નિયમિત રક્તદાન કરવાથી થાય છે આ ગંભીર બીમરીઓ દૂર, જરૂર જાણો આ લેખમાં

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

દર વર્ષે વિશ્વભરમાં ૧૪ જૂનના દિવસને ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’ તરીકે ઉજવવામાં આવે છે. ખાસ તો આ દિવસને લોકોમાં રક્તદાનની જરૂરિયાત અંગે તથા રક્તદાતાઓનો આભાર માનવા માટે ઉજવવામાં આવે છે.  આ દિવસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા અઢાર વર્ષ થી ઉજવવામાં આવી રહ્યો છે .

રક્તદાન હૃદય માટે ફાયદારૂપ છે.- રક્તદાન કરવાથી આપણા હૃદયનું સ્વાસ્થ્ય સારું થાય છે. લોહીમાં આયર્ન નું પ્રમાણ વધી જવાથી હાર્ટને લગતી વિવિધ બીમારી થવાની શક્યતાઓ રહે છે. નિયમિત રક્તદાન કરવાથી લોહીમાં આયર્ન નું પ્રમાણ ઘટે છે, કે જેનાથી હાર્ટ અટેકની શક્યતા અઠયાંશી ટકા જેટલી ઘટી જાય છે. આ ઉપરાંત, રક્તદાનથી લકવા થવાની શક્યતામાં પણ તેત્રીસ ટકા જેટલો ઘટાડો નોધાય છે.

રક્તદાન નવા રક્તકણોનું ઉત્પાદન વધારે છે.- જયારે રક્તદાન કરવામાં આવે છે, એ સમયે તાત્કાલિક જ શરીર રક્તદાતાના શરીરમાં નવા રક્તકણોનું નિર્માણ શરુ કરી દે છે, અને અડતાલીસ કલાકની અંદર જ એનું ઉત્પાદન શરુ થઇ જાય છે. અને એક થી બે મહિનાની અંદર જ રાહતદાન સમયે આપેલા લોહી જેટલું લોહી ફરીથી બની જાય છે. આમ, રક્તદાનથી નવા રક્તકાઓનું નિર્માણ શરીરમાં થયા કરે છે, કે જેનાથી શરીરનું સ્વાસ્થ્ય સુધાઋણ શકાય છે અને શરીમાં સ્ફૂર્તિ  લાવી શકાય છે.

નિયમિત રીતે રક્તદાનથી ઓવરઓલ ફિટનેસ ઈમ્પ્રુવ થાય છે અને એક વખત રક્તદાન કરવાથી છસોપચાસ જેટલી  કેલરી બર્ન કરી શકાય છે. રક્તદાન કરવાથી કેન્સર થવાની શક્યતા ઘટે છે. એક રિસર્ચ અનુસાર રક્તદાનથી લીવર, આંતરડા, પેટ, ફેફસા તથા ગાળાના કેન્સરની શક્યતાઓ માં ઘટાડો થાઈ છે.

રક્તદાન શરીર ની તંદુરસ્ત માં મહત્વનો ભાગ ભજવે છે. નિયમિત રીતે રક્તદાન કરવાથી શરીરમાં જે નવું લોહી બને છે તે સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે, જેના કારણે શરીરમાં નવી રક્ત કોશિકાઓ આસાની થી બની જાય છે.

રક્તદાન પછી તમારુ શરીર લોહીની ઉણપ પૂરુ કરવાના કામમાં લાગી જાય છે. આનાથી શરીરના કોષો વધારે રેડ બ્લડ સેલ્સ બનાવવાના કામમાં લાગી જાય છે. આ કારણે તમારુ સ્વાસ્થ્ય સુધરી શકે છે અને તમારા શરીરને વધુ સારી રીતે કામ કરવામાં મદદ મળી રહે છે.

નિયમિત રૂપે રક્તદાન કરવાથી શરીરમાં આયર્ન વધતુ નથી. આ કારણે અમુક પ્રકારના કેન્સરનો ખતરો પણ ઓછો થઈ જાય છે.નિયમિત રક્તદાન કરવાથી શરીરમાં નુક્સાનકારક તત્વોનો ભરાવો અટકાવી શકાય છે. રક્તદાન કરી કોઈનો જીવ બચાવવો એ એક અદભુત આનંદ અનુભવ થાઈ છે.

વિશ્વના વિકસિત દેશોમાં દર એકહજર નાગરિકો માંથી સ્વૈચ્છિક રક્તદાનનો દર તેત્રીસ ટકા છે, જ્યારે આપણાં દેશમાં સરખામણીએ આ પ્રમાણ માત્ર આઠ ટકા છે. લોકોમાં રક્તદાન પ્રત્યેની જાગૃતિ વધારવા માટે અને  ગેરસમજોને દૂર કરવા માટે વારંવાર વિશાળ પાયે જનઅભિયાનો કરવાની જરૂર પડે છે. મહિલાઓ મટે પણ રક્તદાન સંપૂર્ણ પણે સુરક્ષિત હોય છે.

