કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરી 50થી પણ વધુ રોગો માથી કાયમી છુટકારો અપાવશે આ શક્તિશાળી કઠોળ, માત્ર આ રીતે કરો ઉપયોગ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

રાજમા આ નામ તમે ઘણી વખત સાંભળ્યું હશે, અને રાજમાં ખાતા પણ હશે, જણાવી દઈએ કે રાજમાને ઇંગ્લિશમાં કિડની બીન્સ ના નામથી જાણવામાં આવે છે. રાજમા નો ઉપયોગ અમુક વિસ્તારમાં બહોળા પ્રમાણમાં થાય છે, જેમ કે ભારતમાં પણ રાજમાને ખૂબ પસંદ કરવામાં આવે છે.

મેક્સિકન ફુડમાં પણ કિડની બીન્સ નો ઉપયોગ ભરપૂર થાય છે રાજમા પોષક તત્વોથી ભરપૂર છે. રાજમામાં ફાઈબર પણ જોવા મળે છે, જે પાચક શક્તિને મજબૂત કરવા તેમજ કબજિયાત જેવી સમસ્યાઓથી મુક્ત થવા માટે કામ કરે છે. આ ઉપરાંત તેમાં આયર્ન, કોપર, ફોલેટ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને વિટામિન-સી જેવા પોષક તત્વો હોય છે. શરીર સંબંધિત વિવિધ સમસ્યાઓ માટે રાજમા કેવી રીતે ફાયદાકારક છે, આ લેખમાં આગળ ચર્ચા કરીશું.

રાજમાના ગુણધર્મો વજન ઘટાડવા માટે મદદગાર માનવામાં આવે છે. રાજમામાં પૂરતા પ્રમાણમાં ફાઈબર હોય છે. ફાઈબર વજન નિયંત્રિત કરવાનું કામ કરે છે. રિપોર્ટ અનુસાર ફાઇબરથી ભરપૂર ખોરાક શરીરમાં વધારાની કેલરી વધાર્યા વિના પેટ ભરવાનું કામ કરે છે. આ ઉપરાંત, તેમાં પ્રતિરોધક સ્ટાર્ચ શામેલ છે, જે મેદસ્વીપણા થી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે .

આધાશીશી જેવી સમસ્યામાં પણ રાજમા ફાયદાકારક છે, અઠવાડિયામાં એક વખત આનુ સેવન કરવાથી ઘણો ફાયદો રહે છે, આમાં હાજર ફોલેટ ની માત્રા મગજની કાર્યક્ષમતા વધારે છે, જ્યારે મેગ્નેશિયમની માત્રા આધાશીશી જેવી બીમારીઓથી રાહત આપે છે. ડાયાબિટીસના દર્દી રાજમા ખાય તો તેમનું બ્લડ ગ્લુકોઝ લેવલ નથી વધતું. રાજમાનાં પ્રોટીન અને ફાઇબરની પૂરતી માત્રા હોવાથી શરીરમાં શુગરના પ્રમાણને કંટ્રોલમાં રાખે છે. જે ડાયાબીટીસના દર્દીમાટે ખૂબ લાભકારક રહે છે.

રાજમા ખાવાથી મગજ એટલે કે માથાના ભાગમાં ફાયદો પહોંચે છે, મગજમાં રહેલી નર્વસ સિસ્ટમને બૂસ્ટ કરવા માટે વિટામિન કે ની જરૂર પડે છે. જે રાજમામાં પર્યાપ્ત માત્રામાં મળી આવે છે. અને મસ્તિષ્કની કોશિકાઓ માટે જરૂરી વિટામીન બી પણ આમાંથી મળી આવે છે. આથી રાજમા મગજને પોષણ આપવાનું કામ  કરે છે.

રાજમામાં મોટી માત્રામાં ફાઇબર જોવા મળે છે એટલા માટે તે કોલેસ્ટરોલ લેવલ ઓછુ કરવામાં મદદ કરે છે. આમાં હયાત સોલ્યૂબલ ફાઇબર પેટમાં જવા પર જેલ બની જાય છે. જે કોલેસ્ટરોલને બાઇન્ડ કરી લે છે અને સિસ્ટમમાં તેના અવશોષણને રોકે છે. જેનાથી બ્લડ કોલેસ્ટરોલ ઓછુ થઇ જાય છે.

હાડકાં મજબૂત બનાવવા માટે કેલ્શિયમની જરૂર હોય છે. રાજમામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા આવશ્યક પોષક તત્વો હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં ઘણી મદદ કરે છે જો રોજિંદા જીવનમાં રાજમા નો સમાવેશ કરવામાં આવે તો તે ખૂબ ફાયદાકારક છે. બાળકો માટે પણ રાજમા લાભદાયી છે. બાળકોના ગ્રોથ અને ડેવલપમેન્ટમાં મદદ કરે છે.

રાજમા શરીરમાં કોપરનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે. સાંધામાં સોજો આવે છે જેના કારણે શરીરમાં કોપરની ઉણપ હોઈ શકે છે. રાજમા કોપર થી ભરપુર છે જેના કારણે સંધિવાના ઉપચાર માટે તે લાભકારી ગણી શકાય. આ ઉપરાંત, કોપર એક પ્રકારનો એન્ટીઓકિસડન્ટ હોવાનું પણ કહેવામાં આવે છે જે મુક્ત રેડિકલ સામે રક્ષણ આપે છે.

રાજમાં ખાવાથી કિડની સંબંધિત સમસ્યાથી છુટકારો મળે છે અને જો કોઇને કિડનીમાં પથરી થાય છે તો તેના માટે પણ રાજમા ખાવા ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. રાજમામાં ઓછી માત્રામાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ હોય છે. રાજમા એ વિટામિનથી ભરપુર પદાર્થ છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. સાથે જ તેમાં રહેલું કેલ્શિયમ અને પોટેશિયમ બાળકોના હાડકા મજબૂત બનાવે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે, શરીરને વિટામિન-બી 6, જસત, આયર્ન, ફોલિક અને એન્ટીઓકિસડન્ટ જેવી વસ્તુઓની જરૂર હોય છે. આથી રાજમાનું  સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન રાજમાને ખાવાથી ગર્ભસ્થ બાળકના હ્રદયનો વિકાસ સારી રીતે થાય છે.

રીસર્ચ જણાવે છે કે પ્રેગનન્સી દરમિયાન રાજમા ખાવાથી બાળકને અસ્થમાથી પણ બચાવી શકાય છે. માટે ગર્ભવતી મહિલાઓએ રાજમા ખાવા જોઈએ. આ સિવાય તેમની સ્કીનમાં પણ ગ્લો આવે છે. રાજમા માં ફેટ્સ અને કોલોસ્ટ્રોલ ઓછુ હોય છે અને તે ફાઈબર અને પ્રોટીનનો સારો સ્ત્રોત છે. જેને રેગ્યુલર ખાવાથી પીરિયડ્સ દરમિયાન થતી સમસ્યામાં ઘણી રાહત મળે છે. મોનોપોઝ દરમિયાન પણ તેને ખાવું સારું માનવામાં આવે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here