આ ફળ કે જેના સેવન માત્રથી કબજિયાત સહિત અનેક રોગો રહે છે દૂર, જરૂર જાણો અન્ય ચોંકાવનાર ફાયદા

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

પરવળ ભારતની મહત્વની શાકભાજી માંથી એક છે. પરવળ ખાવાથી સ્વાસ્થ્ય ને ઘણાબધા લાભ થાય છે. અત્યારે  લોકો ને તેના વિષે ખુબ જ ઓછી માહિતી હોય છે. પરવળના શાક ને સૌથી પૌષ્ટિક માનવામાં આવે છે. વિટામિન એ, બી૧ , બી૨ અને વિટામિન સી આવેલા છે. પરવળ માં ખુબ ઓછા પ્રમાણ માં કેલરી જોવા મળે છે. પરવળ નો ઉપયોગ ગેસ ની તકલીફ સુધારવા માટે કરવામાં આવે છે. પરવળના બીજ પેશાબ સંબંધિત રોગો અને ડાયાબિટીસની સમસ્યા માટે રામબાણ ઇલાજ છે. પેટમાં પાણી ભરવાની ગંભીર સમસ્યાને ઓછી કરે છે. પરવળના પત્તાથી ત્વચા સંબંધિત અન્ય રોગોને દૂર કરવામાં મદદ મળે છે. આ સિવાય ફકની સમસ્યાને પણ એકદમ દૂર કરે છે.

પરવળ નાં પાન એક ગ્રામ અને એક એક ગ્રામ લઇ, રાત્રે દસ-બાર એમએલ પાણીમાં પલાળી રાખી, સવારે ગાળી, તેમાં મધ મેળવી, ત્રણ ભાગ કરી, દિવસમાં ત્રણ વખત આપવાથી કૃમિ મટે છે. પરવળનું સેવન ત્વચા રોગોમાં ફાયદાકારક છે. ત્વચા રોગમાં પરવળ સાથે ગળોનો ઉપયોગ અતિ હિતકારી છે તેમજ તેના પાનના સ્વરસની માલીશ પણ કરાય છે.

લોહી શુદ્ધ કરે છે :

પરવળ લોહીને શુદ્ધ કરવામાં ખુબ જ ફાયદાકારક છે. તે લોહી અને લોહીના વિકારોને સાફ કરવામાં ખુબ જ મદદ કરે છે.રક્તશુદ્ધિ દરેક વ્યક્તિ માટે ખુબ જ જરૂરી છે. પરવળ ખાવાથી ઘણા બધા રોગ દુર થાય છે. અને શરીર ની અંદર ની અશુદ્ધતા દુર કરવા માટે ઉપયોગી છે.

તાવ દુર કરે :

શરદી અને તાવ એ સાવ સામાન્ય સ્વાસ્થ્ય ની સમસ્યા માની એક છે.જે ઋતુ પરિવર્તન ના કારણે થાય છે. પરવળ પ્રતિરોધક ક્ષમતા ને વધારે છે. જો તમે નિયમિત પરવળ ખાવ છો તો તમે શરદી અને તાવ ની તકલીફ ઓછી થાય છે. પરવળ ઈમ્યુન સિસ્ટમને પણ વધારે છે. તે તાવ, શરદી ખાંસી, સ્કીન ઈન્ફેક્શન અને ઈજાઓમાં રાહત આપવાનું કામ કરે છે.

પાચન ક્રિયા સુધારે :

લીલા રંગ ના પરવળ માં ખુબ વધારે પ્રમાણમાં ફાઈબર મળી આવે છે.જે યોગ્ય પાચનને વધારવા માટે ઉપયોગી છે. પરવળ ગેસ અને લીવરની સમસ્યા ને સુધારવા માટે ઉપયોગી છે. પોતાના નિયમિત આહાર માં પરવળ ખાવાથી પાચનમાં સુધારો થાય છે.

યુવાની ને જાળવી રાખે :

પરવળમાં એન્ટીઓક્સીડેન્ટ આવેલા છે. તેમાં એન્ટી એજિંગ ગુણ પણ છે. ચહેરા પર કરચલીઓ અને મૃત ત્વચા એ ચહેરા પર સુંથી સામાન્ય બાબત છે. પરવળ માં સારા પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ,વિટામીન એ અને સી મળી આવે છે જે લડવામાં આવે છે. દરેક વ્યક્તિ માટે વધતી ઉમર ખુબ જ ચિંતાનો વિષય બની ગયો છે.કુદરતી રીતે પરવળ વધતી ઉમરથી જોડાયેલ વસ્તુઓને રોકી શકે છે.

કબજિયાત માં ઉપયોગી :

કબજિયાત દરેક સમસ્યાનો જડ છે. જે સામાન્ય રીતે ઓછુ પાણી પીવાથી થાય છે. પરવળ ના બીજ કબજિયાત ની સમસ્યા ઓછી કરવામાં મદદ કરે છે. પરવળમાં ભરપૂર માત્રામાં ડાયેટ્રી ફાઈબર્સ હોય છે, જે પાચન તંત્રને યોગ્ય કરવામાં મદદ કરે છે.

વજન ઓછુ કરવામાં :

આજ ના યુગ માં દરેક પોતાનું વજન ઓછુ કરવા માટે સતત ને સતત પ્રયત્નો કરી રહ્યા હોય છે.આજ ના સમય માં ફીટ અને ઠીક રહેવું બહુ જરૂરી છે. પરવળ ને આપણા નિત્ય આહાર માં ઉમેરવું જોઈએ. પરવળ ને નિયમિત ખાવાથી આપણું પેટ ભરેલું રહેશે અને ભૂખ પણ નહિ લાગે.૧૦૦ ગ્રામ પરવળમાં ફક્ત ૨૪ કેલરી હોય છે.

કોલેસ્ટરોલ નિયંત્રણમાં રાખે :

પરવળમાં વિટામિન ઉપરાંત કેલ્શિયમ પણ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જે કોલેસ્ટરોલનું સ્તર ઘટાડે છે અને કોલેસ્ટરોલનું સ્તર નિયંત્રિત કરે છે. પરવળના બીજ શરીરના કોલેસ્ટરોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top