વગેલા ઘા-જખમ, હાડકાંના દુખાવા અને બાળકોના દરેક રોગમાં 100% અસરકારક આયુર્વેદિક ઉપચાર છે આ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

રાળ એ ઝાડનો ગુંદર છે. એ નરમ ઢીલો હોવાથી જલદી પીસી શકાય છે. દેતવાની થોડી ગરમીથી પણ તે પીગળી જાય છે. એને સખત ખાંડેલી રાળ સફેદ રંગની થાય છે. તેમાં સ્વાદ તથા ચીકાશ પણ હોય છે. કેટલાકો એને શાલનાં ઝાડનો રસ-ગુંદ પણ કહે છે.

આ રાળ એક પ્રકારનું દૂધ ગણાય છે. રાળ ગુણમાં શીતલ, કૃમિઘ્ન, ઉષ્ણ તથા ત્રણ રોપણ છે. એ ઝાડા, સંગ્રહણી અને આમને મટાડે છે. દાઝવા ઉપર મલમરૂપે લગાડાય છે. રાળનો મુખ્ય ઉપયોગ ઝખમ રૂઝવવા થાય છે. આ ઉપરાંત વાત, પિત્ત, ત્રિદોષ, રક્તદોષ, વ્રણ, શૂળ, અતિસારના રોગોમાં ઉપયોગી છે. હવે અમે તમને જણાવીશું રાળના અલગ અલગ ઉપયોગો વિશે.

રાળ મગજને સાફ કરે છે. રાળ અપસ્માર તથા જલંધરમાં ફાયદો કરે છે. તેને એક ચમચી જેટલું ત્રણથી પાંચ દિવસ સુધી પીવાથી પ્લીહાને ફાયદો કરે છે અને શરીરને પાતળું કરે છે. એક ચમચી રાળ તથા ચાર વાલ સાકર મેળવી ઉંમર પ્રમાણે આપવાથી ઝાડો તથા અતિસાર મટે છે.

રાળને ઘીમાં તળી નાગકેસર સાથે આપવાથી સંગ્રહણી મટે છે. રાળનો ધૂપ કરવાથી હવાની શુદ્ધિ થાય છે. એનું ચૂર્ણ સરસવનું તેલ એકત્ર કરી ધૂપ દેવાથી હરસ અને રક્તસ્રાવ બંધ થાય છે. અતિસાર માટે રાળની બીજી દવાઓ સાથે ફાકી બનાવી લેવાથી રાહત થાય છે.

રાળ, સરસવ, શુદ્ધ હિંગાળો, શુદ્ધ ગંધક દરેક એક તોલો, સફેદ લોબાન, ગુલાબનાં સૂકેલાં ફૂલ, કપૂર, તપકીર, બાવળનો ગુંદર દરેક બે તોલા લઈ તમામનું બારીક ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ અડધો તોલો જેટલું લઈ એલચી તથા સાકર સાથે આપવાથી પ્રદર, નાકમાંથી તથા છાતીમાંથી લોહી પડતું હોય તેને ઉપયોગી છે. એ ચૂર્ણ શરીર પર છાંટવાથી દાણ તથા પરસેવો મટે છે, સહેજ ગુલાબજળમાં ભીંજવીને મોં પર લગાવવાથી મોઢાને દીપાવે છે તથા ચામડીને સુંવાળી બનાવે છે.

કબજિયાત, ઝાડા દૂર કરવા માટે રાળનો ઉપયોગ કરવામાં આવે છે. રાળમાં મધ અને ઘી નાખીને બાળકોને પીવડાવવાથી વારંવાર થતાં ઝાડા દૂર થાય છે. હાડકાંની સમસ્યાઓ દૂર કરવા માટે તેનો લેપ કરીને લગાવવામાં આવે છે. વસ્ત્રગાળ દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે.

રાળ, પાષાણભેદ, એલચી દરેક અઢી તોલા, લીમડાંની છાલ, કરિયાતું, દરેક અઢી તોલા, સાકર પાંચ તોલા દરેકનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી દસથી બાર ઘઉં ભાર આપવાથી હરસ દૂર થાય અથવા લોહી પડતું બંધ થાય છે. રાળ, મીણ, દરેક અઢી તોલા શંખજીરું બે તોલા, ફટકડી દોઢ તોલો, કાથો એક તોલો, ગેરૂ એક તોલો, મીઠું તેલ પાંચ તોલા એ તમામનો મલમ બનાવવો. આ મલમ ભગંદર નવા જખમને રૂઝવવા ઉપયોગી નીવડશે.

રાળના ચૂર્ણમાં પાણી નાખીને તેને ઉકાળવું જોઈએ. થોડું ઘાટું થાય ત્યાં સુધી ઉકાળવું ત્યારબાદ તેને ઠંડુ થવા દેવું જોઈએ. તે દુ:ખાવા કે સોજો આવી જાય ત્યાં લગાવવાથી ખૂબ ફાયદો થાય છે. હાડકાંના દુખાવા માટે તેનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. જખમ જેવા રોગો દૂર કરવા માટે તે ફાયદાકારક બને છે.

રાળ, ઓથમીજીરું, કાથો, મોચરસ, ખેરસાર એ તમામ વસ્તુ સરખે ભાગે લઈ ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ એકથી પા તોલો લઈ દહીં તથા સિંધવ સાથે આપવાથી અતિસાર, રક્તાતિસાર મટે છે. આ ઉપરાંત બાળકોને આમવાયુ થયું હોય તેના ઉપર પણ ઘણું ઉપયોગી છે.

પગના તળિયામાં ચીરા અને તિરાડ પડે છે. તે જ્ગ્યાએ રાળનો મલમ લગાવવો જોઈએ. તે મલમ બનાવવા માટે રાળ, વસ્ત્રગાળ, નાળિયેર તેલ, કપૂર, કેસર, મોરથૂથૂ લેવું જોઈએ. તે બધી વસ્તુને મિક્સ કરીને તેમાંથી નીકળતું પાણીને કાઢી નાખવું. તેમના પર મોરથૂથૂ નાખીને તેમનું પાણી કાઢતું જ્વું. તે ઔષધિઓને મિક્સ કરીને મૂકી રાખવી બીજા દિવસે તેમાથી નીકળતું પાણી કાઢીને તેને એક બોટલમાં રાખીને તેનો ઉપયોગ કરવો જોઈએ.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top