વાઇટ બટર એટલે કે સફેદ માખણ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે. આયુર્વેદમાં પણ આ અંગે કહેવાયું છે કે ઊંઘ ન આવવાથી લઈને શિશ્નોત્થાનની સમસ્યામાં સફેદ માખણ ખૂબ કારગર સાબીત થયા છે. આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓને પણ આ ખાવાની સલાહ આપવામાં આવે છે.
સફેદ માખણનું સેવન અનેક રોગોથી બચાવી શકે છે. સફેદ માખણ પીળા માખણ કરતાં ઝડપથી પચે છે. ખરેખર,બજારમાં મળતા માખણમાં મીઠું વધારે માત્રામાં જોવા મળે છે,જેના કારણે બ્લડ પ્રેશર વધી શકે છે. તેથી ઘરે બનાવેલૂ સફેદ માખણ ખાવાની સલાહ આપવામાં આવે છે.
લોકોમાં એક શંકા છે કે માખણ આરોગ્ય માટે હાનિકારક છે,પરંતુ આ સંપૂર્ણપણે સાચું નથી. આ સમાચારમાં,અમે તમને માખણ ના ફાયદા વિશે જણાવી રહ્યા છીએ. માખણમાં આયોડીન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. માખણ થાઈરોઈડ ગ્રંથિને ઠીક કરવા માટે ખૂબ જ લાભકારી છે. તેમા વિટામિન એ ની માત્રા વધુ જોવા મળે છે. માખણ થાઈરોઈડ ના દર્દીઓ માટે ફાયદાકારક રહે છે.
માખણ કેન્સર જેવા જોખમી રોગો સામે લડવામાં મદદગાર સાબિત થઈ શકે છે. સફેદ માખણમાં લિનોલિક એસિડ હોય છે જે કેંસરગ્રસ્ત કોશિકાઓના વિકાસને રોકે છે. માખણમાં રહેલું ફેટી એસિડ કેંસરની સારવામાં મુખ્યરુપે રક્ષણ કરે છે.
સફેદ માખણ ખાવાથી હૃદયરોગનું જોખમ ઓછું થાય છે અને કોલેસ્ટ્રોલની સમસ્યા પણ સમાપ્ત થાય છે. તેમાં વિટામીન ‘એ’,વિટામીન ‘ડી’,વિટામીન ‘કે’ અને વિટામીન ‘ઈ’ ઉપરાંત લેસેથીન,આયોડીન અને સેલેનિયમ જેવા તત્વો હોય છે જે હ્રદયના આરોગ્ય માટે ઉત્તમ મનાય છે.
બાળકોને સફેદ માખણ ખવડાવવું જોઈએ. આનાથી તેમનું મગજ સ્વસ્થ અને મેમરી તીવ્ર બને છે. બાળકોની દૃષ્ટિ પણ સફેદ માખણથી તેજ થાય છે. ગાયનું તાજુ માખણ નાના બાળકના શરીર ઉપર મસાજ કરીને અડધો કલાક સવારના તડકામાં સુવરાવવાથી બાળકનો સર્વાંગી વિકાસ ખુબ સારી રીતે થાય છે.
ઘરે બનાવેલું માખણ સારી ચરબીનો સ્રોત છે. તેથી જે લોકો વજન વધવાથી પરેશાન હોય તેમના માટે સફેદ માખણનું સેવન ખૂબ લાભદાયી હોય છે. તેમાં રહેલું લેસિટથિન મેટાબોલિઝમને કંટ્રોલ કરે છે જે બોડીમાં એક્સ્ટ્રા ફેટને જમા થવા દેતું નથી.
ચહેરા ઉપર રોજ માખણ લગાવીને માલીશ કરવું અને એક કલાક પછી હુફાળા પાણીથી ધોઈ લેવાથી તમારા ચહેરાની ત્વચાનો રંગ ચોખ્ખો થાય છે. માખણ નાના બાળકો અને મોટી ઉમરના વૃદ્ધો માટે લાભકારી છે. જો તમે ક્યારેક દાજી ગયા હોય તો માખણ લગાવવાથી દર્દમાં રાહત થશે.
સફેદ માખણમાં કેલ્શિયમ હોય છે જે હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે. તેનાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. વલોણામાંથી કાઢેલું ખટાશવાળું તાજું માખણ શરદી કરતું નથી એ માખણ ઉત્તમ ગણાય છે. તાજુ માખણ સ્વાદિષ્ટ અને મધુર હોય છે.
માખણ તાવમાં રાહત આપે છે. જો સતત તાવ આવતો રહેતો હોય તો નિયમિત સફેદ માખણના સેવનથી દૂર થાય છે. પ્રજનન શક્તિ વધારવા માટે માખણને ખુબ લાભદાયક ગણવામાં આવે છે. તે શરીરમાં ગરમી વધારે છે અને મેલ અને ફીમેલ હાર્મોનને વધારવાનું કાર્ય કરે છે.
સફેદ માખણમાં વિટામિન્સ અને એન્ટીઓક્સિડેન્ટ હોય છે. વિટામિન એના કુદરતી સ્ત્રોત ઉપરાંત સફેદ માખણ જ એક છે કે જેમાં ભરપૂર માત્રમાં આ વિટામિન મળી આવે છે. લીવર સંબંધી રોગમાં પણ સફેદ માખણમાં પકાવેલું ખાવાથી વધુ ફાયદો થાય છે.
તે ઉપરાંત માખણ સાથે મધ ખાવાથી ટીબી જેવા રોગમાં પણ રાહત મળે છે. શ્વાસ ની તકલીફ હોય તો પણ માખણ લાભદાયક સાબિત થાય છે. માખણમાં રહેલ સેચુરેટેડ ચરબી ફેફસાની મદદ કરે છે અને દમ ના દર્દીઓ માટે પણ તેનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.