મફત 1 દિવસમાં દાઢ સડી ગઈ હોય, કળતા દાંત, ડાપણ દાઢનો દુખાવો 110% ગાયબ,દવાખાના ના દોડા નહિ કરવા પડે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

અત્યારના સમયમાં દરેક લોકોને મોટાભાગે દાંતને લગતી સમસ્યાથી પીડાતા હોય છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના દરેક ને દાંત નો દુખાવો સહન કરવો પડતો હોય છે. દાંત નો દુખાવો થાય તે ખૂબ જ અસહ્ય લાગે છે. અને તેના લીધે ઘણી વખત માથામાં કે કાનમાં પણ દુખાવો થવા લાગે છે. ઘણી વખત દાંતમાં સડો થવાને કારણે દાંતને કઢાવવો પડે છે. અને ત્યાં તેની જગ્યા થઈ જાય છે. તો આજે આપણે એવા ઘરેલૂ ઉપાય જણાવીશું જેના મદદથી ડોક્ટર પાસે જવા કરતાં ઘરે જ કોઈ પણ પૈસાનો ખર્ચ કર્યા વગર દાંતની સમસ્યા દૂર કરી શકાય છે તો ચાલો આજે આપણે જાણીએ તેના વિશે.

ઘણી વખત શરીરમાં કોઈ વિટામિન તત્વોની ઉણપના કારણે અથવા તો ખરાબ આદતને કારણે દાંત માં તકલીફ સર્જાય છે. અને બેક્ટેરિયા દાંતમાં પેદા થાય છે. સૌપ્રથમ દાંતના દુખાવા માટે લવિંગ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. કોઇપણ જાતનો દુખાવાને કાબૂમાં રાખવા માટે લવિંગનું તેલ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. એક રૂ નું પૂમડું બોળી ને પછી જ્યાં દાંત દુઃખતો હોય ત્યાં દાંત નીચે દબાવી દેવાથી દાંતમાં રહેલાં બેક્ટેરિયા મરી જાય છે અને દાંતનો સડો દૂર થઈ જાય છે.

આ ઉપરાંત ડુંગળીથી પણ દાંતનો દુખાવો દૂર થાય છે. ૨૦ થી ૩૦ મિનિટ સુધી ડુંગળી ચાવવાથી દાંતમાં થયા હોય તે બેક્ટેરિયા મરી જાય છે. અને દાંતનો દુખાવો દૂર થાય છે. પાયોરિયા ના ઈલાજ માટે મીઠું ખૂબ જ ઉપયોગી છે. મીઠું એક એન્ટી બેક્ટેરિયલ ગુણ ધરાવે છે. જેના કારણે બેક્ટેરિયાનો નાશ થાય છે. જો દાંતમાં દુખાવો થતો હોય તો મીઠાવાળા પાણીના કોગળા કરવાથી થોડા દિવસમાં જ આ બીમારી નાબૂદ થઈ જાય છે.

લીમડો એ એક એવી ઔષધી છે કે, જે મોટાભાગના રોગો માટે ઉપયોગી હોય છે. તેમાંપણ દાંતના દુખાવા માટે પણ લીમડો ખૂબ જ ઉપયોગી છે. લીમડાના પાનનો રસ કાઢીને તેને ગરમ પાણી સાથે કોગળા કરવાથી પાયોરિયા મટી જાય છે. આ ઉપરાંત લીમડાનું દાતણ કરવાથી પણ દાંતને લગતી દરેક સમસ્યા માં રાહત થાય છે.

આ ઉપરાંત દાંતના દુખાવાથી મુક્તિ મેળવવા માટે ચણોઠીના મૂળ ખુબ જ ઉપયોગી છે. ચણોઠીના મૂળને નુ દાતણ કરવાથી પણ ફાયદો થાય છે. આ ઉપરાંત બારીક વાટેલુ સુંઠ અને નવસાર ને સરખા ભાગે લઈને તેનું ચૂર્ણ દાંતે ઘસવાથી દાંતના દુખાવામાં તરત જ રાહત થઈ જાય છે. દાંતના દર્દમાં ફુદીનાનું તેલ પણ એક ખૂબ જ અસરકારક છે. ફુદીનાનો થોડું તેલ દાંત પર ઘસવાથી તરત જ રાહત થઈ જાય છે.

દાંતના થતા દુખાવા માટે ફટકડી નો ઉપયોગ પણ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. દાંતમાં સડો થયો હોય કે પેઢા દુખતા હોય તો અથવા તો કોઈ દાંત તુટ્યો હોય અને દાંત કળતો હોય તો તેની માટે ફટકડી ખૂબ જ ઉપયોગી છે. તેની માટે એક કપ પાણીમાં એક ટુકડો ફટકડીને ઓગળીને પછી તેને તે પાણીથી ત્રણ-ચાર મિનિટ પાણી મોઢામાં રાખવાથી પણ તરત જ ફાયદો થાય છે.

તુલસીના પાનનો ઉકાળો કરીને તેના કોગળા કરવાથી પણ દાંતનો દુખાવો કાયમ માટે દૂર થાય છે. લવિંગનું તેલ અને તલનું તેલ બંને સરખા ભાગે લઈને તેમાં કપૂર નાખી ને તેના જ્યાં દુખાવો થતો હોય ત્યાં પેઢા પર મુકવાથી પણ તરત જ રાહત થાય છે. અત્યારની જનરેશનમાં મોટાભાગે લોકો ટૂથપેસ્ટનો ઉપયોગ કરતા હોય છે. જેમાં ઘણી વખત કેમિકલને કારણે પણ દાંતમાં દુખાવો થાય છે. મોટા ભાગે બને ત્યાં સુધી દાતણનો ઉપયોગ કરવો જોઈએ. તેમાં વડનું દાતણ, લીમડાનું દાતણ, આવળ નો પણ ઉપયોગ કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top