શરીરમાં ઘણા એવા રોગ હોય છે કે જે ઓછું પાણી પીવાથી થાય છે. સ્વસ્થ રહેવા માટે ઓછામાં ઓછું દિવસમાં દસ થી બાર ગ્લાસ પાણી પીવું જોઈએ. જરૂરી પ્રમાણે પાણી પીવાથી ઘણા રોગો દુર થઇ જાય છે. આજે અમે તમને જન આવીશું ઓછું પાણી પીવાથી શરીરને થતાં અલગ-અલગ રોગો વિશે.
જો તમને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો સૌથી મોટો સંકેત એ છે કે તમે ઓછું પાણી પીતા હશો. તો તમે રેગ્યુલર પાણી પીતા હશો તો પાચનતંત્ર બરાબર કામ કરતું રહેશે. આપણે બધા જાણીએ છીએ કે પાચન ક્રિયામાં ફાઇબર એક જરૂરી પોષક તત્વ છે. પરંતુ ઓછું પાણી પીવાથી આસાનીથી કબજિયાત થઈ શકે છે. પર્યાપ્ત માત્રામાં પાણી પીવું એટલે જરૂરિયાત શરીર છે એટલું પાણી પીવું વધુ.
ચામડી એ શરીરનું સૌથી મોટું અંગ છે. જો તમે પૂરતા પ્રમાણમાં પાણી પીતા નથી તો એની અસર ત્વચા અને ચામડી પર થવા લાગે છે. આપણી ત્વચા સુકાઈ જાય છે. તો પાણી પીવાનું રાખવું. પાણી એ કુદરતી ઔષધિ છે. આ પૃથ્વી પર સૌથી મોટી કોઈ ઔષધિ હોય તો તેમા એક નંબરમાં પાણી છે. ઓછું પાણી પીવાથી ચહેરા પર ખીલ ની સમસ્યા પણ થાય છે.
ઓછું પાણી પીવાથી લાંબા સમયે અલ્સર ની કે ચાંદાની સમસ્યા પણ થઈ શકે છે. જો તમને લાગે છે કે તમે લાંબા સમય સુધી બીમાર છો. તો તેને પાણી પીવાથી બિનજરૂરી ટોક્સિનને બહાર નીકાળવા પડે છે. માટે ડોક્ટરો પણ બીમારીમાં ઉકાળેલું પાણી પીવાની સલાહ આપે છે. થાક લાગતો હોય તો થકાવટ ના અનેક કારણો છે પણ તેમાં એક કારણ ઓછું પાણી પીવાનો પણ સંકેત છે. થાક અનુભવાય એ સમયે પાણી પીવાનું રાખો. પાણી ઝડપથી પીવાનુ નથી. ખૂબ તરસ લાગી હોય તો પણ પાણી ધીમે ધીમે પીવાનું છે.
ઓછું પાણી પીવાથી શરીરના તંત્રમાં સંકોચાઈ જાય છે, આવા કિસ્સાઓમાં, કોશિકાઓ વારંવાર સંકોચાઈ જવાથી એની અસર શરીર માં મેટાબોલિઝમ પર પડે છે અને ધબકારા પર નકારાત્મક અસર કરે છે. જ્યારે આવું થાય છે ત્યારે ધબકારાને અસર પણ થઈ શકે છે.
આંખો વારંવાર સુકાઈ જતી હોય એવું લાગે, તો જરૂરી માત્રામાં પાણી ન પીતા હોય તો આંખ શુષ્ક થઈ જાય છે. માટે જરૂરી પાણી પીવાનું રાખો. આંખ સ્મુધ રહેશે. જો નબળાઈ અનુભવાય છે. તો તેમાંનું એક કારણ ઓછું પાણી પીવાનુ પણ છે. શરીરમાં પાણીનો અભાવ પણ પથ્થરીની સમસ્યાઓનું કારણ બને છે.
જો તમે ઓછું પાણી પિતા હોય તો તમે અપચાનો શિકાર પણ ઝડપી બની શકો છો. ઓછું પાણી પીવાથી આંતરડા સંકોચાય છે. જો આવું થાય, તો ખોરાક યોગ્ય રીતે પચશે નહીં, જે સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પરિણમી શકે છે. આ સમસ્યાઓમાં, પેટને યોગ્ય રીતે સાફ ન કરવું એ સામાન્ય સમસ્યા છે. તેથી ઓછું પાણી પીવાનું ટાળો. ઓછું પાણી પીવું તે આપણને છાતીમાં બળતરા ઉપરાંત પેટમાં અલ્સર થવાની તકલીફ પણ થઇ શકે છે. તો ઓછું પાણી પીવું જોઈએ નહીં
ઓછું પીવાથી કીડની પર બહુ જ ખરાબ અસર ઉત્પન્ન થાય છે. જ્યારે ઓછું પાણી પીએ છીએ ત્યારે તે આપણી કિડનીમાંથી સીધું પસાર થઈને નીકળી જાય છે. જેથી લોહીમાં વધુ પ્રમાણમાં ગંદકી એકઠી થઇ શકે છે. જેનાથી કીડની અને હૃદયની બીમારી થવાની સંભાવના ઉત્પન્ન થઇ શકે છે. કીડની ખરાબ પણ થઇ શકે છે આ સિવાય યુરીન ઇન્ફેકશન પણ થઇ શકે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.