વગર ખર્ચે કફ, શ્વાસ-દમ અને શારીરિક નબળાઈનો 100% અસરકારક ઉપચાર છે આનું સેવન..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

ખજુર સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. ખજૂરનું સેવન શરીરમાં લોહીની ઓછપ દૂર કરે છે, હદયને બળ પૂરું પાડે છે. ખજૂર શરદી, કફજન્ય ઉપાધિમાં, મગજની કમજોરી દૂર કરવામાં, શ્વાસની તકલીફ અને ખાસ કરીને દમની રોગમાં લાભદાયક છે.

ખજૂર આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન, ફાઈબર અને વિટામિન ભરપૂર માત્રામાં હોય છે,જો કોઈ માણસ તેનું સેવન કરે તો તેના શરીરમાં ક્યારેય કોઈ નબળાઇ આવતી નથી, અને તે શારિરીક શક્તિને વધારો થાય છે. આવો જાણીએ ખજૂર ખાવાના ફાયદા.

ખજૂરમાં પોટેશિયમ હોય છે. તેને ખાવાથી બીપી કંટ્રોલમાં રહે છે. જેનાથી સ્ટ્રોક, કોલેસ્ટ્રોલ અને હૃદયની બીમારીઓ પણ દૂર થાય છે. પાચ સાત ખજુર આખી રાત પાણીમાં પલાળીને સવારે મધ સાથે ખાવાથી લીવર અને તીલ્લી વધવાના રોગોં દુર કરે છે. જ્યારે વ્યક્તિના શરીરમાં પૂરતું વિટામિન B6 હોય ત્યારે દિમાગ વધુ સારી રીતે કામ કરે છે. આ કારણે વધુ ફોકસથી કામ કરી શકાય છે, યાદશક્તિ સુધરે છે અને દિમાગને તેજ બનાવવામાં પણ ખજૂર શ્રેષ્ઠ આહાર ગણવામાં આવે છે.

શ્વસનતંત્રને લગતી બીમારીથી પીડિત લોકો માટે ખજૂર અને દૂધનું સેવન ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. તે જ સમયે, જે લોકો તેનાથી પીડિત નથી તે પણ તેની ચપેટમાં આવવાથી બચે. તબીબી અધ્યયન મુજબ, દૂધ અને ખજૂરનું એક સાથે સેવન કરવાથી શ્વસન સ્વાસ્થ્ય જાળવવામાં મદદ મળે છે. આની મદદથી તમે અસ્થમા જેવા રોગના જોખમને ટાળી શકો છો.

ખજૂરમાં પુષ્કળ પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ અને ફાઇબર મળી આવે છે જે પેટની પાચન શક્તિને સુધારવા ઉપરાંત ભૂખ વધારે છે એટલું જ નહીં, પેટને લગતી કોઈપણ તકલીફ માટે ખજૂરનો સ્રોત કોઈ રામબાણ ઉપચારથી ઓછું નથી. ખજૂર એકી સાથે પાંચ તોલાથી વધુ ખાવું નહિ. ખજૂરનું નિયમિત સેવન લાભકારી છે. ગુર્દા અને આંતરડાની બીમારીમાં ફાયદાકારક છે.

તાજા ખજૂરનું પાણી પીવાથી ઝાડા બંધ થઇ જાય છે. ખજૂર સાથે દાડમનું પાણી પેટની બળતરા અને ઝાડની તકલીફમાં ખૂબ ઉપયોગી છે. વારંવાર થાક લાગવો. આંખોની નીચે કાળાં કુંડાળાં થવાં વગેરે તકલીફો ઉપરાંત ત્વચાને સુંદર રાખવા માટે ખજૂરને ડાયટમાં સામેલ કરો. ખજૂર આંતરડાંનાં કેન્સર સામે રક્ષણ આપે છે. તેમાં આવેલા ફાઇબર્સને કારણે કબજિયાત થતી નથી અને આંખો પણ સારી થાય છે.

