વગર દવાએ જૂની ઉધરસ, ગેસ-એસિડિટી માટે 100% અસરકારક છે માત્ર આ ઘરેલુ ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

આપણે સૌ ખોરાકનો સ્વાદ વધારવા માટે મરી – મસાલાનો ઉપયોગ કરતાં આવ્યા છીએ. પરંતુ શું તમે જાણો છો, મરી – મસાલા ફક્ત સ્વાદ વધારવા માટેજ નહિ પણ શરીરના અનેક રોગને દૂર કરવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે. ચાલો આપણે આ લેખ દ્વારા જાણીએ મરી-મસાલા ના ફાયદા વિશે.

મરી ગુણમાં ગરમ તીખાં, વાયુ દૂર કરનાર દીપક અને પાચક હોય છે. મરી સ્વાદ વધારવાની સાથે શરીરને ડાયાબિટીસ થી બચાવે છે. સુંઠ પાચક, સારક, દીપક, રુચિવર્ધક, કંઠને હિતકારક જેવા ગુણધર્મ ધરાવે છે. સૂંઠ વાયુ, ખાંસી, કબજિયાત, ઊલટી, દમ મટાડે છે.

હિંગ ગુણમાં ગરમ, વાયુ હરનાર, કૃમિ મયડનાર, ઉશ્કેરાટ સમાવનાર, પેટના તમામ રોગોમાં હિતકર છે. હિંગ ખુશબુદાર, અગ્નિપ્રદ, વાયુ, આફરો, ગોળો વગેરે મટાડનાર માનવામાં આવે છે. રાઈ સ્વાદે ગરમ, કડવી, તથા ગુણમાં પિત્ત વધારનાર, તીખી, દાહ કરનાર, દીપન કરનાર છે આ ઉપરાંત તે વાયુ, કફ, કૃમિ અને કંઠ રોગ મટાડે છે.

ઉત્તમ મસાલામાં મેથી ની ગણતરી કરવામાં આવે છે. તે શરીરને શક્તિ પ્રદાન કરે છે. આ ઉપરાંત તે વાયુને હરે છે અને શક્તિ વધારે છે, અને શરીર માટે ઉતમ ગુણકારી માનવામાં આવે છે. જીરું ગુણમાં તીખું, ગ્રાહી, પાચક, દીપક, હલકું અને આંખ માટે લાભપ્રદ, અને ભોજન પચાવનારું છે. જીરું ગર્ભ શોધક ગણાય છે. તે ગર્ભની રક્ષા કરે છે. તે સ્વાદમાં કડચું લાગે છે પરંતુ વાયુ, જ્વરને દૂર કરે છે.

ધાણામાં મધુર, દીપન, સ્નિગ્ધ, ઠંડા, મૂત્રલ, પાચક, ગ્રાહી, રુચિકર અને સુગંધી ગુણ રહેલા છે. ધાણાથી જ કોથમીર બને છે. ધાણા આંખના દરેક રોગમાં અકસીર અસર દર્શાવે છે. તે તાવ અને પેશાબની બીમારી પણ દૂર કરે છે. મરચાં સ્વાદે તીખાં, અને ગુણમાં પિત્તવર્ધક વાયુ, કફને હરનાર છે. તે દાહક પણ છે. રસોઈમાં લીલું મરચું લાભ કરે છે. લાલ મરચાં હાનિકારક સાબિત થાય છે.

હળદર સ્વાદે જરા કડવી, તથા કફ મટાડનારી, તૂરી, રક્ત શોધક હોય છે તે ચામડીનાં તમામ દર્દોમાં અતિ ઉત્તમ માનવામાં આવે છે, હળદર સ્વર સુધારે, આંતરડા તેમજ કંઠના દોષ દૂર કરેછે આ ઉપરાંત હળદર પાંડુ, અરુચિ, કૃમિ તથા ખાંસીમાં લાભપ્રદ અને અતિ ગુણકારી સાબિત થાય છે.

લસણમાં તીખું, સુગંધી, વીર્ય વધારે, રસાયણ, પાચક, મધુર, પિત્ત અને રક્તને કોપાવનાર, દીપક, બળકારક જેવા ગુણો રહેલા છે. લસણ અરૂચિ, અજીર્ણ, કફ, વાયુ, કૃમિ, હેડકી, દમ, આમશુળ, ઉધરસ અને અગ્નિમાંઘ મટાડે છે. લસણ વાવવાથી લીલું લસણ ઘાસની માફક થાય છે. શિયાળાની સિઝનમાં આ લસણ ખાવાથી વર્ષભરની શક્તિ મળે છે.

તજ સ્વાદે તીખુ, અને પિત્તકારક, મધુર, કંઠશોધક, લઘુ, રૂક્ષ, કડવી, બસ્તિશોધક અને ગરમ ગુણ વળુ હોય છે. હેડકી, વાયુ, ઉધરસ, આમવાત, હરસ, કૃમિમાં તજ લાભપ્રદ સાબિત થાય છે. ફુદીનો ગુણમાં મધુર, ભારે, રુચિકારક, બળ આપનાર, મળમૂત્રને અટેકાવનાર, હોય છે. આ ઉપરાંત વધુ પડતાં ઝાડા અને સંગ્રહણી, તાવ અને કરમીયાનો નાશ કરનાર પણ છે.

એલચી શીતળ, મધુર, તીખી, લધુ, સુગંધી, પિત્તકારક હોય છે, તે તમામ પ્રકારના મુખરોગ મટાડે છે અને મસ્તકના રોગને પણ દૂર કરે છે. એલચી વાયુ, શ્વાસ, કફ, પિત્ત, હૃદયરોગ, તરસ, ભૂખ, બસ્તિ અને માથાના દર્દમાં લાભપ્રદ સાબિત થાય છે. એલચી ઊલટી પણ મટાડે છે.

પાકેલી આંબલી ખાટી, મધુર હોય છે આ બધા રસ તેના ગુણમાં વધારો કરે છે. આંબલી પિત્તનું શમન કરે છે, આ ઉપરાંત વાયુ, કફમાં પણ લાભ કરે છે. જાયફળ સુગંધી હોય છે અને તે બાળકોને માટે ઉમદા સાબિત થાય છે. દૂધમાં જાયફળ નાંખીને પીવાથી દૂધ પચે છે અને શક્તિ વધે છે. બધી જ દવાઓમાં જાયફળ ઉત્તમ માનવામાં આવે છે.

લવિંગ મુખશુદ્ધિ અને કંઢશુદ્ધિ કરે છે. તે જઠરાગ્નિ તેજ કરે છે. મગજને શક્તિ પૂરી પાડે છે અને કોલેરા અને અન્ય રોગોમાં સહાયક બને છે. કેસર સુગંધી હોય છે માટે તે ખોરાકનો સ્વાદ વધારવા માટે વાપરવામાં આવે છે. તે વીર્યવર્ધક પણ છે. શૂળ, ભૂખ લગાડે, વાયુ, કફ, ઊલટી મટાડી શરીરમાં શક્તિ વધરવા માટે કેસર ઉત્તમ છે. કાચું કોપરું શરીરને શક્તિ પ્રદાન કરે છે.

કોપરું વાયુ, શ્વાસ, કફ, પિત્ત, હૃદયરોગ, તરસ વગેરે રોગમાં લાભદાયી સાબિત થાય છે. કોપરાને પીલીને તેલ કાઢવામાં આવે તેને કોપરેલ કેહવાય છે. માથાના રોગમાં કોપરેલ અતિ ઉત્તમ માનવામાં આવે છે. મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here