે જો ભોજન બાદ સફરજનના વિનેગરનું સેવન કરવામાં આવે તો તે ઇન્સ્યુલિનના કાર્યમાં સુધારો કરીને બ્લડ શુગર નું સ્તર ઘટાડવામાં મદદ કરે છે.
સૂર્યના અલ્ટ્રાવાયલેટ કિરણોથી ઘણી વખત ત્વચા લાલ પડી જાય છે અને સોજો પણ આવી જાય છે. તેને સૂર્યદાહ કહેવામાં આવે છે. આમ થવા પર એક કે બે કપ સફરજનના વિનેગરને સ્નાન માટે લેવામાં આવેલા પાણીમાં નાખો અને દસ મિનીટ સુધી શરીરને પલાળીને રહેવા દો. તેનાથી ત્વચાને ઠંડક મળશે અને ત્વચાની પીડા ઓછી થશે.
સફરજનના વિનેગર પર અત્યાર સુધી કરવામાં આવેલા તમામ અધ્યયનોમાં,તે સાબિત થયું છે કે તેને પીધા પછી વ્યક્તિને પેટ ભરેલું લાગે છે જેના કારણે તે ઓછી કેલરી લે છે અને વજન વધતું નથી. ઉપરાંત,સફરજનનું વિનેગર પીવાથી પેટની ચરબી ઓછી થાય છે અને વજન ઓછું થાય છે.
સફરજનના વિનેગરમાં પોલિફેનોલ નામનું રસાયણ હોય છે જે કોષોને થતા નુકસાનથી કોષોને સુરક્ષિત કરે છે જેના કારણે કેન્સર જેવા રોગોથી બચી શકાય છે. પરીક્ષણ ટ્યુબ અધ્યયનમાં,સફરજનનું વિનેગર કેન્સરના કોષો નો નાશ કરવામાં અસરકારક સાબિત થાઈ છે.
એક ચમચી સફરજનના વિનેગરને એક કપ પાણીમાં ભેળવીને કોગળા કરવાથી શ્વાસની દુર્ગંધ દુર થાય છે. ૧ થી ૨ ચમચી સફરજનના વિનેગરમાં તેટલું જ મધ નાખીને દર ચાર કલાકે પીવાથી કફ ની ઉધરસમાં એક બે દિવસમાં જ ફાયદો થઇ જાય છે. એક લોટા જેવા વાસણમાં ઉકળતું પાણી નાખવું પછી તેમાં થોડી ચમચીઓ સફરજનનું વિનેગર નાખીને તેનો નાહ લેવો. જરૂર પડે તો દિવસમાં બે વાર આ પ્રયોગ કરવો.
સફરજનનું વિનેગર બેક્ટેરિયા સહિતના ઘણા સુક્ષ્મજીવાણુઓને નષ્ટ કરવામાં ફાયદાકારક માનવામાં આવે છે. જ્યારે પણ તમને છાતીમાં બળતરાની તકલીફ થાય, તો એક ચમચી સફરજનના વિનેગરને પાણીમાં ભેળવીને પીવો. તેમાં થોડું મધ પણ ભેળવી શકો છો. મોઢું સાફ કરવાના કપડાને સફરજનના વિનેગારમાં પલાળીને ચહેરા ઉપર હળવેથી ઘસો. તૈલીય ત્વચા માટે ઘણું અસરકારક છે. આ ખીલમાં પણ લાભદાયક છે.
સરખા પ્રમાણમાં પાણી અને સફરજનના વિનેગરને એક સ્પ્રે વાળી બોટલમાં નાખીને ભેળવી દો, અને આ મિશ્રણને વાળ ઉપર શેમ્પુ કરીને પછી સ્પ્રે કરીને ઉપયોગ કરો. ૧૫ મિનીટ વાળને એમ જ રાખો અને પછી પાણીથી ધોઈ લો. આવું થોડા દીવસો સુધી કરતા રેહવા થી વાળ પર સારી અસર પડે છે.
સૂકી ત્વચા અને ખરજવા જેવા ત્વચા સંબંધિત રોગોને દૂર કરવા માટેનો સામાન્ય ઉપાય એ સફરજનનું વિનેગર છે. વાળની ચમકતા જાળવવા માટે,તમે સફરજનના વિનેગરથી વાળ પણ ધોઈ શકો છો. એક ભાગ સફરજનના વિનેગરમાં તેનાથી ત્રણ ગણા ભાગનું ગરમ પાણી ઉમેરવું. મચકોડાયેલા ભાગ પર આ ગરમ પાણીની ધાર કરી દિવસમાં ત્રણ વાર શેક કરવો. જલ્દીથી અને જરૂરથી ફાયદો થશે.
પથરીની સમસ્યાથી હેરાન વ્યક્તિઓએ દરરોજ એક ગ્લાસ પાણીમાં એક ચમચી સફરજનનું વિનેગર નાખીને પીવાથી જરૂર ફાયદો થાય છે. તેનાથી પિત્તાશયની પથરી પણ મટી જાય છે. સફરજનના વિનેગરમાં થોડુક જ પાણી નાખી તેમાં રૂં બોળીને નાકમાં ત્રણ થી ચાર ટીપા નાખવાથી નસકોરી ફૂટવાની સમસ્યા માંથી રાહત મળી જાય છે.
દાંતો ઉપર સફરજનનું વિનેગર ઘસો અને પાણીથી કોગળા કરો. તેનાથી દાંત સફેદ થાય છે. એક કપ સફરજનના વિનેગરને ગરમ કરીને તેમાં એક ચમચી મીઠું ભેળવીને ઈજા વાળા નિશાન ઉપર લગાવો. તેનાથી નિશાન દબાઈ જાય છે.