વગર દવાએ સૂકી ખાંસી, કફ, વીર્ય વધારવા જેવી પુરુષોની દરેક સમસ્યા માટે 100% અસરકારક ઉપચાર છે આ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સફેદ ડુંગળી માં પાણીની પ્રચુર માત્રા હોય છે, માટે ગરમીમાં તેને ખાવાથી લૂ લાગવાની સંભાવનાઓ ઓછી થઈ જાય છે. તેમાં સેક્સ સંબંધિત રોગના નિદાન માટે અદ્ભૂત ક્ષમતા હોય છે. તેમાં કામશક્તિ વૃદ્ધિ કારક પણ માનવામાં આવે છે,એવી માન્યતા છે કે આજ કારણે પહેલા વિધવા મહિલાઓને ડુંગળી અને લસણ ખાવાની મનાઈ કરવામાં આવતી હતી.

100 ગ્રામ સફેદ ડુંગળીમાં 1.2 ગ્રામ પ્રોટીન, 11.1 મિલિ ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ, 15 ગ્રામ વિટામિન, 46.9 ગ્રામ કેલ્શિયમ, 0.4 ગ્રામ ખનિજ, 50 મિલિ ગ્રામ ફોસ્ફરસ, 50 મિલિ કેલરી, 0.6 ગ્રામ ફાઈબર, 0.1 ગ્રામ ફેટ, 0.7 મિલિ ગ્રામ આયર્ન અને 86.6 ગ્રામ પાણી હોય છે.

સફેદ ડુંગળીના રસમાં આદુનો રસ, મધ અને ઘી ભેગા કરીને એક મિશ્રણ તૈયાર કરો, સતત 21 દિવસ સુધી સવાર-સાંજ એક ચમચી આ મિશ્રણ પીવાથી પુરુષોમાં વીર્ય વૃદ્ધિ થાય છે. સેક્સ પ્રત્યેની અનિચ્છા દૂર થાય છે. 100 ગ્રામ અજમા સાથે તેટલી જ માત્રામાં ડુંગળીનો રસ મિશ્રિત કરીને તેને તડકામાં સુકાવી લો. આ પ્રક્રિયા ત્રણ વખત કરીને તેનો પાઉડર તૈયાર કરી લો. એક ચમચી પાઉડરને 5 ગ્રામ ઘી અને 5 ગ્રામ ખાંડ ભેળવીને લેવાથી નપુંસકતા દૂર થશે.

સફેદ ડુંગળીના બીજા ફાયદા પણ છે. સફેદ ડુંગલીમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે જે અપચાની સમસ્યાને દૂર કરે છે. ગળું બગડી ગયું હોય તેમાં પણ સફેદ ડુંગળી લાભદાયી સાબિત થાય છે. આ સિવાય એનીમિયા, ડાયાબિટિસ, હ્રદય રોગ, કેન્સર જેવી સમસ્યાઓમાં પણ કારગત નિવડે છે.

સૂકી ખાંસીના કારણે ગળું છોલાઈ જતું હોય છે, આવી તકલીફમાં ગોળ કે મધ સાથે સફેદ ડુંગળીનો રસ લેવાથી આરામ મળે છે. ગળું મટાડવાની ચિંતામાં વધારે પ્રમાણમાં તેનું સેવન ન કરો, એક ચમચી પુરતું જ કરવું. ડાયાબિટિસમાં સફેદ ડુંગળી શરીરમાં બેલેન્સ જાળવી રાખે છે, આ કારણે નિયમિત સફેદ ડુંગળી ખાવની સલાહ આપવામાં આવે છે.

સફેદ ડુંગળી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. તેમાંથી મળતું મિથાઈલ સલ્ફાઈડ અને એમીનો એસિડ કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે, માટે હ્રદય રોગથી બચી શકાય છે. સફેદ ડુંગળીમાં પુષ્કળ પ્રમાણમાં સલ્ફર હોય છે જેથી તે પેટ, ફેફસા તથા પ્રોટેસ્ટ વગેરેના કેન્સરથી બચી શકાય છે. સફેદ ડુંગળીના સેવનથી પેશાબને લગતા રોગથી પણ બચી શકાય છે.

