પાર્કિન્સન રોગની ઓળખ ઈંગ્લેન્ડના એક ડોક્ટર જેમ્સ પાર્કિનસને આપી. પાર્કિન્સન રોગએ નર્વસ સિસ્ટમનો ઝડપથી ફેલાતો રોગ છે, જે હલનચલનને અસર કરે છે. તે ધીરે ધીરે વિકાસ પામે છે. આ રોગથી ક્યારેક માત્ર એક જ હાથમાં ધ્રુજારી શરૂ થાય છે. આ રોગ વિશે જાણકારી મેળવવવા માટે જરૂર વાંચો આ લેખને અંત સુધી.
સૌપ્રથમ આપણે જાણીશું પાર્કિન્સન રોગના લક્ષણો વિશે. રોગની શરૂઆતમાં એક અંગમાં કંપન ઉત્પન્ન થાય છે. મોટાભાગે કોઈપણ એક તરફના હાથ અને ચહેરા પર અને પછી બીજા અંગોમાં ફેલાય છે. મોઢું, ગરદન કે હાથ જકડાય છે. મોઢાના હાવભાવ નાશ થઈ જાય છે.
લખવા, ચાલવા જેવા સામાન્ય કાર્યોમાં પણ કંપનને કારણે મુશ્કેલી થાય છે. લખતી વખતે અક્ષર વાકાં ચૂકાં થાય છે અને ચાલવામાં બેલેન્સ રહેતું નથી. ચા પીવાનો કપ પકડવામાં પણ તકલીફ થાય છે. માંસપેશીઓમાં કમજોરી આવે છે. ઉપચાર ન કરવામાં આવે તો ધીમેધીમે તકલીફ વધતી જાય છે અને પછી ઊંઘમાં પણ કંપનો ચાલુ રહે છે. રોગી પથારીવશ પણ થઈ શકે છે.
હવે આપણે જાણીશું પાર્કિન્સન રોગ થવાના જવાબદાર કારણો વિશે. આયુર્વેદ પ્રમાણે વિકૃતવાયુ આ રોગનું મુખ્ય કારણ છે. વાયુ વધે એવા આહારનું સેવન, અધિક રાત્રી જાગરણ, વૃદ્ધાવસ્થામાં વધુ વ્યાયામ, શોક, ચિંતા, ભય કે પડી જવાથી, વાયુ વિકૃત થઈને મસ્તિષ્કના સ્ત્રોતોમાં અવરોધ ઉત્પન કરી કંપવા ઉત્પન્ન કરે છે. ઘણી વખત વિષની અસર કે કોઈ બીમારીની ચિકિત્સા પછી પણ આ રોગ થતો જોવા મળે છે.
ગાયનું ઘી અને ગાયનું ચાર ગણું દૂધ લઈને ઉકાળો પછી તેમાં સાકર મેળવીને 3 થી 6 ગ્રામ અસગંધ નાગોરી નું ચૂર્ણ સાથે સવાર સાંજ પીવાથી આંગળીઓની ધ્રુજારી ઠીક થઇ જાય છે. 10 ગ્રામ ગાયનું ઘી અને 40 મી.લી. દૂધનો ભાગ લઈને હળવા તાપ ઉપર પકાવી લો. આ માં 3 થી 6 ગ્રામ અસગંધ નાગોરી નું ચૂર્ણ ભેળવી લો. આ મિશ્રણ રોજ સવાર સાંજ સેવન કરવાથી ધ્રુજારીનો રોગ વહેલા ઠીક થઇ જાય છે.
હવે અમે તમને જણાવીશું વિવિધ ઔષધિથી શરીરની ધ્રુજારી દૂર કરવાના ઉપચાર. લસણના રસમાં વાવડિંગને પકવીને ખાવાથી અને લસણમાંથી મળેલ તેલની માલીશ કરવાથી આંગળીઓની ધ્રુજારી ઠીક થઇ જાય છે. ચાર કળી લસણ ને દુધમાં સારી રીતે ઉકાળી લો. પછી તેમાં ૨ ચમચી એરંડિયાનું તેલ ભેળવીને રોજ સુતા પહેલા પીવાથી આંગળીઓની ધ્રુજારી ઠીક થઇ જાય છે.
તલના તેલમાં અફીણ અને આંકડા ના પાંદડા ભેળવીને ગરમ કરીને લેપ કરવાથી આંગળીઓની ધ્રુજારી ઠીક થઇ જાય છે. હાથ પગની આંગળીઓની ધ્રુજારી દૂર કરવા માટે ગોરખમુંડી અને લવિંગનું ચૂર્ણ ખાવાથી રોગીને ફાયદો મળે છે. લગભગ ૨૦ ગ્રામ ભાંગરા ના બીજનું ચૂર્ણ ૩ ગ્રામ ઘી ભેળવીને મીઠા દૂધ સાથે ખાવાથી હાથ પગની ધ્રુજારી દૂર થઇ જાય છે.
રોજ રાત્રે સૂતી વખતે અડધી ચમચી નારસિંહ ચૂર્ણ ઘી, દૂધ અથવા સાકર સાથે લેવું. તેનાથી શરીરની ધ્રુજારી બંધ થાય છે. અશ્વગંધા, ત્રિફળા ગુગળ અને ચંદ્રપ્રભાવટી એક એક ગોળી દિવસમાં ત્રણવાર જમ્યા પછી લેવી. લગભગ ૧ ગ્રામથી ચોથો ભાગ તગરનું ચૂર્ણ યશદ ભસ્મ સાથે સવાર સાંજ સેવન કરવાથી કંપન ના રોગીને ફાયદો થાય છે.
લગભગ ૧ ગ્રામ નો ચોથો ભાગ થી અડધું જટામાંસી ને ફેટીને રોજ બે થી ત્રણ વખત સેવન કરવાથી ફાયદો થાય છે. અડધી ચમચી અજમો અને સૂંઠ નું ચૂર્ણ અને કુચલાના બીજનું ૧૦૦ ગ્રામ ચૂર્ણ ભેળવીને સવાર સાંજ ખાવ. તેનાથી શરીરની ધ્રુજારી ઠીક થાય છે. હાથ પગની આંગળીઓની ધ્રુજારી દૂર કરવા માટે મોટી હરડે નું ચૂર્ણ ખાવાથી રોગીનો રોગ ઠીક થઇ જાય છે.