બાળક થી લઇ ને વૃદ્ધ સુધી ના દરેક વ્યક્તિ ને મકાઈ પસંદ હોય છે. તેને ડોડા કે મકાઈ ના ભુટ્ટા તરીકે પણ ઓળખાય છે. આ ડોડા મા રહેલા રેસા આપણ ને ખાવા મા નડતા હોવા થી આપણે કાઢી નાખીએ છિએ. પરંતુ તે મકાઈના દાણા પર જોવા મળતા સોનેરી રંગના રેસા તમારી કિડનીને ડિટોક્સાઇફ કરી શકે છે. આપણે મકાઈ ખાઈને તેના રેસા ને ફેકી દઈએ છીએ. પરંતુ તે ફેકી દેવાની ચીજ નથી. પરંતુ શું તમને ખબર છે તે અનેક રોગો માટે બહુ જ લાભદાયી છે. જે લોકો કિડનીમાં પથરી ની સમસ્યા થી પીડાતા હોય તેના માટે મકાઈ ના રેસા બહુ જ લાભદાયી છે. વગર ઓપરેશન પથરી નીકળી જાય છે.
ડોડા ના રેસાઓ મા ભરપૂર પ્રમાણ મા ન્યુટ્રીએંટ્સ રહેલા હોય છે. જે રોગો થી રક્ષણ મેળવવા મા મદદરૂપ થાય છે. આ રેસા થી તૈયાર કરેલુ જયુસ પીવા થી બર્નિંગ પ્રોસેસ ઝડપી બનશે અને વધારા ની ચરબી નો નાશ થાય છે. જે લોકો ને ઝડપથી વજન ઓછુ કરવું છે તેના માટે બહુ લાભદાયી છે. આ રેસાઓ થી બનાવેલું જયુસ પાચનતંત્ર ને મજબૂત બનાવે છે. મકાઈના ડોડામાં રહેલા રેસામાં ઝીંક, કેલ્શિયમ ,મેગ્નેશિયમ, વિટામિન સી અને વિટામિન બી ૧૨ જેવા અનેક વિટામીન રહેલા હોય છે. તેના લીધે બીપી કંટ્રોલ માં રહે છે. મકાઈ ના રેસા ની કોઈ પણ આડઅસર નથી.એટલે દરેક વ્યક્તિ આ જ્યુસ પી શકે છે.
કીડની ને લગતી સમસ્યા માટે :
મકાઈના રેસાનો ઉપયોગ કિડનીને લગતી દરેક સમસ્યાઓ ને નિકાલ કરવા માટે પણ થાય છે. તેના ઉપયોગથી મૂત્રાશયનો ચેપ, કિડનીની પથરી અને પેશાબની અન્ય તકલીફ થી છુટકારો થાય છે. મકાઈ ના રેસા ને પીવા માટે એક કપ પાણીમાં બે નાના ચમચી મકાઈના રેસા ઉકાળો. ઉકળી જાય પછી તેને દસ મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ આ પાણીને ગાળી લો અને તેને મધ મિક્સ કરી ને પીવો. આ ડોડા ના રેસાઓ શરીર મા રહેલા કચરા નો નાશ કરી કીડની ને પથરી ના ભય થી રક્ષણ આપે છે.અને ઓપરેશન કરવાની પણ જરૂર રહેતી નથી.
પથરી દુર કરવા :
મકાઈના વાળનું પાણી બનાવવા માટે બે ગ્લાસ પાણીને સારી રીતે ઉકાળો. આ પછી, મકાઈના વાળને ગરમ પાણીમાં નાંખો અને તેને ધીમી આંચ ઉપર ઉકાળો. આ પાણીમાં એક લીંબુના ના રસ નાખી અને પાણી એક ગ્લાસ રહી જાય ત્યાં સુધી તેને ઉકાળો. આ પીણું રોજ સવારે અને સાંજે પીવાથી થોડા જ સમયમાં તમને ફાયદાઓ થવાનું શરૂ થઈ જશે. જે લોકો પથરી થી પીડાતા હોય તેને તરત જ રાહત મળશે. અને પથરી મૂત્રાશય દ્વારા બહાર નીકળી જશે.
કોલેસ્ટ્રોલ ને અટકાવે :
લોહી ની નળીઓ મા જમા થતુ કોલેસ્ટ્રોલ ને અટકાવે છે અને તેને નિયંત્રણ મા પણ રાખે છે. ડોડા ના રેસા ને ૧૫ મિનિટ ધીમી આંચ પર પાણી મા ઉકાળી કાળુ મીઠુ અને લીંબુ ઉમેરી સવાર-સાંજ પીવા માં આવે તો શરીર નિરોગી અને તંદુરસ્ત રહે છે અને કોલેસ્ટ્રોલ ને અટકાવે છે.
ડાયાબિટીસ :
લોહી મા રહેલા સુગર ના પ્રમાણ ને કંટ્રોલ મા રાખે છે અને ડાયાબિટીસ ને થતુ અટકાવે છે. આ ઉપરાંત મકાઈ ના રેસનું આ જયુસ હૃદય ને લગતા રોગો નુ નિદાન પણ લાવે છે. મકાઈના વાળને ગરમ પાણીમાં નાંખો અને તેને ધીમી આંચ ઉપર ઉકાળો. આ પાણીમાં એક લીંબુના ના રસ નાખી અને પાણી એક ગ્લાસ રહી જાય ત્યાં સુધી તેને ઉકાળો. પછી તે ઉકાળા ને સવાર સાંજ પીવાથી ફાયદો થાય છે.