આજે આપણે આ લેખમા વાત કરીશુ પિસ્તાના કેટલાક ચમત્કારી ફાયદા વિશે. ડ્રાયફ્રૂટમાં પિસ્તા ડ્રાયફ્રૂટ ખૂબ જ લોકપ્રિય છે કારણ કે પિસ્તા શરીર માટે ખૂબ ફાયદાકારક છે અને ઘણા દિવસો બીમાર પડ્યા પછી શરીરમાંથી નબળાઇ દૂર કરવા પિસ્તાનું સેવન ખૂબ ફાયદાકારક છે અને પુરુષોની જાતીય સમસ્યાઓમાં પણ પિસ્તા ફાયદો કરે છે.
પિસ્તા ખાવાના ફાયદા ઘણા છે લોકો પિસ્તા ખૂબ ખાય છે પરંતુ તે પછી પણ બહુ ઓછા લોકો જાણે છે કે પિસ્તા કેટલા ફાયદાકારક છે તો ચાલો આપણે જાણીએ કે પિસ્તા ખાવાના ફાયદા શું છે અને આયુર્વેદમાં પિસ્તાનું શું મહત્વ છે અને તેના ગુણધર્મો શું છે મિત્રો અહીં અમે તમને પિસ્તાના ફાયદા વિશે માહિતી આપીશું.
શરીરના અંદરના ભાગમાં બળતરા જેમકે છાતીમાં બળતરા, પેટમાં બળતરા રહેતી હોય તો પિસ્તાનું સેવન કરવું અસરકારક સાબિત થશે. પિસ્તા વધતી ડાયાબિટીસ ને રોકે છે. આમાં ફોસ્ફરસ વધુ માત્રામાં હોય છે, જેનાથી શુગર નિયંત્રણમાં રહે છે.
પિસ્તાના સેવનથી તમે વજન ઘટાડી શકો છો. કારણકે આમાં ઓછી કેલરી, વધુ પ્રોટીન તથા વધુ માત્રામાં અનસેચુરેટ્ડ ફેટ હોય છે, જે વજન નિયંત્રણ કરવા ઉપયોગી છે. જે લોકોને હૃદયની બીમારી હોય તેમને પિસ્તા નું સેવન કરવું. આ તમને હાર્ટએટેક જેવી બીમારીથી બચાવશે.
જયારે ઉંમર વધવા લાગે ત્યારે લોકોના હાડકામાં કેલ્શિયમ ઘટવાના કારણે તેમાં દુઃખાવો શરુ થાય છે. આવામાં જો રોજ ૧૦૦ ગ્રામ જેટલા પિસ્તા ખાશો તો તમારા શરીરમાં કેલ્શિયમ ની ઉણપ નહિ રહે. જાતીય સ્વાસ્થ્ય સુધારવા માટે પિસ્તાનો ઉપયોગ કરી શકાય છે અને એવું માનવામાં આવે છે કે પિસ્તા ખાવાથી જાતીય સ્વાસ્થ્ય પર અસર પડે છે. પિસ્તામાં એન્ટીઓકિસડન્ટો અને આર્જિનિન એક પ્રકારનો એમિનો એસિડ હોય છે.
વધતી ઉંમર ની સાથે આંખોમાં કમજોરી આવવા લાગે છે. જો તમે નિયમિત રૂપે રોજ પિસ્તા ખાવ તો તમારી આંખોને નુકશાન નહિ થાય. તમે વૃદ્ધાવસ્થામાં પણ સ્વસ્થ આંખ મેળવી શકો છો. પિસ્તામાં મળી આવતા વિટામીન બી૬ બ્લાસ સેલ્સ ની સંખ્યા વધારે છે. આનાથી તમે કેન્સરના ખતરાથી બચી શકો છો.
વધતી ઉંમર ની સાથે આંખોમાં કમજોરી આવવા લાગે છે. જો તમે નિયમિત રૂપે રોજ પિસ્તા ખાવ તો તમારી આંખોને નુકશાન નહિ થાય. તમે વૃદ્ધાવસ્થામાં પણ સ્વસ્થ આંખ મેળવી શકો છો. પિસ્તામાં ફેટી એસીડ્સ હોય છે. આનાથી ત્વચા સ્વસ્થ રહે છે. સ્કિનને હેલ્થી રાખવા માટે વિટામિન ઇ ખુબજ જરૂરી છે. પિસ્તામાં વિટામિન ઇ ઉપરાંત એન્ટિઓક્સિડંટ્સ પણ હોય છે જેને કારણે સ્કીન હેલ્થી બને છે.
માંસપેશિયો ની તંદુરસ્તી સુધારવામાં પણ પિસ્તાના ફાયદા જોઈ શકાય છે. પિસ્તામાં રહેલ ખનિજ માંસપેશિયો અને દાંતની રચનામાં સુધારો કરી શકે છે અને તે હાડકાની વૃદ્ધિ અને ઘનતાને પણ સારા બનાવી શકે છે. પિસ્તાનો ઉપયોગ વાળ સારા રાખવા માટે પણ કરી શકાય છે. પિસ્તામાં એમિનો એસિડનો સ્રોત છે જે વાળ માટે જરૂરી છે. એમિનો એસિડ વાળને મજબૂત બનાવી શકે છે અને વાળ ખરતા અટકાવે છે અને તેથી પિસ્તાના ફાયદા વાળ પર જોઇ શકાય છે.
સતત 12 અઠવાડિયા સુધી પિસ્તાનું સેવન કરવાથી તમે શરીરના વધેલા વજનમાં તફાવત જોઈ શકો છો અને નાસ્તામાં પિસ્તાનો પણ સમાવેશ કરી શકાય છે. સારા પરિણામ માટે દરરોજ બે વાર પિસ્તા ખાવાનું કહેવામાં આવે છે. તેથી વજન ઘટાડવા માટે પિસ્તાનું સેવન ખૂબ ફાયદાકારક છે.
પિસ્તા નું સેવન કરવાથી ખીલ ની સમસ્યા થતી નથી. શરીર માં રહેલા સોજા ને દૂર કરવામાં મદદ કરે છે. રોગપ્રતિકારક શક્તિ વધારે છે, કારણકે પિસ્તા માં વિટામીન-બી ૬ ની માંત્રા હોય છે. જે હિમોગ્લોબીન ની ઉણપ ને પણ દૂર કરે છે.
પિસ્તામાં પ્રોટીન તો ભરપૂર પ્રમાણ માં હોય જ છે, સાથે સાથે ફાઈબર, વિટામીન-બી, મેગનીઝ, અને ફોસ્ફરસ હોય છે. નિયમિત પિસ્તા નું સેવન કરવાથી અપચાની સમસ્યા દૂર થાય છે. પિસ્તા ખાવાથી પાચનતંત્રને સ્વસ્થ રાખી શકાય છે. નાના બાળકોને પણ બદામની જેમ પિસ્તા પણ ખવડાવવા જોઈએ. તેથી તેમની પાચનશક્તિ મજબૂત બને છે.