નાના કે મોટા જેને પણ કાનની કોઈપણ સમસ્યા હોય તો અહી અમે લાવ્યા છીએ એકદમ સસ્તા અને ઘરેલૂ ઉપચાર. કાન એ શરીરનું અમૂલ્ય અંગ છે. માનવ શરીરમાં કુદરતે જે ઈન્દ્રિયો આપી છે તે પૈકીની એક ઈન્દ્રિય-શ્રવણ છે. આ શ્રવણશક્તિ જો કોઈ પણ વ્યક્તિ ગુમાવી બેસે તો તેને બહેરાશ આવી એમ કહેવાય. બહેરાશને અત્યાર સુધી અવગણવામાં આવતી હતી, પણ આજે એવું નથી રહ્યું.
બહેરાશને દૂર કરવાની અનેક દવાઓ અને સર્જરીઓ ઉપલબ્ધ થઈ ગઈ છે. આ સિવાય કાનના અનેક રોગો જેવા કે કાનમાં સખત દુખાવો થાય, સાંભળવામાં તકલીફ થાય કે પછી કાનમાંથી રસી આવે તો કાનનો ચેપ, કાનમાંથી પરૂં નિકળવું, કાનમાં સણકા મારવા, કાનમાં મેલ ભરાવો, કાનમાં જંતુ જવું, કાનમાં અવાજ આવવો વગેરે જેવી કાનની તમામ સમસ્યાઓ માટે આજે અમે તમને કેટલાક ખાસ દેશી ઉપચાર બતાવીશું, જે તમે સરળતાથી ઘરે જ કરી શકશો અને કાનની કોઈપણ સમસ્યામાંથી છુટકારો મેળવી શકશો.
કાનના રોગો થવાના મુખ્ય કારણો- વાયુ, કફ અને પિત્તના કારણે કાનના રોગો થવાની સંભાવના વધી જાય છે. જો કે કાનના રોગોમાં પિત્તથી થતાં રોગો બહુ ઓછા જોવા મળે છે. બે દોષનાં કરણો એક સાથે ભેગાં થાય ત્યારે દ્વીદોષજ કર્ણરોગ થાય છે. જેમ કે આઈસક્રીમ, કુલફી, ફ્રીજનું પાણી ઠંડો પવન વગેરેથી કર્ણરોગ થાય છે.
ત્રિદોષજ કર્ણરોગમાં ત્રણેય દોષ કારણભૂત હોય છે. જેમ કે વાસી મૂળા, વાસી ભોજન, ક્રોધ, પરિશ્રમ, ઠંડી વગેરે કારણો એક સાથે થવાથી ત્રિદોષજ કર્ણરોગ થાય છે. વાયુથી થતા કાનના કોઈપણ રોગમાં કાનમાં જાત જાતના અવાજ આવે છે, દુખાવો થાય છે, સોજો આવે છે, લાલાશ દેખાય છે તથા કાનમાંથી પાતળો સ્રાવ થાય છે અને બહેરાશ પણ આવે છે.
પિત્તથી થતા કર્ણરોગમાં કાનમાં સોજો આવે છે, લાલાશ દેખાય છે, કરવતથી કપાતું હોય એવી તીક્ષ્ણ વેદના અને દાહ નો અનુભવ થાય છે તથા પીળો દુર્ગંધયુક્ત સ્રાવ થાય છે. કફથી થતા કર્ણરોગમાં વિપરિત શબ્દ સંભળાય છે, કાનમાં ખંજવાળ આવે છે.
ત્રીદોષથી થતા કર્ણરોગમાં જે દોષની પ્રબળતા હોય તે મુજબ લક્ષણો જોવા મળે છે. વાયુની પ્રબળતામાં પાતળો, કાળો કે ફીણવાળો સ્રાવ, પિત્તની પ્રબળતામાં પીળો, લાલ લોહીવાળો, દુર્ગંધયુક્ત, પાતળો અને ગરમ સ્રાવ, તેમ જ કફની પ્રબળતા હોય તો સફેદ, ઘટ્ટ, ચીકણો અને પ્રમાણમાં વધુ સ્રાવ કાનમાંથી નિકળે છે.
કાનના રોગો માટે કેટલાક દેશી ઉપચાર : તલના તેલમાં તુલસીનાં પાન નાખી ધીમા તાપે ગરમ કરવું. પાન બળી જાય ત્યારે તેલ ઉતારી ને ગાળી લેવું. આ તેલનાં બે ચાર ટીપાં કાનમાં નાખવાથી બધા જ પ્રકારનાં કાનનાં દર્દોમાં લાભ થાય છે. સરસિયાના તેલમાં લસણની કળી ગરમ કરી એક બે ટીપાં સવાર સાંજ કાનમાં નાખવાથી કાનના દુઃખાવામાં ફાયદો મળે છે.
