કાથો ખૂબ ઉપયોગી ઔષધદ્રવ્ય છે. આને સંસ્કૃતમાં ખાદિરસાર કહે છે. સારી રીતે વધેલા બોરના ઝાડની અંતરછાલમાંથી મળે છે. અથવા તો બોરની અંતરછાલને ઉકાળીને તે પાણીને બાળીને કાથો બનાવવામાં આવે છે. આ કાથો સાધારણ ગુણકારી છે અને બજારમાં મળે છે. છતાં પણ તે ઘણાં દર્દ ઉપર કામ આવે છે.
કાથાને પકવીને પ્રયોગ કરવાથી ઝાડા બંધ થઇ જાય છે. સાથે જ તેના પ્રયોગથી પાચન શક્તિ પણ ઠીક થઇ જાય છે. તેનું 300થી 700 મિલી ગ્રામની માત્રા સુધી પ્રયોગ કરો. 300થી 700 મિલી ગ્રામ કાથાનું સવાર સાંજ સેવન કરવાથી ખાટા ઓડકાર બંધ થઇ જશે.
કાથાને સરસોના તેલ સાથે મેળવીને રોજ 3 થી 4 વાર દાંતો પર લગાવો. તેનાથી લોહી આવવું તથા દુર્ગંધ આવવી બંધ થઇ જશે. કાથાને મંજનમાં ભેળવીને દાંત અને પેઢા પર રોજ સવાર-સાંજ લગાવવાથી દાંતોની તમામ બિમારીઓ દૂર થાય છે.
મલેરિયાના તાવ માટે કાથાની ગોળી બનાવી લો. તેની એક ગોળી ખાવાથી તાવ નહીં આવે. આ ગોળી બાળકો અને ગર્ભવતી સ્ત્રીઓને આપવી નહીં. સફેદ કાથો, મોટી સોપારી અને નીલાથોથા બરાબર માત્રામાં મેળવી દો. 5 ગ્રામની માત્રામાં કાથો, વિંડગ અને હળદર લઇને પાણીની સાથે પીસીને યોની પર લગાવો. તેનાથી ખંજવાળ અને બળતરા બંને દૂર થઇ જશે. કાથો અરુચિનો નાશ કરે છે, ૧ ગ્રામ કાથો જરૂરી પ્રમાણમાં લેવાથી અરુચિ મટે છે.
પહેલા સોપારી અને નીલાથોથાને આગમાં શેકી લો. પછી તેમાં કાથાને ભેળવીને ચૂર્ણ બનાવી લો. ચૂર્ણને માખણમાં ભેળવીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને રોજ સવારે-સાંજે શૌચ બાદ 8થી 10 દિવસ સુધી મસા પર લગાવવાથી મસા સુકાઇ જાય છે.
દિવસમાં ત્રણ વાર કાથો, હળદર અને ખાંડ 1-1 ગ્રામની માત્રામાં ભેળવીને ચાટવાથી ખાંસી દૂર થાય છે. કાથાને પાણીમાં ભેળવીને દરરોજ નહાવાથી ચામડીના રોગ દૂર થાય છે. જો ઘાવમાંથી રસી નિકળી રહ્યું હોય તો કાથાને ઘા પર લગાવવાથી રસી નિકળવાનું બંધ થઇ જાય છે, તથા ઘા સૂખાવા લાગે છે.
કાથાનો મુખ્ય ગુણ તો જખમ રુઝવવાનો છે. ૧૦ ગ્રામ કોથો ૮ લિટર, પાણીમાં નાખી પાણી સારી પેઠે ઉકાળવું. આ પાણીથી જખમ ધોવાથી રૂઝમાં મદદ થાય છે. જખમ માંથી લોહી વહેતુ હોય, ખૂબ રસી નીકળતી હોય અને કોઇ રીતે જખમ સુકાતો ન હોય તો તેના પર કાથો દબાવવાથી દર્દ ઓછું થાય છે.
શીતળા ખૂબ જ નીકળ્યા હોય અને ખાડા પડ્યા હોય તેમાં કાથો ભરવાથી ખાડા જલદીથી ભરાઈ જાય છે. કાથો એકલો વાપરવામાં આવે તો જખમ સુકાઈને ચીરા પડી જવા ની સમસ્યા રહે છે. આથી ઘી, માખણ કે દૂધની તરમાં ભેળવીને લગાડવો. દાઝી ગયાના જખમમાં કે જેમાંથી રસી નીકળતું હોય તેમાં કાથો દૂધની તરમાં ભેળવીને લગાડવાથી જખમ સાફ થઈને એકદમથી મટી જાય છે.
શરીરની સ્થૂળતા ઘટાડવા માટે અનેક ઔષધ વાપરવામાં આવે છે. હરડે, મધ, અવળી એ બધાં સારક હોવાથી અશક્તિ લાવે છે. કાથાથી તેમ થતું નથી. રોજ સવારમાં ૩ ગ્રામ કાથો ૧00 ગ્રામ પાણીમાં નાખીને પીવો. ત્રણ મહિના પછી સ્થૂળતા ઘટવા માંડશે. છ મહિના એકધારું સેવન કરવાથી શરીરમાં સારા પ્રમાણમાં ફેરફાર જોવા મળશે.
કાથામાં આવા બધા મોટા ગુણ હોવાથી તેનો હંમેશા ઉપયોગ કરવા માટે ગોળી બનાવવામાં આવે છે. કપૂર, જાયફળ, ચંદન, લવીંગ, કંકોળ અને એલચી સરખા ભાગે લેવાં. આ બધાથી બમણો કાથો લેવો. તેને ખાંડીને વસ્ત્રગાળ ચૂર્ણ બનાવવું.
આને કેવડાના પાનમાં એક અઠવાડિયું બાંધી રાખવું. એ પછી ૨ ગ્રામ કેસર અને પા ગ્રામ કરતુરી લઈ સુગંધી ફૂલોથી તૈયાર કરેલા પાણીનો ઉપયોગ કરીને ચણોઠી જેવડી ગોળી બનાવવી. જમ્યા પછી બે બે ગોળી ખાવી. આનાથી શરીર સ્વસ્થ રહે છે.