ઘણી વખત કોઈપણ વાયરીંગ ને અડતા જ વીજળીનો કરંટ લાગી જાય છે. તેમાં પણ ભીના હાથે અડવામાં આવે તો મોતનું કારણ બની શકે છે. કરંટ લાગવાથી તરત જ તેને પ્રાથમિક સારવાર કરવી જોઈએ. નહીં તો, વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે. અને જે વ્યક્તિ વીજળીના તાર ના સંપર્ક માં હોય તેને તરત જ ડાયરેક્ટ અડવું નહીં. નહીં તો તમારો જીવ પણ જોખમમાં થઈ શકે છે.
જો કોઈ વ્યક્તિને વીજળીનો કરંટ લાગ્યો હોય તો સૌપ્રથમ સુકી લાકડી કે દોરીની મદદથી તેને વીજળીના તાર થી દૂર કરો. અથવા તો તમે વાયરને કુહાડીથી કાપી પણ શકો છો. પરંતુ ધ્યાન રહે કુહાડીનો હાથો લાકડાનો હોવો જોઈએ. આ ઉપરાંત વીજળીનો કરંટ લાગતા પીડિતને સીપીઆર ની મદદ થી 10 મિનિટમાં જ ભાનમાં લાવી શકાય છે. આ ઉપરાંત વ્યક્તિને કરંટ લાગે તો કુત્રિમ શ્વાસ લેવાની પ્રક્રિયા તરત શરૂ કરી દો. એટલે કે તેની છાતી પર એક ફૂટના અંતરથી જોરદાર તકો મારો.
વીજળીનો કરંટ લાગતાં તરત જ તેને પ્રાથમિક સારવાર કરવી જોઈએ. કારણ કે જો 4-5 મિનિટ જતી રહે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઇ જશે છે. એટલે હોસ્પિટલ લઇ જવાનો સમય રહેતો નથી. એટલે હૃદયને સારી રીતે દબાવી આપવાથી પણ જીવ બચી શકે છે. આ ઉપરાંત કૃત્રિમ શ્વાસોશ્વાસ બને તેટલી જલ્દી આપવાનું શરૂ કર્યું. આ ઉપરાંત દરદીને તરત જ ગરમી આપો. આ ઉપરાંત દર્દીને પીઠ ઉપર રાખી પગ માથા કરતા વધારે ઊંચા રાખો. જેનાથી લોહીનું પરિભ્રમણ વધી જશે. જો વીજળીના કરંટ ના કારણે લોહી નીકળતું હોય તો તે બંધ થઈ જશે.
જો દર્દીને અસ્થિભંગ થયું હોય તો તેના પર તરત જ પાટા બાંધી દેવું જોઈએ. અને જો દર્દીને પેટ પર કોઈ ઈજા ન થયો હોય તો તેમને ગરમ પ્રવાહી પીવા માટે આપો એટલે તેને થોડી રાહત થશે. આ ઉપરાંત હોસ્પિટલ લઈ જવાની જલ્દી તૈયારી કરો. જ્યારે વીજળીનો કરંટ લાગે છે. ત્યારે દર્દી હોશમાં આવે એટલે તરત તેને ખાવા માટે કોઈપણ વસ્તુ ન આપો. પરંતુ જ્યાં જખમ થયું છે અથવા તો પંચર પડી ગયા છે તેની પર મલમ કરીને તેને સારવાર કરો.
આ ઉપરાંત તેની સાથે ફોબિયા જેવું વર્તન ન રાખો. કારણ કે જો તેને ડર મનમાં બેસી જશે તો જિંદગીભર તે ડરમાંથી બહાર નહીં આવી શકે. જો તમારી આજુબાજુ કોઈ વ્યક્તિ ને કરંટ લાગ્યો છે. તો અને તે ભાનમાં નથી તો તે વ્યક્તિને તમારા મોઢાથી શ્વાસ આપતા રહો. આવું કરવાથી પીડિતને ઓક્સિજન મળી રહે છે. આ ઉપરાંત છાતી માં વારંવાર દબાવતા રહો. જેના કારણે હાર્ટ બીટ પણ ચાલતા રહેશે. નહીં તો વ્યક્તિનું મૃત્યુ થવાની પણ સંભાવના રહે છે.
આ ઉપરાંત જો કોઈ વ્યક્તિને કરંટ લાગે છે અને તે પોતાની જાતે જ શ્વાસની ક્રિયા કરી શકે છે. તો તે વ્યક્તિ ઉપર થોડું પાણી જ નો છટકાવ કરી શકો છો. અને જો શરીરમાંથી લોહી નીકળી રહ્યું હોય તો તેને રોકવા માટે કોઈ સુતરાઉ કપડું બાંધી દેવું. ત્યારબાદ જેમ બને તેમ જલ્દી દવાખાને લઈ જવાની કોશિશ કરો.