ખુબ પૈસા કમાવવા છતાં પણ ખિસ્સામાં કઈ નથી બચતું તો અપનાવો આ ઉપાય

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મિત્રો હાલ નો વર્તમાન સમય એટલો આધુનિક બની ગયો છે કે લોકો નાણા મેળવવા ની દોડ મા અંધાધુંધ બની ગયા છે. આજ ના સમય મા લોકો ને પૈસા મેળવવા સિવાય બીજુ કશુ જ જોઈતુ નથી. લોકો ની જિંદગી મા નાણા એ ખૂબ જ અગત્ય ની વસ્તુ છે. પહેલા ની એક કહેવત છે ને કે ,“ નાણા વગર નો નાથીયો , નાણે નાથાલાલ. ” તમે એવી અનેક બાબતો વિશે જાણ્યુ હશે કે , જે લોકો પાસે નાણા નથી હોતા તે લોકો સાથે તેમના સગા-સંબંધીઓ કોઈપણ જાત ના વ્યવહાર નથી રાખતા. તેમના સગા-સંબંધીઓ પણ તેમના થી દૂર ચાલ્યા જાય છે. પરંતુ , જે લોકો અઢળક નાણા ધરાવે છે. બધા તેમની આગળ-પાછળ ફરે છે. સમાજ મા પણ શ્રીમંત વર્ગ ને વધુ પડતુ માન-સન્માન આપવા મા આવે છે. સમાજ નો દરેક વ્યક્તિ નાણા મેળવવા માટે દિવસ-રાત અથાગ પરિશ્રમ કરતા હોય છે. તે તેમના થી બનતા દરેક પ્રયાસો કરે છે જેના લીધે તે વધુ મા વધુ નાણા મેળવી શકે. પરંતુ , અથાગ પ્રયાસો છતા પણ તે સફળતા મેળવી શકતા નથી.

જો કે લોકો તનતોડ મહેનત કરીને કમાણી કરે છે અને ભવિષ્ય માટે બચત કરે છે તેના છતાં પણ લોકો જરૂરિયાતની વસ્તુઓ મેળવી શકતા નથી, તેનું ખાસ કારણ કુંડળીના અમુક દોષ પણમાનવામાં આવે છે. એવામાં જ્યોતિષશાસ્ત્રના આધારે તમને અમુક એવા ઉપાયો જણાવીશું જેનાથી તમે પણ ખુબ પૈસા કમાઈ શકશો અને બચત પણ કરી શકશો.આવો તો જાણીએ આ પાંચ ઉપાયો વિશે જેનાથી તમારા ખિસ્સામાં પણ પૈસાની બચત થશે.

તમારા ઘરના રસોડાની નિયમિત સાફ સફાઈ રાખો. સવારનું ભોજન બનાવતા પહેલા સૌથી પહેલા કચરો વાળવો જોઈએ, જેનાથી ભોજનના માધ્યમથી શરીરમાં આવતી નકારાત્મક્તા રોકાઈ જશે.

એવી તિજોરી કે જેનું મુખ ઉત્તર દિશા તરફ ખુલતું હોય તેમાં તમારા પૈસા કે ઘરેણા રાખો. જો તિજોરીનું મુખ બદલી શકાય તેમ હોય તો તેને બદલીને ઉત્તર દિશા તરફ કરી શકો છો.

સૌપ્રથમ દરરોજ પરોઢે સ્નાન કરતા પૂર્વે તમામ તીર્થો તથા પવિત્ર નદીઓ નુ ધ્યાન ધરવુ. જો તમે નિયમીત આ ક્રિયા કરો છો તો તમને તીર્થ મા સ્નાન કર્યા નુ પુણ્ય મળશે અને સાથોસાથ તમારા કમનસીબ નો પણ અંત થશે. આ ઉપરાંત તમે નહાવા ના પાણી મા ગંગાજળ ઉમેરી ને સ્નાન કરો તો પણ શુભ ગણાય.

બીજો એક અન્ય ઉપાય એ છે કે પરોઢ સમયે તમારી નિત્ય ક્રિયા પૂર્ણ કર્યા બાદ તુલસી ના પૌધા ને જળ અર્પણ કરો અને ત્યારબાદ ત્યા દિપક પ્રજવલિત કરો. એ વાત ની વિશેષ કાળજી રાખવી કે આ તુલસી ના પૌધા ની નિયમીત સાર-સંભાળ રાખવી તથા તેની સ્વચ્છતા ની વિશેષ કાળજી રાખવી. જેથી તમારા પર પ્રભુ વિષ્ણુ અને માતા લક્ષ્મિ ની અસીમ કૃપા વરસશે.

જો તમે પરોઢ ના સમયે વહેલા ઊઠી ને સૌપ્રથમ પોતાની બંને હથેળીઓ ના દર્શન કરશો તથા તમારા ઈષ્ટદેવ નુ સમરણ કરશો તો તમારી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે.

જો તમે તમારા ઘર ના દેવસ્થાન મા પરોઢે તથા સંધ્યા સમયે આરાધના કરતા સમયે ઘી નો દિપક પ્રજ્વલિત કરો તથા સાથોસાથ કપૂર પણ સળગાવો તો તમારી નાણા ને લગતી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે.

પૈસા કમાવવાના મંત્ર 

મિત્રો આ દુનિયામાં રહેલ દરેક વ્યક્તિ જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માંગે છે. અને એના માટે તેઓ સખત પરિશ્રમ પણ કરે છે. પરંતુ જરૂરી નથી જે મહેનત કરે સફળતા એને મળે જ. કારણકે ઘણા બધા લોકો સખત મહેનત અને લગન પછી પણ જીવનમાં સફળ નથી થઈ શકતા. એવામાં આજે અમે તમને પૈસા કમાવવાના ત્રણ મંત્ર જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે રાતો રાત માલામાલ થઈ જશો.

પહેલો મંત્ર 

અર્થ 

ભગવાન વિષ્ણુનું મંગળ થાય, જેમની ધજામાં ગરુડ છે એમનું મંગળમય થાય, જેમના કમળ જેવા નેત્ર છે એમનું મંગલમય થાય, એ પ્રભુ હરિનું મંગળમય થાય.

જે વ્યક્તિ આ મંત્રનો જાપ કરશે તે હંમેશા સુખી રહેશે. આ મંત્રના જાપથી એને સુખ સમૃદ્ધિ મળવા લાગશે. વ્યક્તિના જીવનમાં અટકેલા કામ બનવા લાગશે અને એમને સુખનો અનુભવ થવા લાગશે. પરંતુ આ મંત્રને બોલવાનો યોગ્ય સમય છે. એને ગમે ત્યારે બોલવામાં આવતો નથી. આ મંત્રને સવારના સમયે બોલવા પર જ ફળની પ્રાપ્તિ થશે. થોડા દિવસો સુધી સતત આવું કરવાથી તમને ફરકે દેખાવાનું શરુ થઇ જશે.

જ્યોતિષીઓ માને છે કે લક્ષ્મીના 18 પુત્રો તેમના નામનો જપ કર્યા પછી માતા લક્ષ્મી ભક્તોની પાસે આવે છે અને ઇચ્છિત આશીર્વાદ આપે છે. જ્યોતિષીઓનું તો એવુ પણ કહેવુ છે કે જો અચાનક પૈસાની તંગી આવી જાય તેવામાં જો માં લક્ષ્મીના પુત્રોના નામ બોલાવવામાં આવે તો આર્થિક સંકટ ટળી જાય છે. જ્યોતિષીઓ માને છે કે લક્ષ્મી હંમેશાં ત્રણ જગ્યાએ રહે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top