આજની આ વ્યસ્ત જીવનશૈલીને અને બજારૂ ખાણીપીણીને લીધે વિશ્વમાં ૯૦ ટકાથી પણ વધારે લોકોને આરોગ્યને લગતી ઘણી બધી સમસ્યાઓથી પીડાતા હોય છે. ખાસ કરીને માનસિક ટેન્શન વધારે પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત ઘણા બધા શરીરને પણ નુકસાન થાય છે. તે અનેક રોગોમાંથી મુક્તિ મેળવવા માટે રુદ્રાક્ષ એક એવું ફળ છે કે જેમાં અર્થ, ધર્મ, કામ અને મોક્ષ એ ચારે વસ્તુ આપે છે. દરેક ધાર્મિક ગ્રંથ માં રુદ્રાક્ષનો ખૂબ જ મહિમા કહ્યો છે.
જે વ્યક્તિ રુદ્રાક્ષ પહેરે છે તેને ક્યારેય માનસિક તણાવ થતો નથી. રુદ્રાક્ષના અનેક અલગ-અલગ પ્રકાર હોય છે.
રુદ્રાક્ષ પર અલગ-અલગ ધારીઓ હોય છે. તે ધારીઓની સંખ્યા 1 થી લઈને 21 સુધી હોય છે. જે પ્રકારના રોગ થયા હોય તે પ્રકારનું રુદ્રાક્ષ પહેરવાથી ખૂબ જ લાભ થાય છે. રુદ્રાક્ષ ભગવાન શિવને ખૂબ જ પ્રિય ગણવામાં આવે છે. આજ કારણથી ઘણા લોકો રુદ્રાક્ષની માળા ફેરવતા હોય છે અને મંત્ર જાપ કરતા હોય છે.
જો કોઈ વ્યક્તિ બહુ જલ્દીથી બીમાર થઈ જતો હોય અથવા તો માનસિકરીતે પીડાતો હોય તો તે વ્યક્તિએ ૧૪ મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ. ૧૪ મુખી રુદ્રાક્ષ એ તે વ્યક્તિ માટે બ્રહ્માસ્ત્ર છે તેને ક્યારે રદય રોગ, સ્નાયુના રોગ કે ત્વચાના રોગ ની પરેશાની થશે નહિ. ધાર્મિક શાસ્ત્રોમાં રુદ્રાક્ષને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે મોટામાં મોટી બીમારીઓનો ઇલાજ રુદ્રાક્ષમાં રહેલો છે. રુદ્રાક્ષ શરીર અને મન ઉપર સંયમ રાખે છે. અને સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે.
વૈજ્ઞાનિકો પણ રૂદ્રાક્ષ ને એક ઇલેક્ટ્રોમેગ્નેટિક શક્તિ માને છે. તે આપણા શરીરમાં સકારાત્મક ઊર્જા પ્રદાન કરવા માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. જે લોકોને હૃદયને લગતી બીમારી હોય તે લોકોએ રૂદ્રાક્ષ પહેરવો જોઈએ. એવું કહેવાય છે કે જો રુદ્રાક્ષ હૃદય ને અડે તો હૃદયને લગતી દરેક બીમારીઓમાંથી રાહત મળે છે. હૃદયને લગતી બીમારીઓ માટે એક મુખી રુદ્રાક્ષ પહેરવામાં આવે છે. એકમુખી રુદ્રાક્ષ પહેરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સુધરે છે. અને ઇન્દ્રિયને સતેજ બનાવે છે.
જે લોકોને બ્લડ-પ્રેશરની સમસ્યા હોય તે લોકોએ પંચમુખી રૂદ્રાક્ષ પહેરવો જોઈએ. પંચમુખી રુદ્રાક્ષ પહેરવાથી નર્વસ સિસ્ટમ સુધરે છે અને ઘરમાં ખુશીઓ રહે છે. જે લોકો ને મન ખૂબ જ ચંચળ હોય તો તે લોકોએ 6 મુખી રુદ્રાક્ષનો ઉપયોગ કરવો જોઈએ. જો નાના બાળકોને છ મુખવાળું રુદ્રાક્ષ પહેરવામાં આવે તો તેને અભ્યાસમાં એકાગ્રતા ખૂબ જ વધી જાય છે. રુદ્રાક્ષ હદયરોગ, કોલેસ્ટ્રોલના સ્તરને જાળવી રાખવા ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. જે લોકોને આંખોમાં ખંજવાળ આવતી હોય અથવા તો આંખોમાં બળતરા થતી હોય તો તે વ્યક્તિએ રુદ્રાક્ષ ધારણ કરવાથી આંખોમાં થતી સમસ્યામાં રાહત મળે છે. અને વધતી ઉંમરે પણ આંખોની નસો નબળી પડતી નથી.
આ સિવાય જો શરીરમાં કોઈ પણ દુખાવો થતો હોય તો તે વ્યક્તિને પણ રૂદ્રાક્ષ પહેરવો જોઈએ. કારણકે રૂદ્રાક્ષમાં એવું તત્વ રહેલું છે જે શરીરની નસોમાં થતા અવરોધને દૂર કરવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. જો રુદ્રાક્ષ પહેરવામાં આવે તો દરેક પીડા અને રોગમાંથી મુક્તિ મળે છે. રુદ્રાક્ષ પહેરવાથી યાદશક્તિ વધે છે. આ સિવાય તણાવ, ચિંતા ની સમસ્યાથી છુટકારો આપે છે.
રુદ્રાક્ષ ડાયાબિટીસ નું સ્તર પણ સંતુલિત રાખે છે. જે લોકોને કિડનીને લગતી પરેશાનીઓ હોય તે લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ ઉપરાંત રુદ્રાક્ષ પહેરવાથી માથાનો દુખાવો, ડિપ્રેશન, તણાવ વગેરે જેવી સમસ્યાઓ દૂર થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં એવું કહેવામાં આવે છે કે દરેક રોગ થવા પાછળનું મુખ્ય કારણ ગ્રહોની પ્રતિકૂળતા હોય છે જો રુદ્રાક્ષ ધારણ કરવામાં આવે તો ગ્રહોની પ્રતિકૂળતા દૂર થાય છે.
રુદ્રાક્ષ પહેરવા માટે અમુક નિયમો છે રુદ્રાક્ષની જ માળા નો ઉપયોગ આપણે મંત્રજાપ માટે કરીએ છીએ તે ક્યારેય પહેરવું ના જોઈએ. રુદ્રાક્ષને જ્યારે પહેરીએ ત્યારે શુભ મુહૂર્તમાં જ પહેરવું જોઈએ. તેને ગમે ત્યારે પહેરી શકાય નહીં. જે બધા નિયમોનું પાલન કરીને રુદ્રાક્ષ પહેરે છે તેના દરેક દુઃખ અને કષ્ટ દૂર થાય છે. અને મનોકામના પૂર્ણ થાય છે. રુદ્રાક્ષ એ ભગવાન શિવને ખૂબ જ પ્રિય વસ્તુ ગણવામાં આવે છે.