ફટકડી એક એવી વસ્તુ છે જે લગભગ દરેક ઘરમાં હોય જ છે. ફટકડી લાલ તેમજ સફેદ બે પ્રકારની હોય છે. ફટકડીમાં અનેક ગુણો રહેલા છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. પુરૂષો ફટકડીને આફ્ટર શેવ તરીકે ઉપયોગ કરી શકે છે. ફટકડીનો ઉપયોગ પહેલાના સમયમાં સ્ત્રીઓ ચહેરાની ત્વચાને ટાઈટ કરવા માટે કરતી હતી. ફટકડી બેક્ટેરિયાનો નાશ કરે છે.
આ અનોખી વસ્તુ એન્ટીબેક્ટેરિયલ હોવાથી દાંત સાથે જોડાયેલા રોગોમાંથી છુટકારો મેળવવા માટે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. આમ ફટકડી કેટલીક સમસ્યાઓમાં ફાયદાકારક સાબિત થાય છે. તો ચાલો આજે તમને જણાવીએ ફટકડી સાથે જોડાયેલા આવા જ કેટલાક લાભદાયક ગુણો અને તેના અનોખા ઉપયોગ
જે લોકોને શરીરથી વધુ પરસેવો આવવાની સમસ્યા હોય તે લોકો નહાતી વખતે પાણીમાં ફટકડીને નાખીને નહાવાથી પરસેવો આવવો ઓછો થાય છે. શિયાળામાં પાણીમાં વધુ કામ કરવાથી હાથની આંગળીઓમાં સોજો કે ખંજવાળ થઈ જાય છે. તેનાથી બચવા માટે થોડા પાણીમાં ફટકડી નાખીને ઉકાળી લો અને હવે આ પાણીથી આંગળીઓને ધોવાથી સોજો અને ખંજવાળમાં આરામ મળે છે.
રાતે સૂતા પહેલાં ફટકડીના ટુકડાને ઠંડા પાણીમાં પલાળી તેનાથી ચહેરા પર હળવા હાથે મસાજ કરો. સૂકાયા બાદ ધોઈને મોઈશ્ચરાઈઝર લગાવો. કરચલીઓ ઝડપથી દૂર થશે અને ગ્લો વધશે. જો કંઈ વાગી ગયું હોય કે ઘામાંથી લોહી નીકળતું હોય તો તેને ફટકડીના પાણીથી ધોઈ નાંખો અને પછી ફટકડી નો પાઉડર તેના પર લગાવો. તેનાથી લોહી નીકળતું બંધ થઈ જશે.
કાકડા થવા પર ગરમ પાણીમાં ચપટી ફટકડી અને મીઠું નાખીને કોગળા કરવા. તેનાથી ગળાનો દુખાવો અને સોજો દૂર થાય છે. તેનાથી દાંતના કીડા અને મોઢાની દુર્ગંધ દૂર થઈ જાય છે. મધમાં ફટકડી નાખીને આખો ધોવાથી આંખોની લાલાશ સમાપ્ત થઈ જાય છે.
ઝાડાની પરેશાની બચવા માટે થોડી ફટકડીને ઝીણી વાટીને સેકી લો અને હવે આ સેકેલી ફટકડીને ગુલાબજળ સાથે મિક્સ કરીને પીવાથી લોહીના ઝાડા બંધ થઈ જાય છે. એક લીટર પાણીમાં 10 ગ્રામ ફટકડીનુ ચૂરણ મિક્સ કરી લો. આ પાણીથી રોજ વાળ ધોવાથી જુ મરી જાય છે. માથામાં શુષ્કતા થવાની સ્થિતિમાં શેમ્પુની સાથે એક નાની ફટકડી અને મીઠાને ભેગા કરીને માથાને ધોઈ લો. આમ કરવાથી માથામાં થતી શુષ્કતા ને દુર કરવામાં મદદ કરશે ફટકડી.
ચપટી શેકેલી ફટકડી, સરસિયાનું તેલ અને ચપટી સિંધવ મીઠું મિક્સ કરી દુખાવાવાળા ભાગ પર લગાવો. તરત જ આરામ મળશે. આ ઉપાય દિવસમાં 2-3 વાર કરવાથી દવા વિના જ સારું થઈ જાય છે. ઘણાં લોકોને વારંવાર મોંમાં ચાંદા થઈ જતાં હોય છે તેના માટે ચપટી શેકેલી ફટકડી, એલચીના દાણા અને કાથો લઈ પીસી લો. પછી તેને ચાંદાવાળા ભાગ પર લગાવો. આમ કરવાથી રાહત મળશે.
જ્યારે પેશાબમાં ઇનફેક્શન આવે છે ત્યારે ફટકડીનો ઉપયોગ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. જેમને યુરિન ઇન્ફેક્શન છે તેને પોતાનો ખાનગી ભાગને ફટકડીના પાણીથી સાફ કરવો જોઈએ. થોડા દિવસો સુધી આવું કરવાથી ઇન્ફેક્શન નું જોખમ દૂર થાય છે.
કરચલીઓથી છુટકારો મેળવવા માટે ફટકડીને નાના ટુકડાઓ કરીને તેને ભીના કરીને ધીમે ધીમે ચહેરા ઉપર ઘસો. થોડીવાર બાદ ગુલાબ જળથી ચહેરાને ધોઈ લો. તે બાદ મોઈસ્ચારાઈઝરનો ઉપયોગ કરો. આમ કરવાથી માત્ર થોડા દિવસોમાં જ ત્વચાની કરચલીઓ ગાયબ થઈ જશે.
ફટકડીને ખાલી પ્યાલીમાં એટલી ગરમ કરો કે તે ઓગળી જાય. પછી ઠંડુ થયા બાદ તેમાં નારિયેલનું તેલ ભેળવીને ફાટેલી એડીઓમાં લગાવો. નાકમાંથી લોહી નીકળવાની સમસ્યાને નસકોરી ફુટવી તેમ કહેવામાં આવે છે. નાકમાંથી લોહી વહેવા ઉપર ફટકડીને પાણીમાં મિશ્રિત કરીને તેના ટીપા નાકમાં નાંખો, તેનાથી નાકમાંથી લોહી નીકળવાનું બંધ થઈ જશે. ઉધરસ થવા ઉપર ફટકડીનો પાઉડર સવારે અને સાંજે એક ગ્લાસમાં ગરમ પાણીની સાથે ભેળવીને પાણી પીવાથી સમસ્યા દુર થઈ જાય છે.