દરેક લોકોના ઘરમાં સોપારીનો મંદિરમાં અને પૂજામાં ઉપયોગ થતો હોય છે. મંદિરમાં તેની પૂજા કરવામાં આવે છે. ગણપતિ ની આજુબાજુ રિદ્ધિ સિદ્ધિ તરીકે પૂજવામાં આવે છે. કોરોના મહામારી ના સમયમાં દરેક લોકોને પોતાના સ્વાસ્થ્ય અંગે ખૂબ જ કાળજી રાખવી હોય છે. સામાન્ય રીતે દરેક લોકો એવું વિચારતા હોય છે કે સોપારી ખાવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થાય છે.
પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે, સોપારી ખાવાથી અઢળક ફાયદા પણ થાય છે. આજના સમયમાં મોટાભાગના લોકો તમાકુ સાથે સોપારી ખાય છે. માવા ખાય છે, પરંતુ તમાકુ વગર સોપરીનું સેવન કરવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. દુનિયામાં સોપારીનો ઉપયોગ દવાઓ બનાવવા માટે પણ થાય છે.
સોપારીમાં પ્રોટીન, ખનીજ તત્વો, કાર્બોહાઈડ્રેટ, ટેનિન, ગેનીક વગેરે તત્વો આવેલા છે. સોપારી ચામડીના રોગોમાં ખુબ જ ફાયદાકારક સાબિત થઈ છે. જેમકે, ખસ, ખંજવાળ, ખરજવું, ધાધર વગેરે રોગોમાં સોપરીને ઘસીને ચોપડવામાં આવે તો તેમાં તરત જ રાહત મળે છે. આ ઉપરાંત કોઈપણ જગ્યાએ ઘા વાગ્યો હોય અને લોહી બંધ ન થતું હોય તો સોપારી નો પાવડર બનાવીને તેને લગાવવાથી પણ લોહી તરત જ બંધ થઈ જાય છે. બહુમુત્રતામાં પણ સોપારીના ચૂર્ણને ગાયના દૂધ સાથે સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે.
ડાયાબિટીસને કારણે ઘણીવાર મોઢું સુકાઈ જાય છે. જો આ સમસ્યા થાય તો મોઢામાં સોપારીનો એક ટુકડો રાખવાથી ડાયાબીટીસ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ ઉપરાંત સોપારીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા હોય છે. તે દાંતમાં કીડા ને મારવા માટે પણ ઉપયોગ થાય છે. તે માટે સોપારી ને પહેલા શેકી પછી તેનો પાવડર બનાવી લો. થોડો લીંબુનો રસ અને કાળું મીઠું મેળવીને દાંત સાફ કરવાથી દાંત ચમકવા લાગશે. આ ઉપરાંત દાંતના કીડા પણ મરી જશે.
આ ઉપરાંત સોપારી ખાવાથી હાઈ બ્લડ પ્રેશર ને પણ કાબૂમાં લાવી શકાય છે. સોપારી મા ટેનીન નામનું તત્વ હોય છે. આ ઉપરાંત સોપારી ખાવાથી તણાવમાં પણ રાહત મળે છે. ઘણી વખત ઘણા લોકોના મોઢામાં લાળનું પ્રમાણ વધારે જોવા મળે છે. એટલે તેનું મોઢું સુકાય જાય છે. અને તેના કારણે મોઢામાંથી વાસ આવે છે. જે લોકોને મોઢામાંથી વાસ આવતી હોય તે લોકોએ સોપારીનો એક ટુકડો મોઢામાં રાખવાથી દુર્ગંધ દૂર થાય છે. સોપારી અને હળદર અને ખાંડને મિક્સ કરીને ખાવાથી ઉલટી તરત જ બંધ થઈ જાય છે.
જે લોકોને પેશાબ રોકાઈ રોકાઈને આવતો હોય અથવા વારંવાર આવતો હોય તે લોકોએ સોપારી નું સેવન કરવું જોઈએ. જો તમે કબજિયાતથી પીડાતા હોય તો સોપારી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તે માટે સોપારીનો ટુકડો ખાવાથી કબજિયાત દૂર કરે છે.
ઘણા લોકોને પેટમાં કીડા થી પીડાતા હોય છે. તેને સોપારી નો ઉકાળો બનાવીને પીવાથી પેટના કીડા નો નાશ થાય છે. આ ઉપરાંત આંતરડા સાથે જોડાયેલી બીમારીઓમાં પણ રાહત મળે છે. આ ઉપરાંત સોપારી નું નિયમિત સેવન કરવાથી કબજિયાત અને ઝાડા માં રાહત મળે છે.