પ્રેગ્નેંટ સ્ત્રી માટે ખજૂર એક વરદાન સ્વરૂપ છે કેમ કે તેના સેવન થી બાળક સુંદર અને સ્વસ્થ આવે છે. એક દિવસ માં તેની પાંચ પેશી જ ખાવી વધારે ખાવાથી નુકશાન થઈ શકે છે. જે લોકો ને કિડની અને આંતરડાને લગતી બીમારી છે તે લોકોએ ખજૂર નું નિયમિત સેવન કરવું જોઈએ. ખજૂર વિટામિનનો સમૃદ્ધ સ્ત્રોત છે જે દ્રષ્ટિને સુધારી શકે છે અને રાત્રે અંધત્વ અટકાવી શકે છે.

ઘાવ કે જખ્મ હોય તેના પર ખજૂરના ઠળિયાની રાખ લગાડવાથી પાક થતો નથી. ઉપરાંત ઘાવમાંથી લોહી વહેતું બંધ થઇ જાય છે. ખજૂરમાં તમારા રક્તવાહિની તંદુરસ્તીને સુધારવા માટે જાણીતી ઇસોફ્લાવોનો અને ફાયટોસ્ટ્રોજનની ઊંચી સંખ્યા પણ જોવા મળે છે. મો માં આખો દિવસ દુર્ગંધ આવતી હોય તો ખજૂરનાં ઠળીયા બાળીને તેની રાખ દાંત પર ઘસવી જોઈએ. જેથી દાંત પર જામેલું હઠીલું મેલ દૂર કરે છે.

ખજૂરના ઠળિયા આગમાં નાખી તેના ધુમાડાની ધૂણી લેવાથી બવાસીરના મસા સુકાઈ જાય છે. ખજૂર નું નિયમિત સેવન જૂની કબજીયાતની તકલીફ દૂર કરે છે. શુદ્ધ લોહી વાહન કરતી નસોમાં, લોહી પહોચાડવામાં થતી રુકાવટમાં ખજૂરના ઠળિયા અનુપમ ઔષધનું કામ આપે છે.જૂર કબજીયાતની તકલીફમાંથી છુટકારો અપાવે છે, પેશાબ છૂટથી લાવે છે અને વિર્યશક્તિમાં વધારો કરે છે.

ખજૂર ક્ષયની બીમારીમાં ઉપયોગી છે, ઉપરાંત રક્તપિત્તના રોગને હટાવે છે. ખજૂર બાળકો માટે પણ પોષ્ટિક છે. ખજૂરને ધોઈ ઠળિયા કાઢી થોડા ઘીમાં શેકી ખાવું. ખજૂરમાં કોલેસ્ટ્રોલ નથી અને ફેટ પણ ઓછી છે. તેમાં વિટામિન અને મિનરલ્સ ઘણાં બધાં છે. વારંવાર થાક લાગવો. આંખોની નીચે કાળાં કુંડાળાં થવાં વગેરે તકલીફો ઉપરાંત ત્વચાને સુંદર રાખવા માટે ખજૂરને ડાયટમાં સામેલ કરો.

ખજૂર માં રહેલી કુદરતી શર્કરા શરીરમાં મોટી માત્રામાં કેલરી મુક્ત કરે છે, આમ, તે શરીરને ખૂબ મહેનતુ બનાવે છે. વધુમાં, ઓસ્ટીયોપોરોસિસ અને સમાન પ્રકારની હાડકાના બિમારીઓ અટકાવવા માટે ખજૂરનો  નિયમિત વપરાશ કરવામાં આવે છે.

લોહીની ઊણપ હોય, હિમોગ્લોબીનની ટકાવારી ઓછી હોય તેવી વ્યક્તિઓએ ખજૂર ખાવી જોઈએ. ખાસ કરીને 15-16 વર્ષની છોકરીઓએ દરરોજ ખજૂરનો ઉપયોગ કરવો જરૂરી છે. ઉપરાંત મેનોપોઝ દરમિયાન પણ દરરોજ 2-3  પેશી ખજૂર ખાવામાં આવે તો એનિમિયાના પ્રોબ્લેમ્સથી છુટકારો મળી શકે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here