મફતમાં મળતી આ દવા માથાથી લઈ પગ સુધીના દરેક રોગ માટે છે 100% અસરકરક, માત્ર આ રીતે કરો ઉપયોગ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

બાવળ એ એક કાંટાળી વનસ્પતિ છે. બાવળ સ્વાદમાં કડવો, મધુર અને તૂરો, ઠંડો, પચવામાં ભારે, ગ્રાહી (સંકોચક), રક્ત શુદ્ધિકર તથા કફ અને પિત્તશામક છે. તે આમદોષ, રક્તવિકાર, કફ, પિત્ત, ત્વચાવિકાર, કૃમિ, ઉધરસ, બળતરા, વાયુદોષ અને મૂત્ર સંબંધી વિકારોને મટાડનાર છે.

બાવળની અંદર અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. બાવળ ની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન, ચરબી, આયર્ન, મેગેનીઝ અને જસત જેવા તત્વો હોય છે. બાવળની શીંગો નો ઉપયોગ કરી અને કફ અને પિત જેવી સમસ્યાઓનો ઇલાજ કરી શકાય છે. સાથે સાથે તે મૂત્રવિકાર, સોજા, દાતના દુખાવા અને ગર્ભાશયના બ્લીડિંગ જેવી સમસ્યાઓમાં પણ ખૂબ જ કારગર સાબિત થાય છે.

બાવળના પાનથી માંડી તેનો ગુંદ અને તેની છાલ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારી હોય છે. હવે અમે તમને જણાવીશું બાવળના ફાયદાઓ વિશે. બાવળની સીંગોનું ચૂર્ણ એક ચમચીના પ્રમાણમાં સવાર-સાંજ નિયમિત રીતે લેવાથી હાડકા જલ્દી સાજા થઈ જાય છે. એના માટે 6 ગ્રામ બાવળને પંચાંગના ચૂર્ણ, મધ અને બકરીના દુધમાં ભેળવીને પીવો. ત્રણ દિવસમાં જ તમારું તૂટેલું હાડકું જોડાવા લાગે છે.

બાવળના ફૂલને સરસવના તેલની અંદર ઉમેરી બરાબર પકાવી લો. ત્યારબાદ તે તેલને ગાળી લઈને દરરોજ કાનની અંદર તેના બે ટીપાં નાખવામાં આવે તો તેના કારણે કાનની અંદર થતા દરેક રોગોમાંથી છુટકારો મળે છે, સાથે સાથે કાનમાંથી રસી નીકળતા હોય તો તે પણ ઠીક થઇ જાય છે.

શરીરની નબળાઈ દુર કરવા માટે સૌથી પહેલા બાવળની સિંગોને છાયામાં સુકવી લો અને તેમાં સરખા પ્રમાણમાં સાકર નાખીને વાટી લો. આ ચૂર્ણને સવાર-સાંજ એક ચમચી ના પ્રમાણ માં પીવાથી નબળાઈ દુર થઈ જાય છે. જો દાંત ઢીલા લગતા હોય તો બાવળના ઝાડની તાજી છાલ ને દરરોજ ચાવવાથી ઢીલા દાંત મજબુત થશે. અને પેઢા માંથી લોહી આવવાનું બંધ થશે.

ઘણા પુરૂષોને શુક્રાણુંની કમી હોય છે તેના માટે બાવળના પાંદડા લઈ આવો અને તેને ચાવીને તેની ઉપર ગાયનું દૂધ પીવો જો આમ ન ફાવે તો સીંગોનો રસ કાઢી થોડું દૂધ નાખીને સાકર ભેળવીને ખાવો.જે લોકોને કમળાની અસર હોય તેને બાવળના ફૂલને સાકર સાથે મિક્સ કરીને ચૂર્ણ તૈયાર કરી લો. આ ચૂર્ણ ને રોજ એક ચમચી ની માત્ર માં લેવાથી કમળાનો રોગ મટી જશે.

બાવળ ના પાન તમારા વાળને સ્વસ્થ રાખવા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. બાવળના પાનની પેસ્ટને તમારા વાળમાં લગાવવાથી વાળને લગતી અનેક પ્રકારની સમસ્યામાં રાહત થાય છે. બાવળની સિંગો આમળા અને જાયફળના બીજને ઉકાળી લઇ અને તેનું પાણી પીવું જોઈએ. આમ કરવાથી તમને દસ્તની સમસ્યામાંથી રાહત મળે છે.

બાવળની સિંગ પથારીમાં પેશાબ કરવા વાળા બાળકો માટે પણ તે ઘણી અસરકારક ઔષધી માનવામાં આવે છે. આ સમસ્યાના નિવારણ માટે બાવળના કાચા સીંગોને છાયામાં સુકવીને, ઘીમાં શેકીને તેમાં સાકર ભેળવીને 4-4 ગ્રામના પ્રમાણમાં સવારે અને સાંજે ગરમ દૂધ સાથે પીવાથી પથારીમાં પેશાબ કરવાની સમસ્યા દૂર થઈ જાય છે.

એસીડીટીની સમસ્યા છે તો બાવળના પાંદડાની રાબ બનાવીને તેમાં ૧ ગ્રામ આંબાનો ગુંદર ભેળવી લો. આ ઔષધીય રાબને સાંજે બનાવો અને સવારે પી લો. આ રાબને સાત દિવસ સુધી સતત સવારે પીવાથી એસીડીટીમાં ઘણો લાભ મળે છે.

કમરમાં દુ:ખાવો થવા ઉપર બાવળની છાલ, સીંગો અને એનુ ગુંદર સરખા ભાગે ભેળવીને વાટી લો. દિવસમાં ૩ વખત એક ચમચીના પ્રમાણમાં એનું સેવન કરવાથી કમરના દુ:ખાવામાં આરામ મળે છે. ઉપરાંત બાવળના ફૂલ સવારે સૂર્ય ઉગતા સમયે ૧ ગ્રામના પ્રમાણમાં લેવાથી પણ તમને કમરના દુ:ખાવામાં આરામ મળશે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top