ફાયદાના સ્થાને ક્યાક ન થાય નુકશાન,જરૂર જાણી લો આ ઔષધિનો સાચો ઉપયોગ કરવાની રીત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આયુર્વેદમાં એવી અનેક જડી બુટ્ટીઓ બતાવી છે. જેના નિયમિત ઉપયોગથી આપણે અનેક ઘાતક બીમારીઓથી બચી શકીએ છીએ. આયુર્વેદમાં અશ્વગંધાના પણ અનેક ગુણ બતાવ્યા છે. આવો જાણીએ અશ્વગંધામાં કયા ગુણ છે. ગુણોની ખાન છે અશ્વગંધા.

અશ્વગંધામાં એંટીઓક્સીડેટ, લીવર ટૉનિક, એંટી ઈફ્લેમેટરી, એંટી બેક્ટેરિયલ સાથે બીજા અનેક પોષક તત્વ હોય છે. જે તમારી બોડીને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમા એંટી સ્ટ્રેસ ગુણ પણ હોય છે. જે સ્ટ્રેસ ફ્રી કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેને ઘી કે દૂધ સાથે મળીને સેવન કરવાથી વજન વધારવામાં મદદ મળે છે.

અશ્વગંધાના ફાયદા : અશ્વગંધાનો ઉપયોગ કેંસર જેવી ખતરનાક બીમારીમાં ખૂબ જ અસરકાર હોય છે. અનેક રિસર્ચમાં બતાવ્યુ છે કે અશ્વગંધા કેંસરના સેલ્સને વધતા રોકે છે અને કેંસરના નવા સેલ્સ બનવા દેતુ નથી. આ શરીરમાં રિએક્ટિવ ઑક્સીજન નિર્માણ કરે છે. જે કેંસર સેલ્સને ખતમ કરવા અને કીમોથેરપીથી થનારા સાઈડ ઈફેક્ટ્સથી પણ બચાવવાનુ કામ કરે છે.

અશ્વગંધામાં રહેલા ઑક્સીડેંટ તમારા ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવાનુ કામ કરે છે. જે શરદી તાવ જેવી બીમારીઓથી લડવાની શક્તિ પ્રદાન કરે છે. અશ્વગંધા વાઈટ બ્લડ સેલ્સ અને રેડ બ્લડ સેલ્સ બંનેને વધારવાનુ કામ કરે છે. જે અનેક ગંભીર શારેરિક સમસ્યાઓમાં લાભદાયી છે.

અશ્વગંધા માનસિક તણાવ જેવી ગંભીર સમસ્યાઓ સુધારવામાં ફાયદાકારક છે. એક અહેવાલ મુજબ, અશ્વગંધાના ઉપયોગથી તનાવ 70 ટકા સુધી ઘટાડી શકાય છે. આ તમારા શરીર અને માનસિક સંતુલનને યોગ્ય રાખવામાં અસરકારક છે. તેનાથી ઊંઘ સારી આવે છે અશ્વગંધા અનેક સમસ્યાઓથી છૂટકારો આપાવવાનુ કામ કરે છે.

રાત્રે સુતા પહેલા દૂધ સાથે તેનું સેવન કરવાથી ફાયદો થાય છે. આ સિવાય, જમ્યા પછી પણ લઈ શકાય છે. ઘણા લોકો ખાલી પેટ પણ તેનું સેવન કરે છે, પરંતુ કેટલાક લોકોને ખાલી પેટ અશ્વગંધા નુકશાન કરે છે, તેથી તેનું સેવન કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે આયુર્વેદિક ડોક્ટર સલાહ લીધા પછી તેનુ સેવન કરવુ જોઈએ.

            અશ્વગંધાનો ઉપયોગ આંખોની રોશની વધારવાનું કામ કરે છે. દરરોજ દૂધ સાથે પીવાથી આંખોનો સ્ટ્રેસ પણ ટાળી શકાય છે. અશ્વગંધાનું સેવન કેવી રીતે કરવું – અશ્વગંધાના પાવડર ખાવાની રીત ખૂબ જ સરળ છે. અશ્વગંધાનો પાવડર પાણી, મધ અથવા ઘી સાથે મિક્સ કરીને લઈ શકાય છે. આ સિવાય અશ્વગંધા કેપ્સ્યુલ્સ, અશ્વગંધા ચા અને અશ્વગંધાનું જ્યુસ પણ લઈ શકાય છે.

અશ્વગંધાથી થતાં નુકસાન-  અશ્વગંધા ફક્ત ડોક્ટરની સલાહ પછી જ લેવુ જોઈએ. જેમનુ બીપી ઓછું હોય તેમણે અશ્વગંધાનું સેવન ન કરવું જોઈએ. અશ્વગંધાનો અતિશય ઉપયોગ પેટ માટે હાનિકારક હોઈ શકે છે. તેને લેવાથી ઝાડા થઈ શકે છે. તેથી, તેનો ઉપયોગ કરતા પહેલા, ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને તે પછી જ તેનું સેવન કરવું જોઈએ.

અશ્વગંધાનો ઉપયોગ ઉંઘ માટે સારો છે. પરંતુ લાંબા સમય સુધી તેનો ઉપયોગ તમને નુકસાન પણ કરી શકે છે. અશ્વગંધાનો યોગ્ય ડોઝ ન લેવાથી ઉલટી અને ઉબકા જેવી સમસ્યાઓ થઈ શકે છે. અશ્વગંધાનો વધુ ઉપયોગ હાનિકારક પણ હોઈ શકે છે. અશ્વગંધાનો અતિશય ઉપયોગ કરવાથી તાવ, થાક અને પીડા પણ થઈ શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top