સફેદ ડુંગળી પાણીથી ભરપુર છે, તેથી ઉનાળામાં તેને નિયમિત રીતે ખાવાથી સનસ્ટ્રોક થવાની સંભાવના ઓછી થાય છે. સફેદ ડુંગળી માત્ર ખાદ્યપદાર્થોનો સ્વાદ નહીં, પરંતુ તેનો ઉપયોગ સુંદરતા સહિત એક સાથે અનેક રોગોથી છુટકારો મેળવવા માટે થઈ શકે છે. સફેદ ડુંગળી ખાવાથી સંયુક્ત રોગથી રાહત મેળવવા ઉપરાંત જાતીય શક્તિમાં વધારો થઈ શકે છે. કદાચ આથી જ એવું કહેવામાં આવે છે કે ડુંગળી ખાવાથી માનવીનું આયુષ્ય વધે છે.

પથરીથી છૂટકારો મેળવવા સફેદ ડુંગળીનો રસ વરદાન રુપ છે. સવારે ખાલી પેટે ડુંગળીનો રસ પીવાથી પથરી અને રોગથી ઝડપથી રાહત મળે છે. હદયને સ્વસ્થ રાખવાનું સફેદ ડુંગળી મદદરૂપ થાય છે. તમે આ ડુંગળીનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરીને લોહીમાં થતી ગાંઠવામાંથી રાહત મેળવી શકો છો.

ડુંગળી સારી રીતે બ્લડ પ્યુરિફાયર પણ છે અને લોહીની અછતને તે દૂર કરે છે. માટે મહિલાઓએ તેનું સેવન જરુર કરવું જોઈએ, ખાસ કરીને માસિક ધર્મના સમયે નિયમિત રીતે તેને સલાડના સ્વરુપમાં ખાવું જોઈએ. ડુંગળીના આ પ્રયોગ કરતા પહેલા તમારા શરીરને બરાબર જાણી લેવું જરુરી છે, આ અંગેની વધુ માહિતી મેળવવા માટે આયુર્વેદિક એક્સપર્ટને મળવું જોઈએ.

સફેદ ડુંગળી હૃદયરોગના દર્દીઓ માટે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. તેમાં મિથાઈલ સલ્ફાઇડ અને એમિનો એસિડ છે જે કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે, અને હૃદયરોગથી બચાવે છે. કેટલાક પુરુષોને ઓછા વીર્યની સમસ્યા હોય છે, જેને અમુક અંશે નપુંસકતાના સંકેત તરીકે પણ માનવામાં આવે છે. જો તમે પણ આવી જ કોઈ સમસ્યાથી પીડિત છો તો આજે સફેદ ડુંગળીનો ઉપયોગ કરો. વીર્યની વૃદ્ધિ માટે સફેદ ડુંગળીના રસ સાથે મધ લેવાથી ફાયદો થાય છે.

જો ગળમાં ખારાશ, શરદી અથવા કફ આવે તો ગોળ અથવા મધ સાથે સફેદ ડુંગળીનો રસ પીવાથી દર્દી ઝડપથી ઠીક થાય છે. પરંતુ મોટી માત્રામાં વપરાશ ન કરો, એક ચમચી પૂરતું છે.દરરોજ ડુંગળી ખાવાથી શરીરમાં ઇન્સ્યુલિન બને છે. તેથી ડાયાબિટીઝના દર્દીઓએ તેને દરરોજ નિયમિતપણે ખાવું જોઈએ.

સફેદ ડુંગળી લોહીને પતળું કરે છે. જેથી મોટી ઉંમકના લોકો અને હદય રોગના દર્દીઓને આના સેવનથી લાભ મળી શકે છે. સલ્ફરની મોટી માત્રા હોવાના કારણે એસીડિટી અને શરીરની બળતરાને ઓછી પણ કરે છે. વળી તે અસ્થમાના રોગી માટે પણ સારી છે. આ ડુંગળી વંધ્યત્વના પ્રશ્નોને દૂર કરવામાં મદદરૂપ થાય છે. વળી બાળકમાં જન્મથી થતી ખામીઓને રોકે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top