આજકાલ આ વ્યસ્ત જીંદગીમાં દરેક અનિયમિત ખાણીપીણી અને ખરાબ દિનચર્યા ને લીધે આરોગ્યને લગતી તકલીફમાંથી પસાર થાય છે. બીમારી ને દુર કરવા માટે જવ નો ઉપયોગ થાય છે. જે આપણા આરોગ્ય માટે ખુબ ફાયદાકારક છે. તે ઘણી બધી બીમારીઓથી કાયમી છુટકારો અપાવે છે. તે બીમારીઓ થવાનો ભય ખુબ ઓછો થઇ જાય છે. જવમાંથી લેક્ટિક એસિડ,શૈલીસીલીક એસિડ, કેલ્શિયમ,પોટેશિયમ અને ફોસ્ફોરિક એસિડ મળી આવે છે. જવ માં ઓછા પ્રમાણ માં કેરાટીન હોય છે.
જવ એક પ્રકાર નું અનાજ છે. જવ ઠંડા અને શાંત હોય છે. જાવ અનાજ ની સાથે સાથે તેનું પાણી પીવાથી આપણા આરોગ્ય માં ખુબ ફાયદા થાય છે. તે ઘણી બધી બીમારીઓ ને કાયમી માટે છુટકારો આપે છે. અને આના ઉપયોગ થી ઘણી બધી બીમારી થવાનો ભય પણ ઓછો થઇ જાય છે. જવમાં બીટા-ગ્લૂકોઝ અને ઇંસુલિન હોય છે. જે બ્લડમાં શુગર લેવલના પ્રમાણને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓના પગમાં સોજો આવી જાય છે,તે મહિલા ને જવ નું પાણી પીવરાવવામાં આવે છે.
જવ ને શેકીને પછી વાટી તેના લોટ માં ચપટી મીઠું અને પાણી ભેળવીને એક પ્રકારનું પીણું બનવવામાં આવે છે. જેને ઘણા લોકો સત્તુ પણ કહે છે. ઘણા લોકો મીઠા ની જગ્યાએ ગોળ નો પણ ઉપયોગ કરે છે. અને આ પાઉડર માં ઘી અને સાકાર ભેળવીને પણ ખાવામાં આવે છે. જવ બીમાર વ્યક્તિ માટે ઉત્તમ પદાર્થ છે. જવનું પાણી શરીરને અંદરથી ડીટોક્સ કરે છે. લોહીશુદ્ધિ કરવા માટે જવ એ સૌથી સારૂ ટોનિક હોય છે.
વજન ઓછું કરે :
જે લોકો ને વજન ઓછુ કરવું છે તેની માટે જવ ખુબ જ ફાયદાકારક છે. જવમાં એવા તત્વો મળી આવે છે. જેનું સેવન કરવાથી મેટાબોલીજમ વધે છે. જે કે મોટાપો ઓછો કરી શકે છે, જેનાથી તમે સ્લીમ થઇ જશો. જવ માં એવા તત્વો મળી આવે છે. જેનું સેવન કરવાથી મેટાબોલીજ્મ વધે છે. જે કે મોટાપો ઓછો કરી શકે છે. જેનાથી સ્લીમ થઇ જશો. રોજ સવારે તેનું સેવન કરવાથી આખો દિવસ પેટ ભરેલું લાગે છે. જલદી ભૂખ લાગતી નથી, જેથી ઓવરઇટિંગ ની સમસ્યા થતી નથી. તેની સાથે જ જવના પાણીથી પાચનતંત્ર પણ સારું થાય છે. મેટાબોલિજ્મ વધવાની સાથે સાથે વજન જલદી ઓછું થઇ જાય છે.
સ્ક્રીન પ્રોબ્લેમ માટે :
અડધો કપ જવ નો લોટ અને એક ચમચી દૂધ ની મલાઈમાં અડધું લીંબુ નીચોવી લો. અને ઉપર થોડું પાણી નાખીને મિશ્રણ બનાવી લો. આ મિશ્રણને ચહેરા ઉપર ૧૫ મિનીટ લગાવી ને મૂકી દો અને પછી ચહેરો ધોઈ નાખો. આવું રોજ કરવાથી ચહેરા ઉપર વધારે ચમક આવી જશે અને ચહેરો ઘણો જ સુંદર લાગશે.અને યુવાની અથવાત રહેશે. લગભગ એક લીટર પાણીમાં એક કપ જવ ને ઉકાળીને તે પાણીને ઠંડુ કરીને પીવાથી શરીરનો સોજો દુર થઇ જાય છે.
શ્વાસ અને દમ ના રોગ માટે :
જવ ના પાણી ને મધ સાથે સેવન કરવાથી ઘણો બધો લાભ થાય છે. તુષ રહિત જવ અને અરડુસી ભેળવીને ઉકાળો બનાવો. તે ઉકાળા માં તજ, તેજપત્તા , ઈલાયચી નું ચૂર્ણ અને મધ ભેળવીને પીવાથી અલ્પપીત્ત થી થનારી ઉલટી તરત દુર થાય છે. દમ ના રોગી ને ૬ ગ્રામ જવ ની રાખ અને ૬ ગ્રામ સાકર બન્નેને મિક્સ કરી સવાર સાંજ ગરમ પાણીની સાથે ફાકી લેવાથી દમ મટી જાય છે. અને શરદી માં રાહત થાય છે.
કોલસ્ટ્રોલમાં રાહત :
જવ શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલના પ્રમાણને ઓછું કરવાનું કામ પણ કરે છે. જ્યારે શરીરમાં સારા કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે તો વ્યક્તિને ક્યારેય હૃદયથી સંબંધિત સમસ્યાઓ થતી નથી. તેમાં મળી આવતું તત્વ કોલેસ્ટ્રોલ ના લેવલને ઠીક રાખે છે. જેને કારણે તમને હૃદયને લગતી કોઈપણ જાતની બીમારી નહી થાય. હૃદયની બીમારી થવાનું મુખ્ય કારણ કોલેસ્ટ્રોલનું લેવલ ઓછું થવાથી થાય છે. ખાંડ તથા જવના લોટના બનેલા લાડુ ખાવાથી ગઠિયાના રોગમાં પણ રાહત થાય છે. આવું કરવાથી દર્દ તેમજ સોજો દૂર થાય છે. કોલસ્ટ્રોલને ઓછું કરવા માટે જવનું પાણી ખૂબ ફાયદાકારક રહે છે. જવનું પાણી પીવાથી શરીરમાં રહેલા વિષાક્ત પદાર્થ શરીરમાંથી બહાર નીકળી જાય છે.