સાવ મફત મળતી આ ઔષધી છે સોના કરતા પણ કીમતી, મચકોડ, ડાયાબીટીસ, કોઢનો 100% દવા કરતાં વધુ અસરકારક ઈલાજ, કોઈક ને આંગળી ચીંધવાનું કામ કરજો આશીર્વાદ મળશે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આપણે જ્યારે પણ ગામડા માં જઈએ છીએ ત્યારે સીમના શેઠે પીળા કલરના ફૂલને જોયા હશે. આ ભારતમાં દરેક જગ્યાએ જોવા મળે છે. વનવગડામાં અને રસ્તાની બાજુમાં અને પડતર જમીનમાં આ ફૂલ આપણે વધારે પ્રમાણમાં જોયા હોય છે. આવળ ને ત્રણ જાત હોય છે. મીંઢી આવળ, ધોળી આવળ અને પીળી આવળ. આવળનો છોડ 3 થી 8 ફૂટ ઊંચો થાય છે. અને તેને પીળા કલરના ફૂલ આવે છે. ફૂલને પાંચ પાંખડી હોય છે. આવળ ની સીંગો તપખીરીયા રંગની હોય છે. અને તેની છાલ તુરી અને ગળચટ્ટી લાગે છે. આવળના પાન પાલી વાળી હોય છે.

આવળ ના બીજ વિષને હરી લે છે. આવળ કડવી, શીતળ, આંખને ઠંડક આપનારી અને પિત્તનાશક છે. આ ઉપરાંત આવળનાં સેવન કરવાથી ગુમડા, ઉધરસ, કૃમિ, ખંજવાળ, પિત્ત, કફ, તાવ, સોજો વગેરે રોગોને મટાડે છે. તો ચાલો આજે આપણે જાણીએ આવળને આપણા શરીરને મળતા અલગ અલગ લાભો વિશે.

મીંઢી આવળ ના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામ છે. જેમ કે, સેના, સોનામુખી, વીર, આઈનીલા, વીર આઈસે, મુખી, નિલાખા વગેરે. શરીરમાં કોઈપણ જગ્યાએ મચકોડ આવી હોય તો તેના માટે આવળ જેવો બીજો કોઈ ઉપાય નથી. મચકોડ ને તરત જ મટાડવા માટે આવળના પાન ને બાફી ને પોટલીમાં બાંધી ને જ્યાં સોજો થયો હોય ત્યાં બાંધવાથી તરત જ પીડા મટી જાય છે. અને મચકોડ પણ સારો થાય છે. આ ઉપરાંત તે આંખ ને ખૂબ જ ફાયદાકારક છે.

સગર્ભા સ્ત્રીને જો ઉલટી થાય તો આવળના 10 ગ્રામ જેટલા ફૂલને લઈ ગાયના દૂધમાં સાકર મેળવીને પીવડાવવાથી ઊલટીમાં તરત જ રાહત થાય છે. જો મોઢું આવી ગયું હોય તો આવળના પાન ને ઉકાળીને કોગળા કરવાથી મોઢું તરત સારું થઈ જાય છે. અને જો મોઢામાં ગરમી નીકળી હોય તો આવળના આવળના પાન ને ચાવવાથી ગરમી મટે છે. આવળનો દાતણ તરીકે પણ ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે.

ડાયાબિટીસના દર્દીઓએ આવળના પંચાંગનું ચુર્ણ અડધીથી એક ચમચી જમતા પહેલા લેવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે. આ ઉપરાંત તેના ફૂલો ને સુકવીને તેનો પાવડર બનાવી તેને ગરમ પાણી સાથે લેવાથી પણ ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદો થાય છે. આવળના ફૂલનો ઉપયોગ પેશાબના રોગો તેમજ ચામડીના અને પેટના રોગોમાં ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. જો નાના બાળકને ઝાડા ઉલટી થઈ હોય તો આવળ અને રીંગણા મૂળની છાલને ઘસીને પાવાથી બાળકને તરત ઝાડા ઉલ્ટીમાં ફાયદો થાય છે.

આવળના ફુલોનો એક વાર પીવાથી મધુમેહ તેમજ મૂત્ર રોગોમાં રાહત થાય છે. જો આંખ ના રોગો થયા હોય તો આવળના પાન ને દૂધમાં નાખીને બાફીને આંખો બંધ કરી આંખો પર બાંધવાથી દુખતી આંખો મટે છે. ઘણી વખત એક ધારુ બેસી રહેવાથી અથવા તો લાંબો સમય સૂઈ રહેવાથી કે ઊભા રહેવાથી ઘણી વાર વાંસો કે બરડો જલાય જાય છે. અથવા તો દુખવા લાગે છે. તો તેની માટે આવળના પાન ને ખાટલા ઉપર પાથરી તેની પર સૂવાથી જકડાયેલા અંગો છૂટા પડી જાય છે.

આવળ ના ફૂલ નો ઉકાળો પીવામાં આવે તો શરીરની લોહીની ખામી આ ઉપરાંત આંખની નબળાઇમાં ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આવળનાં મૂળનો ક્વાથ બનાવીને પીવાથી પેટને લગતી તમામ સમસ્યાઓ દૂર થાય છે. જેમ કે, પેટની પીડા, જાડા, પેટમાં આફરો વગેરે બીમારીઓ દૂર થાય છે. આવળના મૂળની છાલ ચાવવાથી અતિસાર કે ઉલટી તરત જ બંધ થઈ જાય છે.

આ ઉપરાંત ઘણી વખત ઢોર-ઢાકર ના ગાય બળદ ના પેટમાં આફરો ચડ્યો હોય કે જીવાત પડી હોય તો આવળના પાન ને ખવડાવવાથી બળદ ના પેટમાં રહેલા જીવડા મરી જાય છે. ઘણી વખત તો ગાયના મોઢામાંથી ખૂબ જ વધારે પડતી લાળ પડતી હોય તો આવળના પાન ને મીઠા ની સાથે વાટીને જીભ પર ઘસવાથી લાળ બંધ થાય છે. અને ઢોર નીરણ ખાવા માંડે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top