નિયમિત રક્તદાન કરવાથી દાતાઓનું વજન ઓછું થાય છે. આ તે લોકો માટે મદદરૂપ છે જે મેદસ્વી છે અને તેમને રક્તવાહિનીના રોગો અને આરોગ્યની અન્ય વિકારોનું જોખમ વધારે છે. આરોગ્યની કોઈ સમસ્યાઓ ટાળવા માટે તમારે રક્તદાન કરતા પહેલા ડોકટરોની સલાહ અવશ્ય લેવી જોઈઍ .

રક્તદાન કરવાથી ન ફક્ત બીજા લોકોનો જીવ બચાવી શકાય છે. પરંતુ તે બ્લડ ડોનેટ કરનારા માટે પણ ફાયદાકારક હોય છે. કારણકે બ્લડ ડોનેશન કર્યા પછી હેલ્ધી ફૂડ લેવામાં આવે છે. જે તમારા  શરીરમાં નવું બ્લડ બનવવા માં મદદરૂપ હોય છે. જેનાથી શરીર સ્વસ્થ રહે છે અને હૃદય સંબંધિત બીમારી થવાના ચાન્સ પણ ઘટાડી શકાય છે.

નિયમિત રક્તદાન કરતી વ્યક્તિને હાર્ટ-અટૅક આવવાનું જોખમ ઘટી જાય છે. અમેરિકન જર્નલ ઑફ એપિડેમિયોલૉજીમાં નોંધાયેલા અભ્યાસ મુજબ બ્લડ ડોનર્સને કાર્ડિયોવૅસ્ક્યુલર ડિસીઝ થવાની સંભાવના તેત્રીસ ટકા જેટલી ઓછી હોય છે અને હાર્ટ-અટૅકનું જોખમ અઠયાંશી ટકા જેટલું ઓછું હોય છે.

રક્તનું દાન કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે. લોહીમાંનાં ઝેરી કેમિકલ્સનંા પ્રમાણ પણ ઘટે છે. રક્તદાન હાર્ટ માટે બહુ જ લાભકારક માનવામાં આવે છે. નિયમિત અંતરાલે રક્તદાન કરવાથી શરીરમાં આયરનની માત્રા પણ સંતુલિત કરી શકાય છે.

શરીરની નિયમિત તપાસ કરાવવાથી બીમારીઓનું નિદાન થઈ જાય છે અને આ સુવિધા તમને રક્તદાન દરમિયાન મફતમાં મળે છે જેમકે રક્તદાતાનું વજન, બ્લડપ્રેશર, હીમોગ્લોબીન અને બ્લડગ્રુપની તપાસ કરવામાં આવે છે.

રક્તદાનથી શરીરમાંથી ટેમ્પરરી ઘટી જતાં આયર્ન લેવલથી આ પ્રૉબ્લેમમાંથી બચી શકાય છે, પણ મહત્વની વાત એ છે કે એ માટે દર મહિને બ્લડ ડોનેટ કરવું જરૂરી છે.યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયાના એસ્ટિમેટ મુજબ એક પિન્ટ બ્લડ એટલે કે એક વખત લેવામાં આવતું બ્લડ શરીરમાંથી છસોપચાસ જેટલી કૅલરી બર્ન કરે છે.

જાન્યુઆરી મહિનો એ રક્તદાતાઓને નામે છે કે,જેણે આ દાનની કિંમત સમજીને ઉમદા કાર્ય કર્યું છે.માટે આ મહિનાને “રાષ્ટ્રીય રક્તદાતા માસ” તરીકે ઉજવાય છે.સરેરાશ એક વ્યક્તિના પુખ્ત શરીરમાં પાંચ થી છ લીટર અર્થાત્ દસ યુનિટ લોહી હોય છે.રક્તદાનમાં માત્ર એક યુનિટ લોહી જ લેવાય છે.અને શરીરમાં પણ એની ખાલી જગ્યા બહુ જ જલ્દી પુરાઇ જાય છે.

એકવાર કરેલા રક્તદાનથી તમે ત્રણ વ્યક્તિની જીંદગી બચાવી શકો છો. ભારતમાં બહુ ઓછા લોકો ‘ઑ નેગેટિવ’ બ્લડ ગ્રુપ ધરાવે છે.માત્ર સાત ટકા લોકો જ. ’ઑ નેગટીવ’ બ્લડ ગ્રુપ “યુનિવર્સલ ડોનર” અર્થાત્ “સર્વદાતા” કહેવાય છે.કારણ કે તે ગમે તે બ્લડ ગ્રુપ ધરાવતા વ્યક્તિને ચડાવી શકાય છે.નવજાત શિશુમાં લોહીની ખામી હોય કે એવું કોઇ એક્સિડેન્ટ કે ઇમરજન્સી હોય કે જેમાં વ્યક્તિનું બ્લડ ગ્રુપ ટેસ્ટ કરાવવાની પ્રક્રિયાનો સમય ન હોય તો એવા સમયે તેને ઑ નેગેટિવ બ્લડ ગ્રુપનું લોહી ચડાવવા માં આવે છે .

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top