સુવા દાણા વર્ષો થી ઔષધી તરીકે ઉપયોગ માં લેવાય છે. જે શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્યને પણ પ્રોત્સાહન આપે છે. સુવાદાણા પ્રાચીન કાળથી ખોરાક, ઔષધીય અને મસાલા તરીકે ઉપયોગમાં લેવાય છે. સુવાદાણા સ્વાદ માં તીખા,ગરમ,ભૂખ લગાડનાર ,આહાર પચાવનાર,બળપ્રદ,હૃદય માટે હિતકારી,વાયુનાશક,પિત્તવર્ધક અને કફ,કૃમિ,શુળ,અનિદ્રા,આફરો અને વાયુના રોગો ને મટાડે છે. પ્રસૂતા મહિલાનું ધાવણ વધારવા, પાચનક્રિયા સુધારવા તથા કીટાણુઓ નાશ કરવા માટે સુવા ખૂબ જ ઉપયોગી છે. રોજ અડધી ચમચી સુવાનું ચુર્ણ મધ કે ઘી સાથે સવારે ચાટવાથી સ્મરણશક્તિ માં વધારો થાય છે.
અનિયમિત માસિક સ્ત્રાવ :
મોટાભાગની સ્ત્રીઓ અનિયમિત માસિક ચક્ર થી પીડાય છે. જો તે સ્ત્રીઓ સુવાદાણાનું સેવન કરે છે, તો પછી તેમનું પીરિયડ ચક્ર નિયમિત બને છે. આ સિવાય તેમાં હાજર તત્વો હોર્મોન્સને સંતુલન જાળવવામાં માટે મદદરૂપ છે. ગર્ભાશયને શુદ્ધ કરે છે
કેન્સર અને હૃદયરોગ માં લાભદાયી :
કેન્સર એ કોઇ એક જ બીમારી નથી પરંતુ તે ઘણી બધી બિમારીઓનો સમૂહ છે. કેન્સર ૧૦૦ કરતાં પણ વધારે પ્રકારનું હોય છે. સુવામાં એન્ટિ-ઓક્સિડેન્ટ ના ગુણ રહેલા હોય છે, જે શરીરમાં રહેલા ઝેર અને ફ્રી રેડિકલ્સને બહાર કાઢવામાં મદદ કરે છે. આને કારણે કેન્સર અને હૃદયરોગ જેવા ગંભીર રોગોનું જોખમ ઓછું થાય છે. કેન્સરની સારવારમાં અસરકારક માનવામાં આવે છે. તેમાં કેટલાક કેન્સર વિરોધી ગુણધર્મો છે, જે કેન્સરને દૂર રાખે છે.
પાચનશક્તિ માં વધારો :
સુવાદાણા પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે. આ સિવાય તે ઝાડામાં પણ મદદ સાબિત થાય છે. તેમાં મોનોટર્પીન્સ અને ફ્લેવોનોઈડ્સ નામના તત્વો રહેલા હોય છે, જે અતિસારનું કારણ બનેલા જંતુઓને જડમૂળથી બહાર કાઢી નાખે છે. રોજ અડધી ચમચી જેટલો સુવાદાણા નો પાઉડર ખાવાથી પેટમાં થતી તકલીફો દૂર થાય છે અને ઝાડા માં દુર્ગંધ આવતી હોય તો તે પણ દૂર થાય છે. કબજિયાત જેવી રોગોમાં ફાયદો કરે છે. સુવાદાણા શરદી તાવ ચેપ ઉધરસ માટે ઉપયોગી છે.
સંતાન પ્રાપ્તિ માટે :
સુવાદાણા સંતાનપ્રાપ્તિ માટે પણ ઉપયોગી છે. નિઃસંતાન સ્ત્રીઓ માટે તે આશીર્વાદ સમાન છે. દરરોજ સવારે સુવાનું ચૂર્ણ એક ચમચી શક્તિ અનુસાર લઈ અને ઘી મિક્સ કરી ને ચાટી જવું. આ પ્રમાણે એક મહિનો ઉપચાર કરવાથી સંતાન રહિત સ્ત્રીઓને સંતાન આવે છે. આ ઉપચારથી વૃદ્ધોમાં યુવાન જેવી શક્તિ પણ આવે છે.
ડાયાબીટીસ ને કંટ્રોલ માં કરે :
ડાયાબિટીઝને અંકુશમાં રાખવા માટે સુવાદાણા મહત્વપૂર્ણ ભૂમિકા છે. તે લોહીમાં સીરમ લિપિડ્સ અને ઇન્સ્યુલિનના વધતા સ્તરને અંકુશ માં કરે છે, જે બ્લડ સુગર પણ નિયંત્રણમાં રાખે છે.
અસ્થી ભંગ :
કોઈપણ ઉંમરમાં સુવાદાણા નો ઉપયોગ અસ્થિભંગ અને તિરાડ ને ભરનાર તરીકે કામ કરે છે સુવાદાણા માં વિટામિન બી અને કેરોટીન હોય છે. તેમાં તાંબુ પોટેશિયમ સોડિયમ અને અન્ય પદાર્થો સામેલ હોય છે. સુવાદાણા શરીરમાં આયન અને ફોસ્ફરસ ની કમીને દૂર કરે છે. સુવાદાણા બેક્ટેરિયા નો નાશ પણ કરે છે.
સુવાવડ પછી ઉપયોગી :
સુવાવડ પછી સુવાદાણા નો ઉપયોગ વધારે કરવામાં આવે છે. જો તમને કમરનો દુખાવો અને પેઢાનો દુખાવો અને ગર્ભાશયનું સંકોચન બરાબર ન થયું હોય તો અથવા સફેદ પાણી પડતું હોય તો આવી બધી સમસ્યાઓ માં સુવાદાણા એક ઉત્તમ ઔષધિ છે. સુવાદાણામાં ધાવણની વૃદ્ધિ કરવાની શક્તિ હોય છે. પ્રસૂતિ પછી સ્ત્રીની ભૂખ ઓછી થઈ જાય છે.
સંધિવા ના દુખાવામાં :
સુવાદાણા ના પાંદડાની પેસ્ટ, ફ્લેક્સસીડ અને એરંડાનાં બીજને ૧ ગ્લાસ દૂધમાં મિક્સ કરો. આ સંધિવા, સાંધાનો દુખાવો અને સોજો દૂર કરશે.
સુવાદાણા ના નુકશાન :
સુવાની ભાજીનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી શરીરમાં પિત્તની સમસ્યા વધી શકે છે કારણ કે તેની તાસીર ગરમ હોય છે. તેનાથી છાતી અને શરીરમાં બળતરા, ગેસની સમસ્યા પણ ઉત્પન્ન થઇ શકે છે.