કાનની તકલીફ બહુ ગંભીર પ્રકારની ન હોય તો મધ અને તલનું તેલ સરખા ભાગે અને એ બે ના વજનભાર આદુનો રસ ભેળવીને, સહેજ સીંધવનો બારીક પાઉડર ભેળવીને કાનમાં દરરોજ દિવસમાં ચાર પાંચ વખત ટીપાં મુકવાથી કાનની તકલીફો દૂર થાય છે.
હળદર અને ફુલાવેલી ફટકડી એકત્ર કરી કાનમાં નાખવાથી કર્ણપાક અને કર્ણસ્રાવ જલદી મટે છે. ડુંગળીનો રસ અને મધનાં ટીપાં કાનમાં નાખવાથી કાનના ચસકા મટે છે અને પરૂં નીકળતું હોય તો બંધ થય જાય છે. ટંકણખારને વાટીને કાનમાં નાખી ઉપરથી લીંબુના રસના ટીપાં નાખવાથી પરૂં નીકળતું બંધ થાય છે.
આંબાનો મોર (ફુલ) વાટી, દીવેલમાં ઉકાળી, તેને ગાળીને એનાં ટીપાં કાનમાં નાખવાથી કાનના સણકા મટી જાય છે. આંબાનાં પાનનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી પણ કાનના સણકા મટે છે. નાગરવેલના પાનનો રસ ગરમ કરી તેનાં ટીપાં નાખવાથી કાનમાં થતો ભયંકર દુઃખાવો મટે છે.
તલના તેલમાં લસણની કળી નાખી કકડાવીને સહેજ ગરમ તેલનાં ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુ:ખાવો અને કાનના સણકા મટે છે. કાન પાકતો હોય તો પણ આ મિશ્રણ ફાયદો કરે છે. લીંબુના ૨૦૦ ગ્રામ રસમાં ૫૦ ગ્રામ સરસિયું અથવા તલનું તેલ મેળવી, પકાવી, ગાળીને શીશીમાં ભરી લેવું. તેમાંથી બે-બે ટીપાં કાનમાં નાખતા રહેવાથી કાનનું પરૂં, ખંજવાળ અને કાનની વેદના મટે છે તથા કાનની બહેરાશમાં પણ ફાયદો થાય છે.
કાનમાં જંતુ ગયું હોય તો બહાર કાઢવા માટે ના ઉપાય જાણો : ગાયનું ઘી સાધારણ ગરમ કરી કાનમાં ટીપાં નાખવાથી જીવજંતુ બહાર નીકળી આવે છે. અથવા તો ડુંગળીનો રસ કાનમાં નાખવો તેનાથી પણ લાભ થાય છે, અથવા તો ક્લોરોફોર્મની પીચકારી મારવાથી જંતુ મરી જાય છે.
હીંગને તલના તેલમાં પકાવી એ તેલનાં ટીપાં કાનમાં મુકવાથી તીવ્ર કર્ણશૂળ મટે છે. સરગવાના સુકવેલા ફુલનું ચુર્ણ કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે. આદુનો રસ કાનમાં નાખવાથી કાનનો દુખાવો, બહેરાપણું અને કાન બંધ થઈ ગયા હોય તો તેમ લાભ થાય છે. વડના દૂધનાં ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે.
અજમો, અથાણાં(તીખાં), આમળાં, ઉકાળેલું પાણી, કઢી(તીખી), કાજુ, કોથમીર, કોબી, કોલીફ્લાવર, ખજુર, ખમણ, ખાખરા, ખારેક, ખીચડી, ગાજર, ગંઠોડા, ગલકાં, છાસ(પાતળી અને મોળી), જીરૂ, પરવળ, પાન, પાપડ(અડદ સીવાયના), પાલખ, બટાટા(થોડા), સીંગતેલ(થોડું), હળદર, હીંગ વગેરે આ બધો ખોરાક કાન ના રોગ ઉપયોગ માં લઈ શકાય છે .
અડદ, આઈસક્રીમ, આમલી, અંજીર, ઈંડાં, કાકડી, કુલ્ફી, કેરી, કોકમ, કેળાં, ખાંડ, ગવાર, ઘી(ભેંસનું), ચોળા, છાસ, ટામેટાં, ટીંડોળાં, ટેટી, ઠંડાં પીણાં, ડુંગળી, શેરડીનો રસ, સફરજન વગેરે કાન ના રોગ માં નથી લઈ શકાતો. પછી કાનને પીચકારી વડે ધોતાં જંતુ બહાર નીકળી જાય છે. કાનના મેલ ને કાઢવા ગરમ કરેલું સરસીયું કે તલનું તેલ કાનમાં નાખવું.
માખી, બગાઈ, મકોડા, કાનખજુરો વગેરે જીવડાં કાનમાં પ્રવેશે કે બોરનો ઠળીયો, ચણો, વટાણો, મગફળીનો દાણો કાંકરી જેવી વસ્તુ કાનમાં પ્રવેશી ગઈ હોય તો એને બહાર કાઢવા એ વસ્તુઓને ટુકડા કરીને કાઢવી. ન નીકળે તો કાનના ડૉક્ટર પાસે જવું.