દાળ, શાક અને સંભારમાં હિંગનો ઉમેરો થઇ જાય તો સ્વાદ બેમિશાલ બની જાય છે. ડુંગરાળ વિસ્તારમાં ઉત્પન થતી હિંગ આપણા દેશમાં ઓછા પ્રમાણમાં મળી આવે છે. તે બલુચિસ્તાન, અફઘાનિસ્તાનના ડુંગરાળ વિસ્તારમાં મોટા પ્રમાણમાં થાય છે અને ત્યાંથી આપણા દેશમાં આયાત થાય છે.
હિંગ ની તાસીર ગરમ હોય છે જેના લીધે તે ઠંડીમાં ખુબ ફાયદાકારક બની રહે છે. તેના ઔષધીય ગુણ ઘણી જાતની આરોગ્યની તકલીફો સામે આપણા શરીરનું રક્ષણ કરે છે. આવો જાણીએ કે તે ખાવાથી એવા ઘણા ફાયદા છે જેનાથી તમે અજાણ છો,
હીંગ પીડા અને બીમારીઓથી રાહત તો આપે જ છે, સાથે જ તે ચહેરાને પણ નિખારે છે. જો પિમ્પલ્સ ની સમસ્યાથી પરેશાન છો તો પિમ્પલ્સ પર પાણીમાં હીંગ મિક્સ કરીને લગાવો. હવે તેને સૂકવવા દો. સૂકાયા પછી, ચહેરાને સાફ પાણીથી ધોઈ લો. આ નિયમિતપણે કરવાથી થોડા જ દિવસોમાં પિમ્પલ્સ માંથી મુક્તિ મળશે.
હીંગનો ઉપયોગ ગેસ અને કબજિયાત માટે રામબાણ સાબિત થાય છે. કેટલીક વાર અચાનક દાંતનો દુખાવો થાય છે જે અસહ્ય બની જાય છે. જ્યારે પણ આવો દુખાવો થાય છે તરત જ દુખાવાની જગ્યાએ હીંગનો નાનો ટુકડો નાખો. થોડા સમયમાં જ દાંતના દુખાવાથી રાહત મળશે.
ડાયાબિટીઝના દર્દીઓએ હંમેશાં ખોરાકમાં હીંગનો ઉપયોગ કરવો જોઈએ. જેના ઘૂંટણમાં હંમેશાં દુખાવાની ફરિયાદ રહે છે, તેણે હીંગને પાણીમાં ભેળવીને દુખાવાની જગ્યાએ લગાવવી જોઈએ. દુખાવા પર હીંગ લગાવવાથી પીડામાં રાહત મળે છે.
જો કબજિયાત હોય તો, એક ગ્લાસ પાણી એક ચપટી હિંગ અને ખાવાનો સોડા મેળવીને પીવો આ ઉપરાંત જો ગેસની સમસ્યા હોય તો છાશમાં હીંગ નાખો અને સાથે મીઠું નાખીને પીવો. હીંગનું પાણી હાડકા માટે લાભદાયી માનવામાં આવે છે. હીંગના પાણીનું સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે. આ પાણીથી શ્વાસ સંબંધી બિમારીઓ પણ દૂર થાય છે. રોજ હીંગનું પાણી પીવાથી શરીરમાં પાણીની ઉણપ રહેતી નથી.
હિંગ ભોજન પચાવવા માટેનો સૌથી મોટો સ્ત્રોત છે. જુના સમયમાં હિંગનો ઉપયોગ પેટની દરેક તકલીફો દુર કરવા માટે કરવામાં આવતો હતો. હિંગ એન્ટી-ઇન્ફલેમેટરી અને એન્ટી-ઓક્સીડેંટ ગુણોનો ભંડાર છે. પેટમાં જીવાત થઇ જવા ઉપર, એસીડીટી, પેટ ખરાબ થઇ જવા ઉપર હીંગનો ઉપયોગ ખુબ લાભદાયક હોય શકે છે.
હિંગનો ઉપયોગ પુરુષો માટે ખુબ ગુણકારી હોય શકે છે. હિંગ પુરુષોની તમામ યૌન સબંધી રોગોના ઉપચારમાં પણ લાભદાયક છે. રોજ ખાવામાં થોડી હિંગ ભેળવીને ખાવાથી નપુંસકતા, શીધ્રપતન અને શુક્રાણુ ના ઉણપની તકલીફથી છુટકારો મળી શકે છે. તે ઉપરાંત ગરમ પાણીમાં હિંગ ભેળવીને પીવાથી કામેચ્છા વધે છે.
હિંગમાં મળી આવતા એન્ટી-ઇન્ફલેમેટરી તત્વ મહિલાઓમાં પીરીયડસ સાથે જોડાયલ તમામ તકલીફોમાંથી છુટકારો આપવવામાં સહાયક બની શકે છે. પ્રસુતિ પછી ગર્ભવતી મહિલાઓને હિંગનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી ગર્ભાશયની શુદ્ધિ થાય છે અને પેટને લગતી તમામ તકલીફો દુર રહે છે.
હીંગનો ઉપયોગ કરીને માથાનો દુખાવાથી છુટકારો મેળવી શકાય છે, આ માટે એક ગ્લાસમાં હીંગ ઉકાળીને ઠંડુ કરી ને દિવસમાં બે થી ત્રણ વાર પીવું. આમ કરવાથી માથાના દુખાવાની સમસ્યાથી જલ્દીથી મુક્તિ મળે છે. હીંગ આધાશીશીની સારવારમાં ખૂબ અસરકારક માનવામાં આવે છે. હીંગ કાનના દુખાવામાં પણ રાહત આપી શકે છે. નાના પેનમાં નાળિયેર તેલ ગરમ કરો, અને તેમા હીંગનો નાનો ટુકડો નાખો અને તેને ઓગળવા દો.
આ પછી તેલ ઠંડું થાય ત્યારે આ તેલનુ એક ટીપુ કાનમાં નાંખો. આમ કરવાથી, જલ્દીથી કાનના દુખાવાથી રાહત મળે છે. શરીરમાં કોઈ પણ જગ્યાએ કાંટો વાગી ગયો હોય તો તેના પર હિંગનું પાણી લગાવી બેન્ડેસ લગાવી દેવાથી કાંટો એની રીતે બહાર આવી જાય છે. ગરમ પાણીમાં હિંગને ઉકાળીને પીવાથી પેશાબ લાગે છે, જેનાથી કિડની સાફ થઇ જાય છે. અને તે યુરિન ઈન્ફેક્શને પણ રોકે છે.
નવાજત બાળકને પેટમાં દર્દ થઇ રહ્યું હોય તો તેની નાભિ પર હિંગનું પાણી લગાડી દેવાથી તુરંત જ આરામ મળે છે. જો બાળક 3 મહિનાથી મોટું હોય તો તેને પીવડાવી પણ શકાય છે. પેટમાં ખૂબ આફરો ચડ્યો હોય, પેટ ફૂલીને ઢોલ જેવું થયું હોય, પેટમાં દુખાવો થતો હોય તો નાભિ ની આજુબાજુ અને પેટ ઉપર હિંગનો લેપ લગાડવાથી થોડી જ વારમાં દર્દ મટી જાય છે.